Gopal Italia: જુનાગઢના માળીયા હાટીનામાં જૂતું ફેંકવાની ઘટનામાં BJP Vs AAP
- પોતાનાં પર જુતું ફેંકવાની ઘટનામાં Gopal Italia મીડિયા સમક્ષ આવ્યા
- આપ પાર્ટીની દરેક સભામાં આવા હીન કક્ષાના કૃત્યો કરવામાં આવે છે
- ભાજપ ઉપર આક્ષેપ કરતા પહેલા ગોપાલભાઈ તમે આત્મચિંતન કરો: સંજય કોરડીયા
Gopal Italia: જુનાગઢના માળીયા હાટીનામાં પોતાનાં પર જુતું ફેંકવાની ઘટનામાં ગોપાલ ઇટાલિયા મીડિયા સમક્ષ આવ્યા છે. જેમાં ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું છે કે આપ પાર્ટીની દરેક સભામાં આવા હીન કક્ષાના કૃત્યો કરવામાં આવે છે. વિસાવદરની જીત બાદ ગોપાલ ઇટાલિયા તેમજ આપ પાર્ટીથી ભાજપ નારાજ છે. ષડયંત્રો કરી અમારી સભામાં ન્યૂસન્સ ઊભું કરવામાં આવે છે.
ગત રાત્રીએ દારૂના નશામાં રહેલી વ્યક્તિએ જૂતું ફેંકયુ
ગત રાત્રીએ દારૂના નશામાં રહેલી વ્યક્તિએ જૂતું ફેંકયુ અને સાથે છરી પણ હોવાનો આક્ષેપ લગાવ્યો છે. તેમજ જણાવ્યું છે કે ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે. પ્રજાના પ્રતિનિધિ પર હુમલો કરાવવો એ નિમ્ન કક્ષાની રાજનીતિ છે. સત્તાપક્ષ પર જૂતું ફેંકવાની હિંમત કરવી એના કરતા વિરોધ પક્ષ પર જૂતું ફેંકવું એ તો કાયર કહેવાય. આ પાછળનો દોરીસંચાર ભાજપના નેતાઓનો છે. કોઈનો ફોન આવતા જ જુતુ ફેંક્યું.... એ જ બતાવે છે કે આ કોઈના કહેવાથી કર્યું છે.
ભાજપ ઉપર આક્ષેપ કરતા પહેલા ગોપાલભાઈ તમે આત્મચિંતન કરો
આપ સામે ભાજપના જુનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાનું નિવેદન પણ આવ્યું છે. જેમાં જુનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ જણાવ્યું છે કે જુતુ ફેંકવાની શરૂઆત ગોપાલભાઈ તમે કરી છે. આપણે કોઈને શીખવાડીએ તેમ બીજા કરે તમે શીખવાડ્યું છે. ગોપાલભાઈ તમે કોના ઇશારે જુતુ ફેંક્યું હતું એ તો કહો પહેલા. તમારી રાજકીય કારકિર્દીની શરૂઆત જુતુ ફેંકવાથી થઈ છે. તમારી આમ આદમીની મિટિંગમાં તમારા કાર્યકરો બેઠા છે તેમાં પૂછો તમારથી કોણ નારાજ છે તે મનોમંથન કરો પહેલા. આપણા ઘરમાં પણ આપણા બાળકને જે શીખવાડીએ તેવું ઘડતર થાય છે. ભાજપ ઉપર આક્ષેપ કરતા પહેલા ગોપાલભાઈ તમે આત્મચિંતન કરો.
આ પણ વાંચો: Accident: પંજાબમાં Gujarati પરિવારને નડ્યો અકસ્માત, લેડી કોન્સ્ટેબલ સહિત 5નાં મોત


