Dwarka : સ્વામિનારાયણ સંતોના બેફામ નિવેદનથી રોષ, સમસ્ત ગુગળી બ્રાહ્મણ સમાજની મહાસભાનું આયોજન
- સ્વામિનારાયણ સંતોના બેફામ નિવેદનને લઇ ભારે રોષ
- દ્વારકામાં સમસ્ત ગુગળી બ્રાહ્મણ સમાજની મહાસભાનું થયું આયોજન
- દેવી-દેવતાઓ પર સ્વામિનારાયણના સંતોના બેફામ નિવેદન પર ચર્ચા
Dwarka : સ્વામિનારાયણ સંતોના બેફામ નિવેદનને લઇ ભારે રોષ ફેલાયો છે. જેમાં દ્વારકામાં સમસ્ત ગુગળી બ્રાહ્મણ સમાજની મહાસભાનું આયોજન થયુ છે. દેવી-દેવતાઓ પર સ્વામિનારાયણના સંતોના બેફામ નિવેદન પર ચર્ચા કરવામાં આવશે. થોડા દિવસ અગાઉ સમસ્ત ગુગળી બ્રાહ્મણ સમાજ દ્વારા રેલી યોજી વિરોધ પ્રદર્શન કરી દ્વારકા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. દ્વારકાના વિવિધ સમાજના આગેવાનો પણ મહાસભામાં જોડાયા છે. મહાસભા પુર્ણ થયા બાદ ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ 505 બ્રહ્મપુરીથી રેલી નીકળી ભગવાન દ્વારકાધીશ મંદિરે પહોંચી છે. આગામી દિવસોમાં સ્વામી નારાયણ સંપ્રદાયના બેફામ બોલતા સ્વામીઓ સામે FIR નોંધાવા ચર્ચા થઇ છે. સ્વામીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં નહી આવે ત્યાં સુધી પ્રતિક ધરણા પર ગુગળી બ્રાહ્મણ સમાજ ઉતરશે.
Swaminarayan Controversy : સ્વામિનારાયણ સ્વામિઓના બફાટ ગુગળી બ્રાહ્મણો થયા લાલધુમ
- સ્વામિનારાયણના સંતોના બેફામ નિવેદનને લઇ ભારે રોષ
- દ્વારકામાં સમસ્ત ગુગળી બ્રાહ્મણ સમાજની મહાસભાનું થયું આયોજન
- દેવી-દેવતાઓ પર સ્વામિનારાયણના સંતોના બેફામ નિવેદન પર ચર્ચા
- સમસ્ત ગુગળી બ્રાહ્મણ… pic.twitter.com/BrkgPIOkZ2— Gujarat First (@GujaratFirst) April 1, 2025
હિન્દુ દેવી-દેવતાઓ અંગે કરવામાં આવતા બફાટ સામે હવે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) મેદાને
સ્વામિનારાયણ સંપ્રદાયનાં (Swaminarayan Sect) કેટલાક સંતો દ્વારા હિન્દુ દેવી-દેવતાઓ અંગે કરવામાં આવતા બફાટ સામે હવે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) મેદાને આવ્યું છે. હિન્દ ધર્મ અંગે અપમાનજનક નિવેદનો કરતા સ્વામીઓ સામે વીએચપીએ ભારે રોષ વ્યક્ત કર્યો છે. કેન્દ્રીય પ્રબંધન કમિટીનાં સભ્ય અશોક રાવલે જણાવ્યું કે, સ્વામીઓના બફાટ મુદ્દે શંકરાચાર્યજી, જુનાગઢનાં (Junagadh) સાધુ-સંતોને જાણ કરાઈ છે સાથે સાધુ-સંતોને એકઠા થવા જણાવ્યું છે.
આચાર્ય મહારાજજી એ ચેતવણી આપી છતાં સ્વામીઓ બફાટ કરે છે : અશોક રાવલ
હિન્દુ દેવી-દેવતાઓ અંગે અપમાનજનક નિવેદન આપતા સ્વામિનારાયણ સંપ્રદાયનાં કેટલાક સંતોનાં વીડિયો એક પછી એક સામે આવતા ભારે વિવાદ વકર્યો છે. હિન્દુ સમાજ (Hindu Religion) દ્વારા આવા સ્વામીઓનો બહિષ્કાર કરી આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. સાથે જ આવા સ્વામીઓ હિન્દુ ધર્મની માફી માગે તેવી પણ માગ ઊઠી છે. દરમિયાન, આ મુદ્દે હવે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) પણ મેદાને આવ્યું છે. વીએચપીનાં કેન્દ્રીય પ્રબંધન કમિટીનાં સભ્ય અશોક રાવલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First News) સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે, અમે સનાતન ધર્મ અકબંધ રહે તે માટે કામ કરીએ છીએ. સ્વામિનારાયણનાં આચાર્ય મહારાજજી એ તાજેતરમાં બફાટ કરતા સ્વામીઓને ચેતવણી આપી હતી, છતાં સ્વામીઓ આઘાતજનક ટિપ્પણી કરી રહ્યા છે.
આ પણ વાંચો: અમે ફરીથી ઉડાન ભરીશું, સ્પેસએક્સનો આભાર અમને અવકાશમાંથી પાછા લાવ્યા : Sunita Williams