Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Studio on Wheels : નવી પેઢીને જ્ઞાનના માર્ગે લઈ જતા જવાહરભાઇ ચાવડા

Studio on Wheels માં પૂર્વ મંત્રી જવાહરભાઇ ચાવડા જોડાયા છે, તેમનું કહેવું છે કે, અમારૂ કેમ્પસ આગામી 5 વર્ષમાં અમને નાનું પડશે, જેના કારણે નવા કેમ્પસની ગણતરી ચાલે છે, 10 કિમી આગળ ખડિયામાં જમીન પડેલી છે, ત્યાં 111 એકરમાં મોટું કેમ્પસ બનાવવું છે, તે 100 વર્ષ સુધી લાગવું જોઇએ, અને ચાલવું જોઇએ, અને ઇચ્છીએ ત્યારે તેનું વિસ્તરણ કરી શકીએ
studio on wheels   નવી પેઢીને જ્ઞાનના માર્ગે લઈ જતા જવાહરભાઇ ચાવડા
Advertisement
  • Studio on Wheels માં પૂર્વ મંત્રી જવાહરભાઇ ચાવડા જોડાયા
  • 20 વિદ્યાર્થીઓથી શરૂઆત, આજે 1400 થી વધુ દીકરીઓ અને 17 જિલ્લાના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે
  • Dr. Subhash ની યાદ: 1983 ના અકસ્માત બાદ ભાઈના નામે સ્કૂલથી યુનિવર્સિટી સુધીનું નિર્માણ
  • 50 વર્ષની ઉજવણી: શિક્ષણના પ્રચાર માટે 4 ડિજિટલ રથ ગામેગામ ફરી રહ્યા છે
  • રાજકીય પરિપક્વતા: પૂર્વ મંત્રીનું નિવેદન - "સત્તા મળે ત્યારે શું કર્યું એ મહત્વનું છે."
  • આગામી વિઝન: 20 હજારથી વધુ વિદ્યાર્થીઓને લાભ મળે તેવા નવા કેમ્પસની તૈયારી

Studio on Wheels : શિક્ષણ, સેવા અને સાદગી સમાન વ્યક્તિત્વ એટલે જવાહરભાઈ ચાવડા (Ex Minister Of Gujarat Govt - Jawahar Bhai Chavda) . જૂનાગઢના વિકાસમાં જેમનું પાયાનું યોગદાન રહ્યું છે, તેવા પૂર્વ મંત્રી અને પીઢ રાજકીય આગેવાન સાથે 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio on Wheels) ના માધ્યમથી ગુજરાત ફર્સ્ટના જે.ડી. ગુજરાતીએ (J D Gujarati - Gujarat First) એક હૃદયસ્પર્શી સંવાદ કર્યો છે. આ ઈન્ટરવ્યૂમાં જવાહરભાઈએ સત્તાના મોહ વગરના રાજકીય જીવન, શિક્ષણ ક્ષેત્રે 50 વર્ષની ઐતિહાસિક સફર અને ગિરનારના વિકાસની રસપ્રદ વાતો ખૂબ જ નિખાલસતાથી રજૂ કરી છે. ખાસ કરીને, પિતાના વારસાને આગળ ધપાવતા તેઓ કેવી રીતે 'શિક્ષણ રથ' દ્વારા નવી પેઢીને જ્ઞાનના માર્ગે લઈ જઈ રહ્યા છે, તે આ સંવાદનું મુખ્ય આકર્ષણ છે.

