સતાધારનાં મહંત વિજય બાપુના વિવાદમાં Junagadh ખાખી મઢીનાં મહંતની Entry, જાણો શું કહ્યું ?
- Amreli માં સતાધારના મહંતના વિવાદનો મામલો (Junagadh)
- મહંત વિજય બાપુને મેંદરડા ખાખી મઢીનાં મહંતનું સમર્થન
- મહંત સુખરામદાસ બાપુની સતાધારને બદનામ ન કરવા અપીલ
અમરેલીમાં (Amreli) સુપ્રસિદ્ધ સતાધાર આપાગીગાનાં ગાદીપતિ વિજયબાપુ સામે અનેક ગંભીર આક્ષેપો થતાં ભારે વિવાદ સર્જાયો છે. આ મામલે જુનાગઢ (Junagadh) જિલ્લાનાં મેંદરડા તાલુકામાં ખાખી મઢીનાં મહંત હવે મેદાને આવ્યા છે અને મહંત વિજયબાપુનું સમર્થન કરી સતાધારને બદનામ ન કરવા અને આસ્થા સાથે ચેડાં ન કરવા અપીલ કરી છે.
આ પણ વાંચો - Aapagiga Controversy: ‘મારી સામે આ એક ષડયંત્ર રચાયું છે’ મહંત વિજયબાપુએ તોડ્યું મૌન
Satadhar Gadi Controversy : સતાધારના વિવાદ વચ્ચે Sukhram Bapuનું મોટું નિવેદન | Gujarat First#SatadharGadiControversy #sukhrambapu #SatadharMandir #junagadh #aapagiga #vijaybapu #NitinChavda #Gujaratfirst pic.twitter.com/teZy74YWIz
— Gujarat First (@GujaratFirst) December 13, 2024
સતાધારને બદનામ ન કરી આસ્થા સાથે ચેડાં ન કરવા જોઈએ : મહંત સુખરામદાસ
સતાધારનાં મહંત વિજયબાપુ (Mahant Vijaybapu) પર ગંભીર આક્ષેપો થયા હતા. મહંત વિજયબાપુ પર નાણાકીય લેવડદેવડ, ભ્રષ્ટાચાર અને વ્યભિચારનાં આક્ષેપો કરવામાં આવતા ભારે વિવાદ સર્જાયો છે. ત્યારે હવે આ મામલે જુનાગઢ (Junagadh) જિલ્લાનાં મેંદરડા તાલુકામાં ખાખી મઢીનાં મહંત સુખરામદાસ બાપુની (Sukhramdas Bapu) પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે મહંત વિજયબાપુનાં સમર્થનમાં કહ્યું કે, વિજયબાપુ દ્વારા ખૂબ વિકાસ કરવામાં આવતો હોય ત્યારે અર્ચણ રૂપ ન બનવું જોઈએ. મહંત સુખરામદાસ બાપુએ એવી પણ અપીલ કરી કે, સતાધારને બદનામ ન કરી આસ્થા સાથે ચેડાં ન કરવા જોઈએ.
આ પણ વાંચો - Gujarat Winter : રાજ્યભરમાં હાડ થીજવતી ઠંડીનો પ્રકોપ! અહીં Cold Wave ની આગાહી
મારી સામે આ એક ષડયંત્ર રચાયું છે : મહંત વિજયબાપુ
જણાવી દઈએ કે, ગઈકાલે આ વિવાદને લઈ સતાધારનાં મહંત વિજયબાપુની (Mahant Vijaybapu) પ્રતિક્રિયા પણ સામે આવી હતી. તેમણે તમામ આરોપોને ફગાવી કહ્યું હતું કે, મારી સામે આ એક ષડયંત્ર રચાયું છે, અમારી પાસે એવો કોઈ ઉદ્યોગ નથી, જેના કારણે અમે આવો ભ્રષ્ટાચાર કરી શકીએ. મહંતે આગળ કહ્યું કે, તેમના આક્ષેપો વર્ચસ્વ ઊભું કરવા માટેના છે. આવી રીતે સમાજને ગેરમાર્ગે દોરવાની વાત છે. આ બધા પાયાવિહોણા આક્ષેપો છે.
આ પણ વાંચો - SURAT માં એક વ્યક્તિની 4 આંગળીઓ થઇ ગુમ, પોલીસ પણ કેસ જાણીને ગોથે ચડી