ગીરના મૃતક ટ્રેકરના પરિવારને 8 લાખની સહાય: 'ખમ્મા સૃષ્ટિ' ગ્રુપ આવ્યુ મદદે
- ગીર ટ્રેકરના પરિવારને 8 લાખની મદદ(Gir Tracker Financial Aid)
- ગીરમાં ઈન્જેક્શન વાગતા ટ્રેકર અશરફભાઈનું મોત થયું હતું
- આઉટસોર્સિંગને કારણે સરકારી લાભ નહોતો મળ્યો
- 'ખમ્મા સૃષ્ટિ' ગ્રુપે પરિવારને 6 લાખ રૂપિયા આપ્યા
- બે ડોક્ટરોએ પણ 2 લાખની અલગથી મદદ કરી
Gir Tracker Financial Aid : ગીર અભયારણ્ય [Gir Sanctuary] માત્ર સિંહો માટે જ નહીં, પણ ત્યાં ફરજ બજાવતા કર્મચારીઓના સમર્પણ માટે પણ જાણીતું છે. જોકે, થોડા સમય પહેલાં અહીં એક હૃદયદ્રાવક ઘટના બની હતી. સિંહણને બેભાન કરવાની કામગીરી દરમિયાન થયેલી ગફલતને કારણે એક ટ્રેકરનું મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ સરકારી નિયમોની મર્યાદા વચ્ચે જ્યારે પરિવાર નિરાધાર બન્યો, ત્યારે કુદરત પ્રેમીઓના ગ્રુપ 'ખમ્મા સૃષ્ટિ' [Khamma Srishti Group] એ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
સિંહણને ટ્રાન્ક્યુલાઈઝ કરતી વખતે સર્જાઈ હતી દુર્ઘટના
ઘટનાની વિગતો મુજબ, ગીરમાં એક બીમાર સિંહણને સારવાર માટે રેસ્ક્યુ કરવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન કમનસીબે ટ્રાન્ક્યુલાઈઝ ગન [Tranquilizer Gun] માંથી છૂટેલું ઈન્જેક્શન સિંહણને વાગવાને બદલે ત્યાં હાજર ટ્રેકર અશરફભાઈને વાગી ગયું હતું. આ ગંભીર ઈજાને કારણે સારવાર દરમિયાન અશરફભાઈનું દુઃખદ અવસાન થયું હતું. આ ઘટનાએ વન વિભાગ અને સ્થાનિક લોકોમાં ભારે શોકનું મોજું ફેલાવી દીધું હતું.
આઉટસોર્સિંગ કર્મચારી હોવાથી સરકારી લાભથી વંચિત (Gir Tracker Financial Aid)
મૃતક અશરફભાઈ ગીરના જંગલમાં આઉટસોર્સિંગ [Outsourcing] કોન્ટ્રાક્ટ હેઠળ ટ્રેકર તરીકે ફરજ બજાવતા હતા. સરકારી નિયમો અનુસાર, કાયમી કર્મચારી ન હોવાને કારણે તેમના પરિવારને કોઈ મોટી સરકારી આર્થિક સહાય [Government Financial Aid] કે પેન્શન મળવાપાત્ર નહોતું. ઘરના મોભીના અકાળે અવસાન અને આર્થિક મદદના અભાવે પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. આવા કપરા સમયે વહીવટી તંત્રના હાથ બંધાયેલા હતા, પરંતુ સમાજે મદદે આવવાનું નક્કી કર્યું.
ખમ્મા સૃષ્ટિ અને ડોક્ટરોએ કરી 8 લાખની માતબર સહાય
આ કરુણ સ્થિતિ જોઈને કુદરત પ્રેમીઓના ગ્રુપ 'ખમ્મા સૃષ્ટિ' એ પહેલ કરી. ગ્રુપ દ્વારા એકત્ર કરવામાં આવેલું રૂપિયા 6 લાખનું ભંડોળ મૃતકના પરિવારને અર્પણ કરવામાં આવ્યું. આ ઉપરાંત, માનવતાના આ કાર્યમાં ડો. જલ્પન રૂપાપરા [Dr. Jalpan Rupapara] અને ડો. પૂર્વેશ કાચા [Dr. Purvesh Kacha] પણ જોડાયા હતા, જેમણે અલગથી રૂપિયા 2 લાખની સહાય કરી હતી. આમ, કુલ 8 લાખ રૂપિયાની માતબર રકમ જૂનાગઢ ડિવિઝનના સી.સી.એફ. રામ રતન લાલા [CCF Ram Ratan Nala] ના હસ્તે મૃતકના પરિવારજનોને ચેક સ્વરૂપે અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે વન વિભાગના અધિકારીઓ અને પ્રકૃતિ પ્રેમીઓએ અશરફભાઈની સેવાને બિરદાવી હતી.
આ પણ વાંચો : Gandhinagar : રાજ્યમાં વધુ બે IAS અધિકારીનાં Transfer, જાણો કોની ક્યાં થઈ બદલી?


