Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Elections 2026: યુવા નેતાથી માંડીને સોશિયલ મીડિયા સ્ટાર્સ સુધી, કયા ચહેરાઓ બન્યા ચર્ચાનું કેન્દ્ર?

Gujarat Elections 2026: ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Local Body Elections) માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. આ વખતે ભાજપ (BJP) અને અન્ય પક્ષોએ 'ફેસ વેલ્યુ' અને ડિજિટલ પહોંચને પ્રાધાન્ય આપીને અનેક સોશિયલ મીડિયા સ્ટાર્સ અને ગાયકોને મેદાને ઉતાર્યા છે.
gujarat elections 2026  યુવા નેતાથી માંડીને સોશિયલ મીડિયા સ્ટાર્સ સુધી  કયા ચહેરાઓ બન્યા ચર્ચાનું કેન્દ્ર
Advertisement
  • ગુજરાતની ચૂંટણી (Gujarat Elections 2026) માં આકર્ષણનું કેન્દ્ર બનેલા હાઇપ્રોફાઇલ ઉમેદવારો
  • સોશિયલ મીડિયા સ્ટાર્સ પર પક્ષોએ ખેલ્યો જુગાર
  • ગુજરાત ચૂંટણીમાં આ વખતે 'ગ્લેમર'નો તડકો
  • પાયાના કાર્યકરો પર ભારી પડતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ
  • અંકિતા પરમાર અને નેહા સુથાર જેવા ચહેરાઓએ ગરમાવ્યું રાજકારણ

Gujarat Elections 2026: ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Local Body Elections) માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. આ વખતે ભાજપ (BJP) અને અન્ય પક્ષોએ 'ફેસ વેલ્યુ' અને ડિજિટલ પહોંચને પ્રાધાન્ય આપીને અનેક સોશિયલ મીડિયા સ્ટાર્સ અને ગાયકોને મેદાને ઉતાર્યા છે. છેલ્લા બે-ત્રણ દિવસથી મીડિયામાં આ હાઇપ્રોફાઇલ ચહેરાઓ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.

ચૂંટણી મેદાનમાં આકર્ષણનું કેન્દ્ર બનેલા મુખ્ય ચહેરાઓ

અંકિતા પરમાર (Ankita Parmar) - વડોદરા

સોશિયલ મીડિયા સ્ટાર અંકિતા પરમારને ભાજપે વડોદરા જિલ્લા પંચાયત (Vadodara District Panchayat) ની પોર બેઠક (Por Seat) પરથી ઉમેદવાર બનાવ્યા છે. તેમની પસંદગી સામે સ્થાનિક સ્તરે ભારે વિરોધ જોવા મળ્યો છે. પૂર્વ ઉમેદવાર નયનાબેન પરમારે અંકિતા પરમારને "રીલ" (Reel) અને પોતાની જાતને "રિયલ" (Real) ગણાવી અપક્ષ તરીકે ફોર્મ ભરી બળવો કર્યો છે, જે અત્યારે વડોદરાના રાજકારણમાં હોટ ટોપિક છે.

Advertisement

Advertisement

નેહા સુથાર (Neha Suthar) - મહેસાણા

લોકપ્રિય ગાયિકા અને લાખો ફોલોઅર્સ ધરાવતી નેહા સુથારને ભાજપે મહેસાણાની વિજાપુર તાલુકા પંચાયત (Vijapur Taluka Panchayat)ની ફુદેડા બેઠક (Fudeda Seat)પરથી ટિકિટ આપી છે. ગાયક તરીકેની તેમની લોકપ્રિયતા મતમાં પરિવર્તિત થશે કે કેમ તેના પર સૌની નજર છે.

સોનલ ડેર (Sonal Der) - અમરેલી

પ્રખ્યાત લોકસાહિત્યકાર માયાભાઈ આહીરની પુત્રી સોનલ ડેરને ભાજપે અમરેલી તાલુકા પંચાયત (Amreli Taluka Panchayat) ની ચાંવડ બેઠક (Chavad Seat)પરથી મેદાને ઉતાર્યા છે. પિતાના વિશાળ ચાહકવર્ગ અને પોતાની ડિજિટલ સક્રિયતાના કારણે તેઓ હાઇપ્રોફાઇલ ઉમેદવાર ગણાય છે.

રાજલ બાંભણીયા/બારોટ (Rajal Barot) - ગીર સોમનાથ

લોકપ્રિય ગાયિકા અને સ્વ. મણિરાજ બારોટની પુત્રી રાજલ બારોટને ભાજપે ઉના નગરપાલિકા (Una Nagarpalika) ના વોર્ડ નંબર 7 (Ward No. 7) માંથી ટિકિટ આપી છે. સંગીત જગતના સિતારા હવે રાજકારણમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.

રાજુ કરપડા (Raju Karapada) - સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત (Surendranagar District Panchayat)ની મૂળી બેઠક (Muli Seat) પર ભાજપે તાજેતરમાં આપ પાર્ટી સાથે છેડો ફાટીને ભાજપમાં જોડાનાર ખેડૂત નેતા રાજુ કરપડાને ઉમેદવાર જાહેર કર્યા છે. ભાજપમાં જોડાયાના ગણતરીના કલાકો કે દિવસોમાં જ પક્ષે તેમને ઉમેદવાર બનાવી દીધા છે.

ભૂપત ભાયાણી (Bhupat Bhayani) - જૂનાગઢ

વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી, જેઓ આમ આદમી પાર્ટી (AAP) માંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા, તેમને આ વખતે જૂનાગઢ જિલ્લા પંચાયત (Junagadh District Panchayat) ની ચૂંટણીમાં ઉતારવામાં આવ્યા છે. પૂર્વ MLA હવે જિલ્લા પંચાયત લડી રહ્યા હોય તે ઘટના પણ મીડિયામાં આકર્ષણનું કેન્દ્ર બની છે.

સોના સિંહ (Sona Singh)-સુરત

સુરતમાં પણ આમ આદમી પાર્ટી (AAP) એ ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર સોના સિંહ (Sona Singh)ને વોર્ડ નંબર 29 માંથી ટિકિટ આપી છે. ફોર્મ ભરતી વખતે પક્ષનું નામ ભૂલથી "આમ જનતા પાર્ટી" બોલવાના કારણે સોના સિંહ સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ થયા હતા, જે હજુ પણ મીડિયામાં ચર્ચાનો વિષય છે.

પાર્ટીએ 'ફેસ વેલ્યુ' પર પસંદગી ઉતારી

રાજકીય પક્ષો હવે માત્ર વિચારધારા નહીં, પણ સોશિયલ મીડિયા પર જેનો 'હાઈપ' હોય અને જેની 'ફેસ વેલ્યુ'  હોય તેવા યુવા ચહેરાઓને પસંદ કરી રહ્યા છે. આ ટ્રેન્ડને કારણે પક્ષોના વફાદાર કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે, જેનું પરિણામ આગામી ચૂંટણીના પરિણામોમાં જોવા મળી શકે છે.

આ પણ વાંચો:  Gujarat Politics: આ ચૂંટણી જોયા જેવી થઈ! ગુજરાતના રાજકારણમાં ક્યારેય ન જોયા હોય તેવા અજબ-ગજબ ખેલ!

Tags :
Advertisement

.

×