Gir Somnath : દરિયા કિનારે યોજાનાર સોમનાથ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે શુભારંભ
- ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડવા માટે સરકાર દ્વારા ઇનામની પણ જાહેરાત
- રાજ્ય ભરના વોલીબોલ અને હેન્ડબોલના ખેલાડીઓ વચ્ચે દિલધડક સ્પર્ધા
- "સમુદ્રની લહેરો સાથે રમતોનો ઉલ્લાસ"ની ટેગલાઈન સાથે ઉજવણી
ગુજરાતમાં ગીર સોમનાથના સોમનાથ દરિયા કિનારે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સ્પોર્ટ્સ બીચ ફેસ્ટિવલ ખુલ્લો મૂક્યો છે. જેમાં રાજ્યભરના વોલીબોલ અને હેન્ડબોલના ખેલાડીઓ વચ્ચે દિલ ધડક સ્પર્ધા યોજાય છે. આવનારા 2036 ના ઓલમ્પિક ગેમના યજમાન પદના ભાગ રૂપે સોમનાથ મહાદેવ મંદિર ખાતે આવેલા સોમનાથ બીચ ખાતે રાજ્ય સરકાર દ્વારા સૌપ્રથમ વખત સ્પોર્ટ્સ બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામ આવ્યું છે.
Somnath Beach Sports Festival - 2025: A Celebration of Sports and Cultural Harmony!
Inaugurated the Somnath Beach sports festival 2025 alongside esteemed guests and young athletes. The inauguration ceremony featured cultural programs presented by artists, adding to the festive… pic.twitter.com/FvA30AYILK
— Harsh Sanghavi (@sanghaviharsh) March 18, 2025
હર્ષ સંઘવીએ સોમનાથ મહાદેવના આશીર્વાદ લઇ સોમનાથ સ્પોર્ટ્સ બીચ ફેસ્ટિવલને ખુલ્લો મૂક્યો
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સોમનાથ મહાદેવના આશીર્વાદ લઇ સોમનાથ સ્પોર્ટ્સ બીચ ફેસ્ટિવલને ખુલ્લો મૂક્યો છે. જેમાં રાજ્યમાંથી 200 થી પણ વધારે ઉમટી પડેલી વોલીબોલની ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા યોજાઇ છે. તેમજ હેન્ડબોલની પણ આશરે 80 થી વધારે ટીમો વચે કોમ્પિટિશન યોજાયું છે. ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા અને સોમનાથના દરિયા કિનારાને વિકસાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સૌ પ્રથમ વખત બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું આયોજન સોમનાથના દરિયા કિનારા ખાતે કરવામાં આવ્યું છે. ગીર સોમનાથ જિલ્લા ક્લેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ત્રણ દિવસ સુધી સોમનાથના દરિયા કિનારે ખેલાડીઓ વચ્ચે સ્પર્ધા યોજાશે. તેમજ ત્રણ દિવસ સુધી રાજ્યના અલગ અલગ મંત્રીઓ પણ અહીં હાજરી આપી ખેલાડીઓને જોમ અને જુસ્સો પૂરો પાડશે અને ખેલાડીઓને પ્રોત્સાહિત કરશે.
ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડવા માટે સરકાર દ્વારા ઇનામની પણ જાહેરાત કરવામાં આવી
ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડવા માટે સરકાર દ્વારા ઇનામની પણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં પ્રથમ આવનાર ટીમ ને રૂપિયા 3 લાખ તથા બીજા ક્રમે આવનારી ટીમને રૂપિયા 2 લાખ જ્યારે ત્રીજા ક્રમે આવનારા ટીમને રૂપિયા 1 લાખના ઇનામની પણ જાહેરાત કરવામાં આવી છે. ગીર-સોમનાથમાં રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીએ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો વચ્ચે સોમનાથ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનો શુભારંભ કરાવ્યો હતો. અહીં તા.18 માર્ચથી 21 માર્ચ દરમિયાન યોજાનાર આ કાર્યક્રમમાં દરિયાકિનારાના ગામોના યુવા ખેલાડીઓને મોટું પ્લેટફોર્મ મળી રહેશે.
"સમુદ્રની લહેરો સાથે રમતોનો ઉલ્લાસ"ની ટેગલાઈન સાથે ઉજવણી
"સમુદ્રની લહેરો સાથે રમતોનો ઉલ્લાસ"ની ટેગલાઈન સાથે ઉજવાઈ રહેલા બીચ સ્પોર્ટ્સ દ્વારા યુવાનોનું ઉજ્જવળ ભવિષ્ય નિર્માણ કરવા માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે. આ બીચ સ્પોર્ટ્સ સ્પર્ધામાં 2500થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યાં છે. આગામી સમયમાં વધુ સુવિધાઓ ઊભી કરવા સાથે દેશભરના ખેલાડીઓ આ સ્પર્ધામાં ભાગ લે એ પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવશે. આ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ દ્વારા યુવાનોને રમત-ગમત ક્ષેત્રે નવું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. જેનાથી યુવાનોને તેમની પ્રતિભા દર્શાવવાની તક મળશે.