Gujarat: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વહેલી સવારે સાસણ ગીરમાં જંગલ સફારીનો નજારો માણ્યો
- Gujarat: સાસણગીરમાં ગીર જંગલ સફારીની મુલાકાત લઇ સિંહ દર્શન કર્યા
- ગીરમાં સિંહના સંવર્ધન માટેની બહુસ્તરીય કામગીરીની માહિતી મેળવી વન કર્મીઓને પ્રોત્સાહિત કર્યા
- નિર્ભય મુક્ત રીતે વિહરતા સિંહ સહિતના વન્યજીવો નિહાળી મુખ્યમંત્રી આનંદિત થયા
Gujarat: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે સાસણગીરમાં ગીર જંગલ સફારીની મુલાકાત લઇ સિંહ દર્શન કર્યા છે. ગીરમાં સિંહના સંવર્ધન માટેની બહુસ્તરીય કામગીરીની માહિતી મેળવી વન કર્મીઓને પ્રોત્સાહિત કર્યા છે.
મુખ્યમંત્રીએ ગીર સફારીમાં સિંહ દર્શન કર્યા હતા
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વહેલી સવારે સાસણ ગીરમાં જંગલ સફારીનો નજારો માણ્યો હતો. મુખ્યમંત્રીએ ગીર સફારીમાં સિંહ દર્શન કર્યા હતા. નિર્ભય મુક્ત રીતે વિહરતા સિંહ સહિતના વન્યજીવો નિહાળી મુખ્યમંત્રી આનંદિત થયા હતા.
CM ભૂપેન્દ્રભાઇ પટેલે સાસણ ખાતે કર્યુ રાત્રી રોકાણ
સિંહ દર્શન કરવા ગીર અભ્યારણ પહોંચ્યા CM
CMની સાથે વન વિભાગના અધિકારીઓ પણ જોડાયા
સિંહ દર્શન કર્યા બાદ પરત સિંહ સદન ફરશે CM
પેટ્રોલિંગ માટે નવા વાહનોને આપશે લીલીઝંડી@CMOGuj @Bhupendrapbjp #SasanGir #GirForest #CMVisit… pic.twitter.com/lUVlkjtC8P— Gujarat First (@GujaratFirst) January 29, 2026
મુખ્યમંત્રીએ ગીર સફારીમાં કેરંભા થાણા વિસ્તારની મુલાકાત લીધી
મુખ્યમંત્રીએ ગીર સફારીમાં કેરંભા થાણા વિસ્તારની મુલાકાત લીધી હતી. આ વિસ્તારમાં મુખ્યમંત્રીએ જુદા જુદા બે વિસ્તારમાં સિંહોને નિહાળ્યા હતા. ગીર અને સમગ્ર સૌરાષ્ટ્રના સિંહોની વસાહત વાળા વિસ્તારમાં વર્ષ 2025ની વસ્તી ગણતરી પ્રમાણે 891 સિંહ વિહરે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં વન્યજીવ ખાસ કરીને સિંહના સંરક્ષણ માટે પ્રોજેક્ટ લાઈનની અમલવારી કરવામાં આવી છે. જે સિંહોના સંરક્ષણ માટે બહુ આયામી સંરક્ષણ શૃંખલાને સાર્થક કરે છે.
Gujarat: જંગલ મુલાકાત અને વન્ય જીવ દર્શનના 13 રુટ કાર્યરત
ગીર સફારી પાર્ક અને સંલગ્ન વિસ્તારમાં હાલ પ્રવાસીઓના જંગલ મુલાકાત અને વન્ય જીવ દર્શનના 13 રુટ કાર્યરત છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ત્રીજી માર્ચની વાઇલ્ડ લાઇફ દિવસની ઉજવણી અંતર્ગત તેમની મુલાકાત બાદ ગીરમાં પ્રવાસીઓનો વધારો થયો છે જેને કારણે રોજગારીની તકો પણ વધી છે.
મુખ્યમંત્રીની ગીરની મુલાકાત દરમિયાન વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા
મુખ્યમંત્રીને સાસણના નાયબ વન સંરક્ષક પ્રશાંત તોમરે સાસણમાં વન વિભાગ દ્વારા સિંહ અને વન્યજીવોના સંરક્ષણની કામગીરીની માહિતી આપી હતી. મુખ્યમંત્રીની ગીરની મુલાકાત દરમિયાન વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: Surat: IT વિભાગની DDI વિંગના દરોડામાં થયો મોટો ખુલાસો