Studio on Wheels, સમાજને શિક્ષિત કરવાની નેમ પપ્પાએ નેમ ઉપાડી

જવાહરભાઇ ચાવડાએ (Ex Minister Of Gujarat Govt - Jawahar Bhai Chavda) ગુજરાત ફર્સ્ટ સાથેની વાતમાં જણાવ્યું કે, પપ્પાનો વિચાર શિક્ષણ, સમાજને પુરૂ કેવી રીતે પાડવું, તે વિચાર 1975 માં આવ્યો અને 1976 માં આપણે ઇન્સ્ટીટ્યુટની સ્થાપના કરી, તે વખતે આર્ટસ, કોમર્સ અને હોમ સાયન્સની કોલેજ હતી. 1980 માં મહિલા શિક્ષણ અને આશ્રમમાં શિક્ષણ મળે તે માટે, ખાસ કરીને અમારી જ્ઞાતિ આહીર સમાજમાં શિક્ષણની સ્થિતી જ નહોતી, ત્યારે સમાજને શિક્ષિત કરવાની નેમ પપ્પાએ નેમ ઉપાડી હતી, તે વિચાર હેઠળ કામચાલુ કર્યું, તે વખતે પપ્પા ગામડે જતા, અને તેમના માતા-પિતાને સમજાવતા કે, તમારી દિકરી અમને આપો, તમારી દિકરીને હું મારે ત્યાં લઇ જઇશ, રાખીશ, ભણાવીશ, જમાડીશ, કપડાં પણ હું આપીશ, અને પાછી તે વેકેશનમાં દિકરી મોકલીશ, પણ તમારી દિકરીને ભણવા માટે અમને સોંપો, તે વખતે શિક્ષણ ચાલુ કર્યું, ત્યારે 20 દિકરીઓ થઇ હતી, તેમ કરતા અમે 1700 ની સંખ્યા સુધી પહોંચી ગયા હતા. (Studio on Wheels)

Advertisement

Studio on Wheels, અમારી પાસે 1500 જેટલી દિકરીઓ હશે

તેમણે વધુમાં જણાવ્યું કે, સામાન્ય રીતે અમારો અનુભવ એવો હતો કે, 1300-1400 દિકરીઓને એક જગ્યાએ સાચવવું અઘરૂ પડે, સંખ્યા વધુ થાય ત્યારે મુશ્કેલી પડતી, જેના કારણે વિચાર આવ્યો કે, હવે આને આગળ વધારીએ, રાજકોટ, કચ્છ, જામનગર, જ્યાં જ્યાં સમાજે માંગણી કરી, ત્યાં અમે દાન આપવાનું શરૂ કરું, તમે પણ ચાલુ કરો, તમારે ત્યાં ચાલુ થશે, તો અમારે ત્યાંનું ભારણ ઘટશે, અત્યારે અમારી પાસે 1500 જેટલી દિકરીઓ હશે, તેમાંથી 25 ટકા દિકરીઓ કચ્છમાંથી આવે છે, જામનગર, રાજકોટથી જૂનાગઢ દિકરીઓ આવે છે, અત્યારે અમારી પાસે 17 જિલ્લાઓમાંથી આવેલી દિકરીઓ હશે, કોઇ દિકરીને 4 ધોરણથી અમે રાખીએ, ત્યારથી ધો- 12 સુધીનું શિક્ષણ અમારા કેમ્પસમાં મળે છે, આ વર્ષે અમે શિક્ષણના ક્ષેત્રમાં 50 વર્ષ પૂર્ણ કરીશું. (Studio on Wheels)

Advertisement

આ પણ વાંચો -------Studio on Wheels: મહેસાણાના મૌલિનભાઈ પટેલે એક નાના રૂમથી શરૂ કરી ઉભો કર્યો ઉત્તર ગુજરાતનો સૌથી મોટો ફર્નિચર શો-રૂમ

