Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Junagadh Group Clash: વીજ પોલના ડખ્ખામાં બે જૂથ વચ્ચે જામી પડી, 9 ઈજાગ્રસ્તો હોસ્પિટલ ભેગા

Junagadh Group Clash: જૂનાગઢ (Junagadh) જિલ્લાના માળિયા હાટીના (Maliya Hatina) તાલુકાના ધરમપુર (Dharampur) ગામમાં સામાન્ય બાબતે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પાઈપલાઈન નાખવા અને વીજ પોલ ઊભા કરવા જેવા નજીવા પ્રશ્ને શરૂ થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બંને પક્ષો તિક્ષ્ણ હથિયારો સાથે સામસામે આવી ગયા હતા.
junagadh group clash  વીજ પોલના ડખ્ખામાં બે જૂથ વચ્ચે જામી પડી  9 ઈજાગ્રસ્તો હોસ્પિટલ ભેગા
Advertisement
  • જૂનાગઢ (Junagadh)  માળિયા હાટીના (Maliya Hatina) ના ધરમપુરમાં જૂથ અથડામણ
  • પાઈપલાઈન અને વીજ પોલ મુદ્દે બે જૂથ વચ્ચે બબાલ
  • બંને જૂથો તિક્ષ્ણ હથિયારો સાથે એકબીજા પર તૂટી પડ્યા
  • જૂથ અથડામણમાં કુલ 9 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત
  • ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલ ખસેડાયા

Junagadh Group Clash: જૂનાગઢ (Junagadh) જિલ્લાના માળિયા હાટીના (Maliya Hatina) તાલુકાના ધરમપુર (Dharampur) ગામમાં સામાન્ય બાબતે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પાઈપલાઈન નાખવા અને વીજ પોલ ઊભા કરવા જેવા નજીવા પ્રશ્ને શરૂ થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બંને પક્ષો તિક્ષ્ણ હથિયારો સાથે સામસામે આવી ગયા હતા. આ લોહિયાળ જંગમાં કુલ 9 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

Junagadh Group Clash-Gujarat first

Advertisement

જૂનાગઢ (Junagadh) માળિયા હાટીના (Maliya Hatina)ના ધરમપુરમાં જૂથ અથડામણ

મળતી માહિતી મુજબ, ધરમપુર ગામમાં પાઈપલાઈન નાખવાના કામ અને વીજ કનેક્શન માટેના પોલ (થાંભલા) ઊભા કરવાના મુદ્દે બે જૂથો વચ્ચે વિવાદ ચાલતો હતો. આ બાબતે બંને પક્ષો વચ્ચે વાતચીત ચાલી રહી હતી, જે દરમિયાન મામલો બિચક્યો હતો. સામાન્ય બોલાચાલી જોતજોતામાં હિંસામાં ફેરવાઈ ગઈ હતી અને બંને જૂથના લોકો લાકડીઓ તથા તિક્ષ્ણ હથિયારો લઈને એકબીજા પર તૂટી પડ્યા હતા.

Advertisement

9 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

આ અથડામણમાં બંને પક્ષે થઈને કુલ 9 જેટલા વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. ઘટનાના પગલે ગામમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક માળિયા હાટીનાની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જોકે, ઈજાઓ ગંભીર હોવાથી પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે તેઓને જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

Junagadh Group Clash-Gujarat first

પોલીસ કાર્યવાહી

ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરતા બંને જૂથોની સામસામે ફરિયાદ નોંધી છે. જેમાં ગેરકાયદેસર મંડળી રચવી, હત્યાની કોશિશ ,મારપીટ અને હથિયારબંધીના ભંગ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

હાલમાં ગામમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને આ હિંસામાં સંડોવાયેલા અન્ય શખ્સોની અટકાયત કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો:  Panchmahal: શહેરામાં કાળમુખા વાવાઝોડાએ લીધો બે માસૂમનો ભોગ, દીવાલ પડતા બાળક- મહિલાનું કરુણ મોત!

Tags :
Advertisement

.

×