ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gram Panchayat Elections Gir Somnath: વેવાણ વર્સિસ વેવાણનો આ અનોખો મુકાબલો

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગીર સોમનાથ જિલ્લાના જૂના ઉગલા ગામે ચર્ચા જગાવી છે
02:58 PM Jun 20, 2025 IST | SANJAY
ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગીર સોમનાથ જિલ્લાના જૂના ઉગલા ગામે ચર્ચા જગાવી છે
Gram Panchayat Elections, Gir Somnath, Vevan, Gujarat Gujarat News, Gujarati Top News, Top Gujarati News, Gujarati News, Gujarat First

Gram Panchayat Elections Gir Somnath: હાલ સૌની નજર ચૂંટણી પર મંડરાયેલી છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ માહોલ જોરદાર જામ્યો છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગીર સોમનાથ જિલ્લાના જૂના ઉગલા ગામે ચર્ચા જગાવી છે. ઉના તાલુકાના ઉગલા ગામે ગ્રામ પંચાયતની સરપંચ પદ માટે બે વેવાણો જ સામસામે ચૂંટણી લડી રહ્યાં છે. વેવાણ વર્સિસ વેવાણનો આ અનોખો મુકાબલો માત્ર જૂના ઉગલા ગામમાં જ નહીં, પરંતુ રાજ્યભરમાં પણ ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

ગામના વિકાસના મુદ્દાને લઈને જ આમને સામને આવ્યા

જુના ઉગલામાં રહેતી બંને વેવાણ ગામના વિકાસના મુદ્દાને લઈને જ આમને સામને આવ્યા છે. એક તરફ વર્તમાન સરપંચનો જ પરિવાર છે, જે છેલ્લા 10 વર્ષથી ગામમાં શાસન કરી રહ્યો છે. તેમણે દાવો કર્યો છે કે તેમણે ગામનો સર્વાંગી વિકાસ કર્યો છે. ગામમાં રોડ-રસ્તા, પાણી, લાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડી છે, જેના કારણે ગ્રામજનો તેમને જ મત આપશે. જ્યારે સામા પક્ષે તેમના જ વેવાણ સરપંચ પદ માટે ઉભા રહ્યા છે, તેમનું કહેવું છે કે તેમણે વિકાસ નથી કર્યો, જેથી તે વિકાસ કરવા માંગે છે. સરપંચના પદ માટે વેવાણ અને તેમના પરિવારજનો સામ-સામે આક્ષેપ પ્રતિઆક્ષેપ કરી રહ્યાં છે.

ગામ લોકો પણ આ ચૂંટણીમાં નવા-જુની કરવાના મુડમાં

ધારાસભ્યની ચૂંટણી હોય તેમ બંને વેવાણ ગામના વિકાસના મુદ્દાઓને લઈને જ ચૂંટણી લડી રહ્યાં છે. ગામ લોકો પણ આ ચૂંટણીમાં નવા-જુની કરવાના મુડમાં જોવા મળી રહ્યાં છે. ગામ લોકો ખાસ કરીને યુવા ટીમને ચૂંટવાના મુડમાં જોવા મળી રહ્યાં છે. ગામ લોકો કહે છે કે જે ગામનો સાચો વિકાસ કરે તેવાને મત આપીશું. હવે જોવુ એ રહ્યું કે ગ્રામજનો કોના શિરે સરપંચ પદનો તાજ પહેરાવે છે.

આ પણ વાંચો: Ahmedabad plane crash: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 223 મૃતકોના DNA મેચ

 

Tags :
Gir-SomnathGram Panchayat electionsGujarat FirstGujarat Gujarat NewsGujarati NewsGujarati Top NewsTop Gujarati NewsVevan
Next Article