Studio on Wheels, શિક્ષણની જ સમજ આપણે આપીએ

તેમણે ઉમેર્યું કે, અમે બેઠા હતા અને વિચારતા હતા કે, 50 વર્ષ પૂર્ણ થવા અંગે શું કરવું જોઇએ, જેના કારણે આપણે સમાજને કંઇક આપી શકીએ, ત્યારે સામે આવ્યું કે, હજી પણ શિક્ષણમાં ક્યાંક ઘટ રહી ગઇ છે, તો શિક્ષણની જ સમજ આપણે આપીએ, શિક્ષણ કેમ લેવું જોઇએ, તેનું શિક્ષણ આપીએ તે જ વ્યાજબી જણાય છે, આપણા પૂર્વ વડાપ્રધાન અટલબિહારી બાજપેયી વડાપ્રધાન હતા ત્યારે તેમણે યોજના શરૂ કરી હતી કે, ચલો સ્કુલ ચલે, તે વિચાર હેઠળ અમે ત્રણ ફિલ્મ બનાવી, એક માધ્યમિકના બાળકો માટેનું, શિક્ષણથી શું ફાયદો મળી શકે, વડીલો માટે શાહબુદ્દીન રાઠોડ જોડે ફિલ્મ બનાવી છે, ત્રણેય ફિલ્મોનો સમય અઢી કલાક જેટલો થાય છે, અને ફિલ્મો બતાવવા માટે રથ બનાવવામાં આવ્યા છે, રથ અલગ અલગ જગ્યામાં જઇને વિદ્યાર્થીઓને શિક્ષણનું મહત્વ દર્શાવે છે. તેના મહત્વની વાત મગજમાં ઉતરી જાય તો, ભવિષ્યની પેઢી શિક્ષિત બને, આખું કાર્ય કરવામાં અમે એક નિર્ણય નક્કી કર્યો કે, આપણે શિક્ષણનો પ્રચાર કરવો છે, આપણો પ્રચાર કરવો નથી.

Studio on Wheels, સમજાવવું અઘરું પડતું હતું

તેમણે વધુમાં ઉમેર્યું કે, 50 વર્ષે પણ મારે કહેવું પડે કે, તમે Subhash University માં ભણવા આવો તો, તે યોગ્ય નથી, મને શોભે પણ નહીં, આખા કામમાં તમે શિક્ષણ ક્યાં લો તે કહેવું નથી, તમને યોગ્ય લાગે તે સ્થળે, તે ગામે શિક્ષિત થાઓ. તે માટે ચાર રથ બનાવ્યા, તે માટે પાંચ જિલ્લા રાજકોટ, જૂનાગઢ, અમરેલી, પોરબંદર, સોમનાથમાં અમારા રથ મોકલવા, ગ્રામ્ય-સિટી કક્ષાએ બાળકોને ફિલ્મ બતાવવી, અને ભેંટ સ્વરૂપે કંપાસ આપવું, એક મહિનાથી અમારૂ કામ ચાલી રહ્યું છે, અને અત્યાર સુધીમાં 250 શાળાઓ સુધી પહોંચી ગયા છે, 25 હજાર વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યા છે, તેમને પ્રતિભાવ ખુબ સારો મળ્યો છે, એક તો અમે શું કરવા આવ્યા છીએ, તેને સમજાવવું અઘરું પડતું હતું, સામાન્ય રીતે માણસ હંમેશા પોતાનો પ્રચાર કરવા જાય, અથવા પ્રચારનો કોઇ હેતું હોય, જેથી લોકોના મનમાં સવાલ હોય કે, તમે આ શું કરો છો, તે સમજાવો, એટલે અમે સમજાવીએ કે, અમે ફિલ્મ બનાવી છે, શિક્ષણ જરૂરી છે, તમે શિક્ષિત થાઓ તે માટે વીડિયો બનાવ્યો છે, આ આખું વર્ષ ચાલનાર છે, 1 હજાર ગામડાઓ સુધી પહોંચવું છે, અને 10 લાખ માણસો સુધી અમારો સંદેશ પહોંચી જાય, શિક્ષણ કેમ જરૂરી છે, અને કેમ મેળવવું જોઇએ, અથવા આપણને શું મળ્યું છે, અમે સોશિયલ મીડિયા પર પણ અમે જાણીતા ચહેરાઓ પાસેથી સંદેશા લઇ રહ્યા છે, અને શિક્ષણથી સમાજને શું શું ફાયદાઓ થઇ શકે છે, અમે અલગ અલગ પ્લેટફોર્મ પર કામ કરી રહ્યા છીએ, ત્રણ-ચાર મહિના પછી અમારી આખી ટીમ, નિબંધ સ્પર્ધા યોજશે, તમામ જગ્યાએ પહોંચીને શિક્ષણની જરૂરિયાતનો પ્રચાર કરવો છે,

