ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Junagadh: મહાશિવરાત્રિના પર્વમાં એસ.ટી. નિગમનું એક્સ્ટ્રા બસોનું આયોજન, શ્રદ્ધાળુઓને થશે મોટો ફાયદો

Junagadh: ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા રેગ્યુલર સર્વિસ ઉપરાંત 300 મોટી અને 70 મીની એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે.
08:56 PM Feb 22, 2025 IST | VIMAL PRAJAPATI
Junagadh: ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા રેગ્યુલર સર્વિસ ઉપરાંત 300 મોટી અને 70 મીની એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે.
Junagadh
  1. દર્શનાર્થીઓ માટે વિવિધ શહેરોમાં એક્સ્ટ્રા બસોનું સંચાલન કરાયું
  2. રેગ્યુલર સર્વિસ ઉપરાંત 300 મોટી, 70 મીની બસનું આયોજન
  3. 4,000 થી વધુ ટ્રીપોનું મહાશિવરાત્રિ દરમિયાન આયોજન

Junagadh: જૂનાગઢમાં શિવરાત્રિનો ભવ્ય મેળો યોજાવાનો છે, જેમાં લાખોની સંખ્યામાં લોકો જતા હોય છે. તો આ લોકોને મદદરૂપ થવા માટે અને અહીં જૂનાગઢમાં જવા માટે કોઈ અડચણ ના થાય તે માટે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, રેગ્યુલર સર્વિસ ઉપરાંત 300 મોટી અને 70 મીની એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે.

જૂનાગઢ જતા શ્રદ્ધાળુઓને ઘણો ફાયદો થશે

જુનાગઢ ખાતે તારીખ 22/02/2025 થી 27/02/2025 સુધી આયોજિત થનાર મહાશિવરાત્રિ મેળામાં દર્શનાર્થીઓને જવા આવવા માટે એસટી નિગમ દ્વારા રાજ્યના વિવિધ શહેરો તરફથી સંચાલિત થતી 250 થી વધુ રેગ્યુલર સર્વિસો ઉપરાંત મુસાફરોના ધસારાને ધ્યાને લઈ વધારાની 300 મોટી બસોથી 4000 થી વધુ ટ્રિપો અને 70 મીની બસોથી 1000 થી વધુ ટ્રીપો દોડાવાશે. જેથી જૂનાગઢ જતા શ્રદ્ધાળુઓને ઘણો ફાયદો થવાનો છે.

આ પણ વાંચો: Rajkot: સમૂહ લગ્નના આયોજકનું ભાજપ કનેક્શન સામે આવ્યું!જાણો શું છે હકીકત

70 મીની બસો મારફતે અલગથી બુથો ગોઠવી સંચાલન કરાશે

બસોની વિગતે વાત કરવામાં આવે તો, જૂનાગઢથી ભવનાથ તળેટી જવા-આવવા માટે દૈનિક 70 મીની બસો મારફતે અલગથી બુથો ગોઠવી સંચાલન કરવામાં આવશે. જેનો અહીં આવતા શ્રદ્ધાળુઓને ઘણો ફાયદો થવાનો છે. જૂનાગઢથી ભવનાથ તળેટી માટે દૈનિક 70 મિનિ બસો દોડાવાશે. આ સાથે અમદાવાદથી 20, રાજકોટથી 40 અને જામનગરથી 30 વધારાની બસોનું આયોજન કરવામાં આવશે

ક્યાંથી કેટલી એક્સ્ટ્રા બસો દોડશે
રાજકોટ40દ્વારકા30
અમદાવાદ20અમરેલી35
જામનગર30ભાવનગર25
સોમનાથ35ઉના30
પોરબંદર35વડોદરા20

આ પણ વાંચો: VADODARA : ગૌ સેવા અને વિદ્યાદાન થકી જન્મદિવસની ઉજવણીને વિશેષ બનાવતો 'શ્રવણ'

મુસાફરોને બેસવા માટે અલાયદી બેઠક સુવિધાઓ હશે

આ ઉપરાંત આજુબાજુના શહેરો માટે જરૂરિયાત મુજબ વધુ બસો દોડાવાશે. જેમાં મુસાફરો માટે આપવામાં આવતી અન્ય સુવિધાઓ પણ આપવામાં આવશે. બસોના સમયની જાણકારી માટે ૨૪*૭ કન્ટ્રોલ રૂમ તેમજ એનાઉન્સમેન્ટ શરુ કરવામાં આવશે. ઓનલાઈન એડવાન્સ ટીકીટ માટે ૨૪*૭ ટિકિટ બુથની વ્યવસ્થા પણ કરવામાં આવશે. મુસાફરોને બેસવા માટે અલાયદી બેઠક સુવિધાઓ હશે. મેળામાં આવતા-જતા મુસાફરોને બસમાં મુસાફરી સમયે પ્લેટફોર્મ ઉપર લાઈન-કયુ વ્યવસ્થા હશે. આ સાથે પીવાના પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવશે. જેનો દર્શનાર્થીઓ અને યાત્રિકો દ્વારા બહોળા પ્રમાણમાં લાભ લેવા વિનંતી છે.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
grand fairGujaratGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarat State Road Transport CorporationGujarati NewsGujarati Top NewsJunagadhLatest Gujarati NewsMahashivratri festivalorganization of extra buses
Next Article