Junagadh: ભવનાથના મેળામાં Gujarat First નો અનોખો શિવમહોત્સવ, ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ
- Junagadh Mahashivratri Mela 2026: ગુજરાત ફર્સ્ટનો અનોખો શિવમહોત્સવ
- ભવનાથના મેળામાં ગુજરાત ફર્સ્ટનો આજે ત્રીજા દિવસે મહાભંડારો
- તળેટીમાં ગુજરાત ફર્સ્ટનું અનોખુ આયોજન
Junagadh Mahashivratri Mela 2026: ગિરનારની પવિત્ર તળેટીમાં (Girnar Taleti) અત્યારે મહાશિવરાત્રીના (Mahashivratri) પાવન અવસરે ભવનાથનો મેળો જામ્યો છે. આ મેળામાં દેશ-વિદેશથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. આ ભક્તિમય વાતાવરણમાં સમાચાર ક્ષેત્રે અગ્રેસર એવી ચેનલ ગુજરાત ફર્સ્ટ (Gujarat First) દ્વારા એક અત્યંત પ્રશંસનીય અને અનોખો શિવમહોત્સવ (Shivmahotsav) આયોજિત કરવામાં આવ્યો છે. આજે આ આયોજનનો ત્રીજો દિવસ છે, જેમાં ભક્તિની સાથે સેવાનો પણ અદભૂત સમન્વય જોવા મળી રહ્યો છે.
Junagadh Mahashivratri Mela 2026: સંતો, ભક્તો માટે મહાભંડારો
ગુજરાત ફર્સ્ટ દ્વારા માત્ર સમાચાર જ નહીં, પરંતુ સામાજિક જવાબદારીના ભાગરૂપે ભવનાથની તળેટીમાં મહાભંડારાનું (Mahabhandara) આયોજન કરવામાં આવ્યું છે. અહીં આવતા સંતો, મહંતો અને છેવાડાના માનવી સુધી પ્રસાદ પહોંચે તેવો ઉમદા હેતુ આ પાછળ રહેલો છે. પત્રકારિતાની સાથે સાથે ભક્તોની સેવા કરવાનું સૌભાગ્ય ગુજરાત ફર્સ્ટની ટીમને સાંપડ્યું છે. શ્રદ્ધાળુઓ માટે રોજેરોજ શુદ્ધ અને સાત્વિક ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે, જેનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે.
Junagadh Bhavnath Mela: ભવનાથમાં ગુજરાત ફર્સ્ટનો 'મહાભંડારો'! | Gujarat First
ભવનાથના મેળામાં ગુજરાત ફર્સ્ટનો અનોખો શિવમહોત્સવ
ભવનાથના મેળામાં ગુજરાત ફર્સ્ટનો મહાભંડારો
ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ
ભવનાથની તળેટીમાં ગુજરાત ફર્સ્ટનું અનોખુ આયોજન
સંતો, મહંતો અને ભક્તો માટે… pic.twitter.com/BhXC89QIXr— Gujarat First (@GujaratFirst) February 13, 2026
1 હજારથી વધુ લોકો માટે ભોજનની વ્યવસ્થા
આ આયોજનમાં દરરોજ મેનુમાં વિવિધતા રાખવામાં આવે છે. ગઈકાલે ભક્તોને ગરમાગરમ ખીચડી (Khichdi), ઉંધિયું (Undhiyu), સમોસા (Samosa) અને ઠંડી છાશનું (Buttermilk) વિતરણ કરવામાં આવ્યું હતું. આજે પવિત્ર એકાદશીનો (Ekadashi) દિવસ હોવાથી, ફળાહારી ભક્તો માટે ખાસ ફરાળી ખીચડી (Farali Khichdi) તૈયાર કરવામાં આવી છે. ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા દરરોજ 1000 થી વધુ લોકો માટે ભોજન તૈયાર કરી પીરસવામાં આવે છે.
લોકોનો જબરદસ્ત પ્રતિસાદ
સ્થાનિક વહીવટીતંત્ર અને ભક્તો દ્વારા ગુજરાત ફર્સ્ટના આ પ્રયાસને ખૂબ જ બિરદાવવામાં આવી રહ્યો છે. ગિરનારના ખોળે જ્યારે 'હર હર મહાદેવ' ના નાદ ગુંજી રહ્યા છે, ત્યારે ભૂખ્યાને ભોજન કરાવીને આ ટીમે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ભક્તોનું કહેવું છે કે, મેળાની ભીડમાં પણ ખૂબ જ વ્યવસ્થિત રીતે અને પ્રેમપૂર્વક ભોજન પીરસવામાં આવે છે. ગુજરાત ફર્સ્ટના આ શિવમહોત્સવે ભવનાથના મેળાની રોનકમાં અનેરો વધારો કર્યો છે.
આ પણ વાંચોઃ Junagadh: ભવનાથમાં પોલીસ કંટ્રોલ રૂમ સતત ભક્તોની સેવામાં કાર્યરત!
આ પણ વાંચોઃ Junagadh: ભવનાથમાં મહાશિવરાત્રિ મેળો, Gujarat First નો મહાભંડારો, ભિંતચિત્રો, અખાડા આકર્ષણનું કેન્દ્ર