Studio on Wheels, 80 વર્ષની ડોશીને પણ વાંચતા આવડતું હોય

તેમણે કહ્યું કે, અમે મૂળ ગોંડલની છીએ, મારા મમ્મી-પપ્પા, મારો જન્મ ગોંડલમાં થયો છે, પપ્પા 1955 માં જૂનાગઢમાં શિફ્ટ થયા હતા. ગોંડલ સ્ટેટમાં તે વખતે કાયદો એવો હતો કે, શિક્ષણ ફ્રી તો હતું, સાથે મહિલા માટે ફરજીયાત હતું, દિકરો સ્કુલે જાય તો ફી નહતી, જો દિકરી જો સ્કુલે ના જાય તો તેને એક આનાનો દંડ થતો હતો, જેના કારણે દરેક માતા-પિતા દિકરીને ભણવા મોકલતા હતા, અમારે ત્યાં કહેવત પણ હતી કે, જો ગોંડલની દિકરી લગ્ન કરીને જૂનાગઢ આવે, અથવા બીજે ક્યાંક જાય તો 80 વર્ષની ડોશીને પણ વાંચતા આવડતું હોય, સમાજને કંઇક પાછું આપવા પપ્પાને આ વિચાર આવ્યો હોય,

Studio on Wheels, પાંજરામાં પુરાઇને માણસ ફરે, તેવું ના ગમે

રાજકારણ અંગે વાત કરતા જવાહરભાઇ ચાવડાએ જણાવ્યું કે, ટુરિઝમ વિભાગના મંત્રી તરીકે બાળકો અને માતાપિતા માટે એક સનસેટ પોઇન્ટ બનાવ્યો છે, જેના કારણે ત્યાં સાંજે કાર્યક્રમોનું આયોજન કરી શકાય, બાળકો માટે જૂનું સિંહ સદનની બાજુમાં ચિલ્ડ્રન પાર્ક જેવું હતું, ત્યાં એજ્યુકેશનની ટૂર લઇને આવતા હતા, ત્યાં રહેવાની વ્યવસ્થા, રમવાની વ્યવસ્થા ખુબ સરસ બનાવેલી, સિંહસદન કે દેવડિયા ફાર્મ, ફાર્મમાં ગયા હોવ તો એસીમાં તમારે બેસવું જોઇએ, અને પાંજરામાં પુરાઇને માણસ ફરે, તેવું ના ગમે, એસી બસ બનાવી, ટુંકમાં માણસ આવીને બે-ત્રણ દિવસ સાસણમાં રહ્યો હોય, તો તેને વાંધો ના આવવો જોઇએ, સાસણ ભારતનું અનોખું સ્થળ છે,

