Junagadh: ઝેરી મધમાખીઓના ઝુંડે ખેડૂત પર કર્યો હુમલો, સારવાર દરમિયાન થયું મોત
- ભેંસાણના વિસળ હડમતીયા ગામના ખેડૂતનું નીપજ્યું મોત
- ખેતરમાં કામ કરતા સમયે મધમાખીના ઝૂંડે કર્યો હતો હુમલો
- બે દિવસ અગાઉ 108ની ટીમે વૃદ્ધને બચાવવા કર્યો હતો પ્રયાસ
Junagadh: જૂનાગઢ જિલ્લાના ભેંસાણના વિસળ હડમતીયા ગામે ઝેરી મધમાખી એક ઝુંડના હુમલામાં એક 75 વર્ષીય વૃદ્ધ ખેડૂતનું મોત થઈ ગયું. આ દુખદ ઘટના ત્યારે બની જ્યારે ચકાભાઇ આલાભાઇ વાઘેલા નામના ખેડૂત ખેતરમાં કામ કરી રહ્યા હતા. આ દરમિયાન મધમાખીનું ઝુંડો આવ્યું અને ખેતરમાં કામ કરી રહેલા ખેડૂત પર હુમલો કરી દીધો હતો. જેના પરિણામે 75 વર્ષીય ચકાભાઇ વાઘેલાની હાલત ગંભીર થઈ હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: રાજકોટના સાંસદ Parshottam Rupala ને એક નાગરિકે કર્યો કોલ, ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
બે દિવસ અગાઉ 108ની ટીમે વૃદ્ધને બચાવવા કર્યો હતો પ્રયાસ
નોંધનીય છે કે, ઘટના પછી 108 એમ્બ્યુલન્સ દ્વારા આરોગ્ય કર્મચારીઓએ તરત જ પીપીઈ કિટ પહેરીને ચકાભાઇને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં કાંઈ વધારે રાહત મળી ન શકી. જેથી તેમને જુનાગઢની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. દુઃખના સમાચાર એ છે કે, ચકાભાઇ વાઘેલાનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, ઝેરી મધમાખીઓએ ખેતરમાં કામ કરી રહેલા ચકાભાઇના હુમલો કર્યો હતો. મધમાખીઓના ડંખના કારણે તેમનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: Gandhinagar: મકાનની દીવાલ ધરાશાયી થતા 2 ના મોત, એકની હાલત ગંભીર; 7 લોકો કરી રહ્યાં હતા કામ
ખેડૂતનો પરિવારજનોમાં ભારે શોકનો માહોલ
આ દુઃખદ ઘટનાથી ચકાભાઇના પરિવારજનો પર ભારે આઘાત આવ્યો છે. 75 વર્ષીય ચકાભાઇ આલાભાઇ વાઘેલાની નિદનથી આખા ગામમાં શોકની લાગણી છે. બે દિવસ અગાઉ 108ની ટીમે વૃદ્ધને બચાવવા પ્રયાસ કર્યો હતો. જો કે, સારવાર આપવામાં આવી હતી પરંતુ તેમના શરીર પર એટલી મધમાખીઓએ ડંખ માર્યા હતા, કે તેમનો જીવ બચી શક્યો નહીં. અત્યારે પરિવારમાં ભારે શોકનો માહોલ છવાયો છે.
આ પણ વાંચો: Deodar: ‘મારી માતાજી જિલ્લો આ બાજુ લાવશે’ ઓગડ જિલ્લા સંકલન સમિતિના ધરણા કાર્યક્રમમાં ધુણ્યો ભુવો!
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો