Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Junagadh માં કોંગ્રેસની 'ઘર ફૂટે ઘર જાય' તેવી સ્થિતિ? ટિકિટ મુદ્દે કાર્યકરો વચ્ચે મોટો હોબાળો!

જૂનાગઢ કોંગ્રેસ કાર્યાલયમાં ટિકિટ વહેંચણી મુદ્દે નારાજ કાર્યકરોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જિલ્લા પ્રમુખ અમિત પટેલની હાજરીમાં જ કાર્યકરો વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું હતું. 'આપ'ના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાતા સમીકરણો બદલાયા છે, જેના કારણે જૂના કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો. હીરાભાઈ જોટવાએ મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો હતો, પરંતુ આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે.
junagadh માં કોંગ્રેસની  ઘર ફૂટે ઘર જાય  તેવી સ્થિતિ  ટિકિટ મુદ્દે કાર્યકરો વચ્ચે મોટો હોબાળો
Advertisement
  • Junagadh કોંગ્રેસ કાર્યાલયમાં ટિકિટ મામલે બોલાચાલી
  • ટિકિટ નહીં મળતા નારાજ કાર્યકરોએ મચાવ્યો હોબાળો
  • જિલ્લા પ્રમુખ અમિત પટેલની હાજરીમાં થઈ માથાકૂટ

Junagadh: ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Local Body Election) નો ધમધમાટ તેજ થયો છે. ત્યારે આ ચૂંટણીમાં ઘણા લોકોના પત્તા કપાયા છે તો ઘણાને તક મળી છે. જેથી ઘણી જગ્યાએ કેટલાક કાર્યકરોને ટિકિટ ન મળતાં રીતસરનો વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે જૂનાગઢ (Junagadh) જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે ચૂંટણીઓ માટે ટિકિટ (Ticket) નહીં મળતા નારાજ થયેલા કાર્યકરોએ કાર્યાલયમાં જ હોબાળો મચાવ્યો હતો. આ વિવાદ એટલો વણસ્યો હતો કે કાર્યકરો અને આગેવાનો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પક્ષ દ્વારા લેવાયેલા ટિકિટ વહેંચણીના નિર્ણય સામે કાર્યકરોએ ખુલ્લેઆમ પોતાનો રોષ (Resentment) વ્યક્ત કર્યો હતો.

Junagadh જિલ્લા પ્રમુખની હાજરીમાં જ માથાકૂટ

આ સમગ્ર ઘટના ત્યારે બની જ્યારે જિલ્લા પ્રમુખ અમિત પટેલ (Amit Patel) કાર્યાલયમાં હાજર હતા. તેમની હાજરીમાં જ કાર્યકરોએ ટિકિટના અન્યાય મુદ્દે રજૂઆત કરી હતી, જે બાદમાં ઘર્ષણમાં (Conflict) ફેરવાઈ ગઈ હતી. સ્થિતિને ગંભીર બનતી જોઈ કોંગ્રેસના અગ્રણી હીરાભાઈ જોટવાએ દરમિયાનગીરી કરી હતી. તેમણે મામલો થાળે પાડવા અને નારાજ કાર્યકરોને સમજાવવા માટે પૂરતા પ્રયાસો કર્યા હતા, પરંતુ કાર્યકરો પોતાની માગ પર અડગ રહ્યા હતા.

Advertisement

JUNAGADH_ GujaratFirst 11

Advertisement

પક્ષ પલટાના કાર્યક્રમ બાદ સર્જાયા દ્રશ્યો

આ વિવાદ પાછળનું મુખ્ય કારણ 'આપ' (AAP) ના હોદ્દેદારોનું કોંગ્રેસમાં જોડાણ હોવાનું માનવામાં આવે છે. જ્યારે આમ આદમી પાર્ટીના હોદ્દેદારો વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાઈ રહ્યા હતા, ત્યારે આ દ્રશ્યો સર્જાયા હતા. કાર્યક્રમ (Program) પૂર્ણ થયા બાદ તુરંત જ જૂના કાર્યકરો અને નવા જોડાયેલા સભ્યો વચ્ચે ટિકિટના સમીકરણોને લઈને વિવાદ ફાટી નીકળ્યો હતો.

કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ સપાટી પર

ચૂંટણી પહેલા જ જૂનાગઢ કોંગ્રેસમાં આંતરિક નારાજગી (Internal Dissension) સપાટી પર આવતા રાજકીય ગરમાવો વધી ગયો છે. વર્ષોથી પક્ષ માટે કામ કરતા કાર્યકરોને અવગણીને અન્ય પક્ષમાંથી આવેલા લોકોને પ્રાધાન્ય આપવાના આક્ષેપ સાથે કોંગ્રેસમાં જૂથબંધી (Factionalism) તેજ બની છે. આ ઘટનાએ પક્ષની શિસ્ત (Discipline) પર પણ સવાલો ઉભા કર્યા છે. જો સમયસર આ વિવાદ ઉકેલવામાં નહીં આવે, તો આગામી ચૂંટણીના પરિણામો (Results) પર તેની માઠી અસર પડી શકે છે.

આ પણ વાંચોઃ Nadiad: સરદાર પટેલના જન્મસ્થળેથી ભાજપના ચૂંટણી પ્રચારના શ્રીગણેશ, ઉપસ્થિત રહેલા પૂર્વ DyCM શું બોલ્યા?

Tags :
Advertisement

.

×