Studio on Wheels,  કેસના કારણે કામ પેન્ડિંગ હતું

તેમણે ઉમેર્યું કે, જૂનાગઢ શહેરમાં પ્રાથમિક શાળા શારદા બાલ મંદિર હતું, તે ઉપરકોટમાં હતું, મને ઉપરકોટ પ્રત્યે લગાવ હતો, તેની માટે આખો પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો, એશિયાનો સૌથી મોટો પ્રોજેક્ટ તેને કહી શકાય, રીનોવેશન-રીસ્ટોરેશન, રીક્રીએશ, અડી-કડી વાવ બાદ ઘણું આવું, મેં બે ફેસ સુધી બનાવ્યું, હવે બાકી બે ફેઝ પણ બનાવ્યા હતા, પરંતુ હવે તે ક્યારે થાય તેની ખબર ના કહેવાય, ત્યાં કિલ્લાની દિવાલો નબળી પડતી હતી, મેઇન્ટેન ના કરો તો પડી જાય તેમ હતું, એટલે તે બધા કામ બાકી રહી ગયા, જૂનાગઢના તાજમહલ કહી શકાય તેવા બે મકરબાના રિસ્ટોરેશન કર્યા, ટૂંકમાં જૂનાગઢને આપણને સંતોષ મળે તેવું આપ્યું, હું આવ્યો તે કામ ઘણા સમયથી પેન્ડિંગ હતું, તે કામ રોપવેનું હતું, કેસના કારણે કામ પેન્ડિંગ હતું, ડોલી વાળા જેટલા હતા, તેઓએ કોર્ટમાં જઇને સ્ટે લઇને કામ રોક્યું હતું. તેમને બોલાવીને સમાધાન કર્યું હતું, તેમનો બોલાવીને પુછ્યું કે, તમારે શું જોઇએ છે, તે કહો, અમે બંને એકબીજાને ઓળખતા હતા, તેમની ઇચ્છા હતી કે, અમારું નુકશાન થાય તો શું, રોપવે ચાલુ થાય, તો અમે કેવી રીતે જીવીશું, અમારૂ પરિવાર આ કામ સાથે જ જોડાયેલું છે, હું, મારા પિતા, તેમના પિતા આ જ કામ કરતા હતા, મારે પણ આ જ કરવાનું છે, ધંધો ભાંગી જશે તો શું કરવું,

તેમને વિશ્વાસ બેઠો, અને પ્રોજેક્ટ પૂર્ણ થઇ ગયો

તેમણે જણાવ્યું કે, મેં કહ્યું તમારો ધંધો નહીં ભાંગે એ મને ખબર, જૂનાગઢમાં સૌથી મોંઘી જગ્યા ભવનાથની છે, એટલે રોપવેના કેસમાં અસર થનારાઓ 106 લોકોને એક-એક દુકાન આપવાનું નક્કી કરવામાં આવ્યું, એટલે 106 દુકાનોનો પ્રોજેક્ટ શરૂ કર્યો. સમાધાન થતા કેસ પરત ખેંચ્યા અને રોપવેનું કામ શરૂ થઇ ગયું, પરંતુ દુકાનનું કામ શરૂ થયું નહતું, એટલે મીટિંગ મળી, એટલે સમજાવ્યું કે, તમને પ્રતિ દુકાન પેટે તમને રૂ. 10 લાખ તો તમને મળવાના છે, મારુ વચન છે કે, દુકાનો તમને કરી દઇશ, નહીં થાય તો હું તમને આપી દઇશ, પણ તમે કામ ના રોકશો, તેમને વિશ્વાસ બેઠો, અને પ્રોજેક્ટ પૂર્ણ થઇ ગયો, બધાયને દુકાનોની ચાવી સોંપી દેવામાં આવી છે,

પહેલા અને પછી પણ કોઇ ભોગવશે

મંત્રીપદ છોડતી વેળાએ બંગ્લો તુરંત ખાલી કરવા અંગે તેમણે કહ્યું કે, હું પહેલાથી માનતો કે આ આપણું નથી, અને જે વસ્તુ માગીને મળતી હોય, તે જાય તો દુખ પણ ના હોઇ શકે, તે વખતમાં તમે પુછ્યું તેમ અન્યએ પુછ્યું કે, મેં મારી નાની વાત કરતા કહ્યું કે, તે વખતે અમારા ગામમાં નદી કિનારે અમારી બહેન-દિકરીઓ નાહવા જતી હતી, રસ્તામાં માથે કુંડો હતો, અને તેણીએ રસ્તામાં સોનાનો હાર જોયો, બાદમાં તેણીએ તે હાર ઉપાડી લીધો હતો, અને ખુશ થઇ ગયા હતા, નદી કિનારે ગયા, સ્નાન કરીને બહાર આવ્યા ત્યારે હાર ગુમ થઇ ગયો હતો, તેમાં તે રડવા માંડ્યા, પણ તેમાં ગુમાવ્યું શું, આપણી પહેલા અને પછી પણ કોઇ ભોગવશે, તમારા કાર્યકાળ દરમિયાન તમે શું કર્યું તેનો સંતોષ હોવો જોઇએ, ભારતના ઇતિહાસ છ-છ મહિને બદલાતા હોય છે,

