Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gir Lion Death Babesia Virus: સિંહના મોત મામલે વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાનું મોટું નિવેદન, જાણો શું કર્યો ખુલાસો

Gir Lion Death Babesia Virus: ગીરના જંગલમાં સિંહોના એક બાદ એક થઈ રહેલા મોતને પગલે સમગ્ર રાજ્યમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. વનવિભાગ અને સરકાર માટે આ ઘટના ગંભીર પડકાર બનીને સામે આવી છે. આ મામલે વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પત્રકાર પરિષદમાં વિગતો આપી હતી.
gir lion death babesia virus  સિંહના મોત મામલે વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાનું મોટું નિવેદન  જાણો શું કર્યો ખુલાસો
Advertisement

Gir Lion Death Babesia Virus: ગીરના જંગલમાં સિંહોના એક બાદ એક થઈ રહેલા મોતને પગલે સમગ્ર રાજ્યમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. વનવિભાગ અને સરકાર માટે આ ઘટના ગંભીર પડકાર બનીને સામે આવી છે. આ મામલે વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પત્રકાર પરિષદમાં વિગતો આપી હતી. બીજી તરફ વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચી તપાસ તેજ કરી છે. સિંહોના મોત પાછળ બેબેસિયા (Babesia) વાયરસ તેમજ અન્ય ગંભીર વાયરસની આશંકા સેવાઈ રહી છે, જેને લઈને તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે.

સિંહના મોત મામલે વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાનું નિવેદન

વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા (Forest Minister Arjun Modhwadia) એ જણાવ્યું હતું કે, ગીર ગઢડા (Gir Gadhda) અને અમરેલી (Amreli) વિસ્તારમાં સિંહબાળોના મૃત્યુ થયા છે. પ્રાથમિક અનુમાન મુજબ આ મોત 'બેબેસિયા' (Babesia) વાયરસને કારણે થયા હોવાનું જણાય છે. તંત્ર દ્વારા અસરગ્રસ્ત 10 કિલોમીટરના વિસ્તારને આઇસોલેટ (Isolate) કરવામાં આવ્યો છે અને તે વિસ્તારના સિંહોને પણ અલગ તારવવામાં આવ્યા છે. મંત્રીએ દાવો કર્યો હતો કે છેલ્લા બે દિવસથી કોઈ નવું મોત નોંધાયું નથી અને પરિસ્થિતિ હાલ નિયંત્રણમાં છે. અત્યાર સુધીમાં કુલ 8 સિંહબાળોના શંકાસ્પદ વાયરસથી મોત થયા છે, જ્યારે અન્ય મોત ઇનફાઇટ (Infight) અથવા કુદરતી કારણોસર થયા હોવાનું મંત્રીએ જણાવ્યું હતું. આ સમગ્ર ઘટના પર વડાપ્રધાન કાર્યાલય (PMO) પણ સીધી નજર રાખી રહ્યું છે.

Advertisement

PCCF ભવાની પતીની તપાસ

રાજ્યમાં સિંહના મોતનો આંકડો વધી રહ્યો હોવાથી ચિંતા વધી છે. ગાંધીનગરથી PCCF ભવાની પતી (PCCF Bhavani Patii) ગીર પહોંચ્યા છે અને અલગ-અલગ એનિમલ કેર સેન્ટરો (Animal Care Centers) ની મુલાકાત લીધી છે. ખાસ કરીને જસાધાર (Jasadhar) એનિમલ કેર સેન્ટરમાં સારવાર હેઠળ રહેલા 2 વધુ સિંહબાળોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. વનવિભાગ સત્તાવાર મૃત્યુઆંક 8 હોવાનો દાવો કરે છે, પરંતુ સ્થાનિક સ્તરે આ આંકડો 9 થી વધુ હોવાની ચર્ચાઓ વહેતી થઈ છે. મૃત્યુ પામેલા સિંહોના સેમ્પલ (Samples) ગાંધીનગર લેબોરેટરી (Gandhinagar Laboratory) માં મોકલવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ સાંજ સુધીમાં આવવાની શક્યતા છે. આ મૃત્યુમાં CDV (Canine Distemper Virus) જેવા ગંભીર રોગના લક્ષણો હોવાની પણ આશંકા સેવાઈ રહી છે, જેને કારણે તંત્રની દોડધામ વધી ગઈ છે.

Advertisement

સિંહ પર રિસર્ચ કરતા એક્સપર્ટએ શું કહ્યું ?

આ સમગ્ર મામલે સિંહ પર રિસર્ચ કરતા એક્સપર્ટ ડૉ. જલ્પન રૂપાપરા (Dr. Jalpan Rupapara) એ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, જેમ મનુષ્યોમાં કુદરતી રોગો આવે છે, તેમ પ્રાણીઓમાં પણ આવા રોગચાળા આવે છે જે કુદરતી હોય છે અને તેને પગલાં લઈને સંપૂર્ણપણે નિવારી શકાતા નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે બિલાડી કુળના દીપડા અને વાઘમાં પણ આવા રોગો જોવા મળે છે. હાલમાં સિંહોની સંખ્યા ઘણી મોટી છે અને તેઓ અલગ-અલગ પોકેટ (Pocket) માં વસવાટ કરે છે, તેથી આ મોત હાલમાં ચિંતાજનક નથી. તેમણે ઉમેર્યું કે ભારતનું સિંહ મેનેજમેન્ટ (Lion Management) વિદેશમાં પણ જાણીતું છે, તેથી ગભરાવવાની જરૂર નથી.

ખોરાક અને ઇનફાઇટના પ્રશ્નો

તંત્રની કામગીરી વચ્ચે સિંહોના ખોરાકને લઈને પણ પ્રશ્નો ઉભા થયા છે. જંગલમાં કુદરતી મારણના અભાવે સિંહો સડેલું માંસ ખાવા મજબૂર હોવાની ચર્ચાઓ વચ્ચે હવે વનવિભાગની કામગીરી પર સૌની નજર છે. સિંહોની ઘટતી સંખ્યા કે તેમના મોતના સિલસિલાને રોકવા માટે સરકાર કયા નક્કર પગલાં લે છે તે જોવું રહ્યું....

આ પણ વાંચો:  Jasadhar Animal Care Centre માં વધુ એક સિંહનું મોત! ઉચ્ચ અધિકારીઓ રાતોરાત દોડ્યા!

Tags :
Advertisement

.

×