Gujarat Corona Case : ગુજરાતમાં કોરોનાના કેસ વધ્યા, નવા વેરિઅન્ટનો ફેલાવો થયો
- રાજકોટ જામનગર બાદ હવે જુનાગઢમાં કોરોનાની એન્ટ્રી
- મહિલાને કોરોનાના લક્ષણો જણાતા હોમ આઇસોલેટ કરાયા
- રાજકોટમાં વિદેશથી આવેલ યુવક કોરોના પોઝિટિવ
Gujarat Corona Case : ગુજરાતના સૌરાષ્ટ્રમાં કોરોના કેસો એકાદ એક સામે આવી રહ્યા છે. જેમાં રાજકોટ, જામનગર બાદ હવે જુનાગઢમાં કોરોનાની એન્ટ્રી છે. જુનાગઢમાં ઝાંઝરડા રોડ પર 60 વર્ષા વૃદ્ધને કોરોના થયો છે. જોષીપુરા અને સરગવાડામાં 45 વર્ષ મહિલામાં કોરોનાના લક્ષણો જણાતા શંકાસ્પદ હોય હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે. તેમજ રાજકોટમાં વિદેશથી આવેલ યુવક કોરોના પોઝિટિવ છે. શિવાજી પાર્કમાં રહેતી 28 વર્ષની મહિલા કોરોના પોઝીટીવ છે. જામનગરમાં નવા એકપણ કેસ સામે આવ્યા નથી. જામનગરમાં કોરોનાના 9 કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે.
ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે
ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. કોરોનોના નવા વેરિઅન્ટના કેસ ઝડપથી ફેલાઈ રહ્યાં છે, જો કે આ વેરિઅન્ટ ચિંતાજનક નથી. પરંતુ સાવધાની રાખવી જરૂરી છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ, રાજકોટ અને વલસાડમાં કોરોનાના નવા કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં કોરોનાનો કેર યથાવત રહેવા પામ્યો છે. અમદાવાદ છેલ્લા 24 કલાકમાં 17 કેસ કોરોનાના નોંધાયા છે. અત્યાર સુધી માં 76 એક્ટિવ કેસ છે. બે દર્દીઓ સારવાર હેઠળ છે. ચાલુ માસમાં 89 કોરોનાના કેસ નોંધાયા છે. 13 દર્દીઓ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
રાજકોટ શહેરમાં કોરોનાના નવા ચાર કેસ નોંધાયા
રાજકોટ શહેરમાં કોરોનાના નવા ચાર કેસ નોંધાયા છે. રાજકોટ શહેરના શિવપાર્ક, ગોવિંદ નગર , શિવાજી પાર્ક અને સિલ્વર સાઈન વિસ્તારમાં કોરોનાના કેસ નોંધાયા છે. હાલ ચારેય દર્દીઓને હોમ આઈસોલેશન હેઠળ રાખવામાં આવ્યા છે. ટ્રાવેલ્સ હિસ્ટ્રી અંગે હજુ સુધી કોઈ વિગત સામે નથી આવી. કોરોનાના કેસને લઈને સિવિલ હોસ્પિતલમાં ખાસ વોર્ડ તૈયાર કરાયા છે. 20 ઓક્સિજન બેડની પણ સાથે વ્યવસ્થા કરવામાં આવી છે.
કોવિડના ઓમિક્રોન વેરિઅન્ટના પેટા પ્રકારોનો સમાવેશ
દેશમાં હાલમાં જે કોરોના કેસ નોંધાઈ રહ્યા છે તેમાં કોવિડના ઓમિક્રોન વેરિઅન્ટના પેટા પ્રકારોનો સમાવેશ થાય છે. તેમના પેટા પ્રકારો JN.1 અને LF.7 મુખ્યત્વે ઉભરી રહ્યા છે, જેમાં મોટાભાગના કેસો JN.1 ના છે. ICMR ના ડાયરેક્ટર ડૉ. રાજીવ બહલે જણાવ્યું છે કે દેશમાં અત્યાર સુધીમાં 4 પ્રકારો મળી આવ્યા છે: LF.7, XFG, JN.1 અને NB.1.8.1. ડોક્ટરો ભારપૂર્વક કહે છે કે લોકોએ ગભરાવું જોઈએ નહીં, કારણ કે આ બધા પ્રકારો એટલા ખતરનાક નથી અને અફવાઓથી દૂર રહેવું જોઈએ. પોતાની સુરક્ષા માટે સાવચેતી રાખવી મહત્વપૂર્ણ છે.
આ પણ વાંચો: Gujarati Top News : આજે 28 મે 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?