Junagadh: ‘જાહેરમાં આવો, તમારી સામે હું જવાબ આપીશ’ સતાધાર વિવાદમાં નરેન્દ્ર સોલંકીની ઓપન ચેલેન્જ
- સતાધારમાં ડરનો માહોલ ઉભો કરાયો છે:નરેન્દ્ર સોલંકી
- અનેક સાધુ-સંતો, બ્રાહ્મણોને માર મારવામાં આવ્યો છે:નરેન્દ્ર સોલંકી
- મારો વિજય ભગતે ઘણો દુરુપયોગ કર્યો છે:નરેન્દ્ર સોલંકી
Junagadh: સતાધાર વિવાદ અત્યારે ચરમસીમાએ પહોંચ્યો છે. આ હવે આ વિવાદમાં નરેન્દ્ર સોલંકીનું નિવેદન સામે આવ્યું છે. અત્યારે નરેન્દ્ર સોલંકીએ ઓપન ચેલેન્જ આપી છે. નરેન્દ્ર સોલંકીએ અનેક આરોપો પણ લાગાવ્યાં છે. હવે તેમણે કહ્યું કે, ‘જાહેરમાં આવો, તમારી સામે હું જવાબ આપીશ.’ હવે જોવાનું એ રહે છે કે, શું તેમની આ ચેલેન્જનો સ્વીકાર કરવામાં આવશે? આ વિવાદમાં હવે આગળ શું થશે? તો આવા જાણીએ નરેન્દ્ર સોલંકીએ શું ચેલેન્જ આપી છે.
View this post on Instagram
આ પણ વાંચો: Ahmedabad RTOએ લીધો મોટો નિર્ણય, શહેરમાં રેપીડો જેવી કોમર્શિયલ બાઈક રાઈડ બંધ
ટ્રસ્ટી બનવાના પત્ર બાદ નરેન્દ્ર સોલંકીએ ફેંકી ચેલેન્જ
નરેન્દ્ર સોલંકીએ કહ્યું સતાધારમાં ડરનો માહોલ ઊભો કરવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ અનેક સાધુ-સંતો અને બ્રાહ્મણોને માર મારવામાં આવ્યો હોવાનો નરેન્દ્ર સોલંકીએ આરોપ લગાવ્યો છે. વધુમાં તેમણે કહ્યું કે, વિજય ભગતે મારો ઘણો દુરૂપયોગ કર્યો છે. આ વિવાદ વિજય ભગત અને ગીતાબેનનો છે. પરંતુ મને વચ્ચે ઘસેડવામાં આવ્યો છે. હું આ જગ્યાનો હકદાર છું.વિજય ભગતના જન્મ પહેલા હું કુલમુખત્યાર હતો.’
આ પણ વાંચો: Surat: પોલીસે છેડતી કરનારા નરાધમીનું જાહેરમાં કાઢ્યું સરઘસ, ભણાવ્યો કાયદાનો પાઠ
સતાધાર જગ્યાને લઈ પત્રમાં 11 જેટલા મુદ્દાઓનો ઉલ્લેખ
નોંધનીય છે કે, નરેન્દ્ર સોલંકીની આ ઓપન ચેલેન્જ બાદ હવે વિવાદે નવો વળાંક લીધો છે. ટ્રસ્ટી બનવાના પત્ર બાદ નરેન્દ્ર સોલંકીએ ચેલેન્જ આપીને પડકાર ફેક્યો છે. નોંધનીય છે કે, સતાધારની જગ્યાને લઈને પત્રમાં 11 જેટલા મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હવે જોવાનું એ રહે છે કે, આ વિવાદ ક્યાં સુધી પહોંચે છે? નરેન્દ્ર સોલંકીની ઓપન ચેલેન્જ બાદ હવે અનેક ખુલાસા થાય તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.