Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Junagadh: CM ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે જૂનાગઢની મુલાકાતે, સાધુ-સંતોના લેશે આશીર્વાદ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 15 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રી નિમિત્તે જૂનાગઢ અને સોમનાથની મુલાકાત લેશે. તેઓ ભવનાથ મંદિરે પૂજા કરી સાધુ-સંતોના આશીર્વાદ મેળવશે. ત્યારબાદ સોમનાથ મહાદેવના દર્શન કરી ત્રિમંદિર ખાતે દાદા ભગવાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે. શિવરાત્રીના મેળાના અંતિમ દિવસે મુખ્યમંત્રીની આ મુલાકાતથી તંત્ર અને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
junagadh  cm ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે જૂનાગઢની મુલાકાતે  સાધુ સંતોના લેશે આશીર્વાદ
Advertisement
  • Junagadh Mahashivratri Mela 2026:  CM આવતીકાલે જૂનાગઢની મુલાકાતે
  • CM ભૂપેન્દ્રભાઇ પટેલ ભવનાથ મંદિર ખાતે કરશે પૂજા
  • સાધુ-સંતો સાથે મુલાકાત કરી આશિર્વાદ મેળવશે

Junagadh Mahashivratri Mela 2026: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (Bhupendrabhai Patel) આવતીકાલે, 15 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીના પાવન અવસરે જૂનાગઢ (Junagadh) ની મુલાકાતે પધારશે. સત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, મુખ્યમંત્રી બપોરે  જૂનાગઢ પહોંચશે. ગિરનારની તળેટીમાં આવેલા ઐતિહાસિક ભવનાથ મંદિર (Bhavnath Temple) ખાતે તેઓ ભગવાન ભોળાનાથની વિશેષ પૂજા-અર્ચના કરશે. સાધુ-સંતો સાથે મુલાકાત કરી આશિર્વાદ મેળવશે. ઉલ્લેખનીય છે કે, જૂનાગઢમાં શિવરાત્રીના મેળા (Shivratri Mela) નો આજે ચોથો દિવસ છે અને આવતીકાલે પાંચમા દિવસે આ મેળો તેના અંતિમ ચરણોમાં હશે. મુખ્યમંત્રી અહીં અંદાજે બે કલાક સુધી રોકાણ કરશે, જે દરમિયાન તેઓ ગિરનાર ક્ષેત્રના પૂજ્ય સાધુ-સંતો સાથે મુલાકાત કરી તેમના આશીર્વાદ મેળવશે.

Junagadh બાદ સોમનાથ પહોંચશે CM

જૂનાગઢની મુલાકાત પૂર્ણ કર્યા બાદ મુખ્યમંત્રી સાંજે 05:40 કલાકે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર (Somnath Temple) પહોંચી શકે છે. સોમનાથ ખાતે તેઓ મહાદેવના દર્શન અને પૂજા-વિધિમાં સહભાગી થશે. મહાશિવરાત્રી (Maha Shivratri) ના આ પાવન દિવસે સોમનાથ ટ્રસ્ટ અને પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ તેઓ હાજરી આપશે. સોમનાથ મંદિર પરિસરને રોશનીથી શણગારવામાં આવ્યું છે, જ્યાં મુખ્યમંત્રી શ્રદ્ધાળુઓની સુવિધાઓ અને વ્યવસ્થાઓનું પણ નિરીક્ષણ કરી શકે છે.

Advertisement

Advertisement

ત્રિમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી

સોમનાથમાં મહાદેવના દર્શન બાદ, મુખ્યમંત્રી સાંજે ત્રિમંદિર (Trimandir) ખાતે પહોંચશે. અહીં દાદા ભગવાન (Dada Bhagwan) ત્રિમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી આ મહોત્સવમાં ખાસ ઉપસ્થિત રહીને આધ્યાત્મિક કાર્યક્રમોમાં ભાગ લેશે. શિવરાત્રીના દિવસે જૂનાગઢથી સોમનાથ સુધીની આ મુલાકાત રાજ્યના વડાની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓ પ્રત્યેની અતૂટ આસ્થા દર્શાવે છે.

આ પણ વાંચોઃ Junagadh: ભવનાથમાં પોલીસ કંટ્રોલ રૂમ સતત ભક્તોની સેવામાં કાર્યરત!

આ પણ વાંચોઃ Junagadh: ભવનાથમાં મહાશિવરાત્રિ મેળો, Gujarat First નો મહાભંડારો, ભિંતચિત્રો, અખાડા આકર્ષણનું કેન્દ્ર

Tags :
Advertisement

.

×