મારા વતી બોલજો તેવી મારી લાગણી છે

બે વર્ષ પછીની વાત કરવી ઉતાવળીયું હશે, ભાજપમાંથી કોંગ્રેસમાં આવવા અંગે જવાહરભાઇ ચાવડાએ કહ્યું કે, જે ઘરમાં 30 વર્ષ રહ્યા હોય, તેનું ખરાબ ના બોલી શકાય, 1990 થી 2019 સુધી રહ્યા, તે વખતે ઘણા પુછતા, કંઇક હશે, હું કહેતો કે, બોલવું જરૂરી નથી, તમને દુખ લાગ્યું હોય તો ઘરમાં બોલાય છે, એ આપણો વિચાર છે, 12 વર્ષ પહેલાની વાત છે, ગોંડલ રાજ્યના 50 કે 100 વર્ષ પૂર્ણ થતા હતા, તે ગણતરીએ ધોરાજીમાં પૂર્વ ધારાસભ્ય અરવિંદ પટેલ દ્વારા એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, ગોંડલના જે કોઇ ઉચ્ચ સ્થાને પહોંચ્યા હોય તેમને બોલાવ્યા હતા, તેમાં હું ગયો હતો, જય વસાવડા પણ મારી બાજુમાં હતા, ત્યારે વાતો ચાલતી હતી, ત્યારે માણવદરમાં એક કિસ્સો બની ગયો, જેને લઇને મારે જવાનું થયું હતું, જેથી મેં અરવિંદ ભાઇને જવાનું કહ્યું હતું, તેમણે મને બોલ્યા વગર જવા ના દઉં તેમ કહ્યું, ત્યારે મારા વતી જય વસાવડાને બોલવાનું કહેતા મેં કહ્યું કે, ગોંડલ રાજ્યમાંથી શિખવાની વસ્તુ શું છે, તે વખતો ગોંડલના રાજા, ભગવતસિંહજી જેમનો જન્મ રાજા બનવા માટે થયો હતો, તેમણે જન્મ્યા બાદ આખી જીંદગી પોતે મેનેજર તરીકે કામગીરી કરી, એક ટ્રસ્ટી તરીકે કામગીરી કરી, તેનાથી ઊંધુ, આજે રાજકીય માણસો ભટકીને માંગે, અને મેળવ્યા પછી, તે વ્યવહાર રાજા જેવો કરે છે, આજના માણસોએ ગોંડલમાં આવીને આ શિક્ષણ લેવા જેવું છે, તેવું મારા વતી બોલજો તેવી મારી લાગણી છે, ગોંડલના રાજાએ આખી જીંદગી ટ્રસ્ટી તરીકે કામગીરી કરી હતી,

મારા જીવનનો પહેલો મૃતદેહ જોયો

પોતાના સ્વર્ગીય મોટાભાઇ સાથેની યાદો અંગે જવાહરભાઇ ચાવડાએ કહ્યું કે, સુભાષભાઇની મેમરી ફોટોગ્રાફીક હતી, તે વાંચતા-જોતા તે ભૂલતા નહીં, તે ડોક્ટર બન્યા હતા, તે વખતે ડોક્ટર ઊંચુ ભણતર કહેવાતું, તેઓ એમબીબીએસ કરીને પાછા આવ્યા, તેમણે ઇન્ટર્નશીપ કરી, 1983 માં ચોટીલા પાસે અકસ્માતમાં તેમનું નિધન થયું હતું, પછી સંસ્થાઓને તેમના નામે રાખવામાં આવી હતી, જીવ ગયા પછી પણ જીવીત રહી શકે, તે વિચારે ચાલી રહ્યું છે, હવે તો સ્કુલ, કોલેજથી આગળ વધીને યુનિવર્સિટી સુધી પહોંચી ગયા છીએ, તે સમયે હું 18 વર્ષનો હતો, તેમની સાથે ઘણી યાદો હતી, ત્યારે હું 11 મું ધોરણ ભણતો હતો, તે સમયે મંત્રી હતા, તેમના ઘરે હું રહેતો હતો, તેમને સંદેશ મળતા તેમના દિકરી મને કામ છે, કહીને લક્ઝરી બસમાં લઇને આવ્યા હતા, તે સમયે લક્ઝરી બસમાં વ્યવહાર ચાલતો હતો, તે મારા જીવનનો પહેલો મૃતદેહ જોયો તે મારા ભાઇનો હતો,

