Gujarat: ગીરના ઇતિહાસમાં પહેલીવાર ઘટના બની! સિંહણને બેભાન કરવાનું ઇન્જેક્શન વનકર્મીને વાગ્યું
- Gujarat: વિસાવદરના નાની મોણપરીની ચોંકવનારી ઘટના સામે આવી
- ગઈકાલે સીમમાં સિંહણે બાળકને ઢસડી ફાડી નાખ્યું હતુ
- આ મામલે વેટરનરી તબીબની બેદરકારી છે કે કેમ તે અંગે તપાસ કરાશે
Gujarat: ગીરના ઇતિહાસમાં પહેલીવાર ઘટના બની! સિંહણને બેભાન કરવાનું ઇન્જેક્શન વનકર્મીને વાગ્યું છે. જેમાં વિસાવદરના નાની મોણપરીની ચોંકવનારી ઘટના સામે આવી છે. ગઈકાલે સીમમાં સિંહણે બાળકને ઢસડી ફાડી નાખ્યું હતુ. 200 મીટર દૂર સુધી ઢસડી જતાં બાળકનું મોત થયું હતું. તથા વનકર્મી અશરફભાઈનું સારવાર દરમિયાન જૂનાગઢમાં મોત થયું છે. અશરફભાઈને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. જેમાં અશરફભાઈનું મોત થતાં વન વિભાગમાં ગમગીની છવાઈ ગઇ છે.
ટ્રેકરને બેભાન કરવાની ગનનું ઇન્જેક્શન લાગવાથી મૃત્યુ
જુનાગઢમાં વન વિભાગના ટ્રેકરને બેભાન કરવાની ગનનું ઇન્જેક્શન લાગવાથી મૃત્યુ થયાનો મામલો સામે આવ્યો છે. જેમાં વન વિભાગના સી.એફ.એ મહત્વનું નિવેદન આપ્યુ છે. માણસ કરતા સિંહણને વધુ માત્રામાં એનેસ્થેસિયાનો ડોઝ આપવામાં આવતો હોય છે. માણસ કરતા સિંહણનું ત્રણથી ચાર ગણુ વધુ વજન હોય છે જેથી માણસ કરતા ત્રણથી ચાર ગણો વધુ ડોઝ વન્ય પ્રાણીને આપવો પડે છે. એનેસ્થેસિયાનો વધુ પડતા ડોઝના કારણે સારવાર દરમિયાન મોત થયું છે.
Visavadar : ગીરના ઇતિહાસમાં પહેલીવાર આવી ઘટના બની! | Gujarat First
વિસાવદરના નાની મોણપરીની ચોંકવનારી ઘટના
સિંહણને ગન મારી બેભાન કરવાનું ઇન્જેક્શન વનકર્મીને વાગ્યું
ગઈકાલે સીમમાં સિંહણે બાળકને ઢસડી ફાડી નાખી હતી
200 મીટર દૂર સુધી ઢસડી જતાં બાળકનું મોત થયું હતું
વનકર્મી અશરફભાઈનું… pic.twitter.com/2Jf0wOyEnK— Gujarat First (@GujaratFirst) January 5, 2026
Gujarat: આ મામલે વેટરનરી તબીબની બેદરકારી છે કે કેમ તે અંગે તપાસ કરાશે
સાસણના વેટરનરી તબીબી દ્વારા સિંહણને બેભાન કરવા માટે ગનમાંથી ઇન્જેક્શનની ગોળી છોડવામાં આવી હતી. સિંહણના પાછળના ભાગે ટ્રેકર અશરફભાઈ ઉભા હતા. અશરફભાઈને ડાબા હાથમાં એનેસ્થેસિયાનો ડોઝ લાગી ગયો હતો. જેમાં અકસ્માતે આ બનાવ બન્યો હોવાનું વન વિભાગનું તારણ છે. આ મામલે વેટરનરી તબીબની બેદરકારી છે કે કેમ તે અંગે તપાસ કરાશે.
મોટાભાગે વન્યપ્રાણીને બેભાન કરતા સમયે પાછળના ભાગે કોઈ રહેતું ન હોય
મોટાભાગે વન્યપ્રાણીને બેભાન કરતા સમયે પાછળના ભાગે કોઈ રહેતું ન હોય. તેથી અશરફભાઈ શા કારણે પાછળના ભાગે હતા તે પણ તપાસનો વિષય છે. આઉટસોર્સિંગના ટ્રેકરના ઉતારેલા વીમામાંથી દસ લાખ રૂપિયાની સહાય મળશે. વન વિભાગના અધિકારી તથા કર્મચારીઓ દ્વારા પણ આર્થિક મદદ કરાશે. 28 વર્ષના મૃતક અશરફભાઈને બે વર્ષની પુત્રી છે. તેમજ પીએમ થઈ જતા મૃતદેહને અંતિમ વિધિ માટે વિસાવદરના રાજપરા ખાતે તેમના વતન લઈ જવાયો છે.