પિતા થ્રી સ્ટારમાં અને પુત્ર ફાઇવ સ્ટારમાં રોકાયો

તેમના પિતા સાથેના સંબંધો અંગે જવાહરભાઇ ચાવડાએ કહ્યું કે, મારા પિતાનું 10 વર્ષ પહેલા નિધન થયું છે. તેમની જોડે મિત્રતા હતી, એક 1997 નો કિસ્સો હતો કે, જુહુમાં બે હોટલ હતી, બંનેના માલિક એક, એક થ્રી સ્ટાર હોટલ અને બીજી ફાઇવ સ્ટાર, તેમાં નીચે પાર્કિંગમાં હું અને મારા પિતા ભેગા થયા, એટલે તેમણે મને પુછ્યું હું ક્યાં રોકાયો છું, તે મેં જણાવ્યું, બાદમાં તેમણે કહ્યું કે, પિતા થ્રી સ્ટારમાં અને પુત્ર ફાઇવ સ્ટારમાં રોકાયો છે, એટલે મેં કહ્યું, બે વચ્ચે ફર્ક છે, મારા પિતા કરોડપતિ છે, એટલે મને પોષાય, તમારા પિતા કરોડપતિ નથી,

111 એકરમાં મોટું કેમ્પસ બનાવવું છે

શિક્ષણમાં આવતા 10 વર્ષમાં શું કરવા જઇ રહ્યા છે, તે અંગેના સવાલમાં જવાહરભાઇ ચાવડાએ જણાવ્યું કે, અમારૂ કેમ્પસ આગામી 5 વર્ષમાં અમને નાનું પડશે, જેના કારણે નવા કેમ્પસની ગણતરી ચાલે છે, 10 કિમી આગળ ખડિયામાં જમીન પડેલી છે, ત્યાં 111 એકરમાં મોટું કેમ્પસ બનાવવું છે, તે 100 વર્ષ સુધી લાગવું જોઇએ, અને ચાલવું જોઇએ, અને ઇચ્છીએ ત્યારે તેનું વિસ્તરણ કરી શકીએ, જમીન ક્લિયર થશે, ત્યારે પ્રોજેક્ટ ચાલુ કરીશું, 20 હજાર વિદ્યાર્થીઓ હોય તો પણ વાંધો ના આવે,

રીલ્સ દુનિયા નથી

આજની પેઢીને કહેવું છે કે, દુનિયા આખી અલગ છે, રીલ્સ દુનિયા નથી, જેમ તમે ફિલ્મ જોવા જાઓ, અને ફિલ્મમાં જેમ અઢી કલાક, મજા આવે, તે ફિલ્મમાં સારૂ લાગે, અઠવાડિયા-દિવસમાં નક્કી કરેલા કલાકો સુધી ઉપયોગ હોય તો બરાબર છે, દિવસના 8 કલાક સારૂ ના લાગે.

આ પણ વાંચો -------- Studio on Wheels : અંકુર સોલ્ટની 200 ટનથી1500 ટન સુધીની સફર, જાણો કેવી રીતે બની દેશની વિશ્વસનીય બ્રાન્ડ

Tags :
Advertisement

.

×