Junagadh Bhavnath Mela : ગાયક ભરત ગઢવીએ વર્ણવ્યો ભવનાથનો મહિમા,કહ્યું- "શિવરાત્રીની અમે રાહ જોતા રહીએ છીએ"
- જૂનાગઢ (Junagadh) ના ભવનાથ (Bhavnath) માં ગુજરાતનો મહાકુંભ
- Junagadh: ભવનાથના મેળા (Bhavnath Mela)માં ગુજરાત ફર્સ્ટ (Gujarat First)નો અનોખો શિવ મહોત્સવ
- ગાયક ભરત ગઢવી સાથે વિશેષ સંવાદ
- અહીં શાંતિનો અનુભવ થાય છે: ભરતભાઈ ગઢવી
- શિવરાત્રીની અમે રાહ જોતા રહીએ છીએ: ભરતભાઈ ગઢવી
- STUDIO ON WHEELS પણ મહાશિવરાત્રિના મેળામાં
Junagadh : જૂનાગઢ (Junagadh) માં આવેલ ગિરનારની પાવન તળેટીમાં આયોજિત ભવનાથનો મહાશિવરાત્રિ મેળો (Bhavnath Mela) હાલ ભક્તિ, શક્તિ અને શ્રદ્ધાના રંગે રંગાયો છે. આ 'મિનિ કુંભ' સમાન મેળામાં 'ગુજરાત ફર્સ્ટ' (Gujarat First) દ્વારા માત્ર પત્રકારત્વ જ નહીં, પરંતુ સેવા અને ભક્તિનો પણ અનોખો સમન્વય જોવા મળી રહ્યો છે. ગુજરાત ફર્સ્ટના 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' (Studio On Wheels) દ્વારા મેળાના ગ્રાઉન્ડ ઝીરો પરથી સતત રિપોર્ટિંગ અને મહાનુભાવો સાથે સંવાદ કરવામાં આવી રહ્યો છે.
ભવનાથ (Bhavnath) માં ગાયક ભરત ગઢવી સાથે વિશેષ સંવાદ
આ મહોત્સવ અંતર્ગત જાણીતા ગાયક ભરત ગઢવી સાથે વિશેષ સંવાદ કરવામાં આવ્યો હતો. તેમણે ભવનાથના મેળાના મહિમા વિશે વાત કરતા જણાવ્યું હતું કે, "અહીં આવતાની સાથે જ એક અનોખી શાંતિનો અનુભવ થાય છે. અમે આખું વર્ષ મહાશિવરાત્રીના મેળાની આતુરતાથી રાહ જોતા હોઈએ છીએ." ભરત ગઢવીએ ભવનાથની ધરતી પર શિવમય વાતાવરણની પ્રશંસા કરી હતી.
Bharat Gadhvi Bhavnath Mahadev Aarti
Shiv Bhakti: ગિરનારની ગોદમાં શિવમય માહોલ!ભરત ગઢવીના બુલંદ અવાજમાં ભવનાથ દાદાની આરાધના#BharatGadhvi #BhavnathAarti #Mahashivratri2026 #Girnar #ShivBhakti #GujaratFirst #Junagadh #HarHarMahadev #Devotional #GujaratiFolk pic.twitter.com/HksskW9QBF— Gujarat First (@GujaratFirst) February 15, 2026
સેવા અને પત્રકારત્વનો સમન્વય
ગુજરાત ફર્સ્ટ દ્વારા મેળામાં આવતા શિવભક્તો માટે ભક્તિની સાથે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જે થકી રોજ 1 હજાર જેટલા શિવભક્તોને ભોજન પીરસવામાં આવી રહ્યું છે. આમ, પત્રકારિકતા સાથે ગુજરાત ફર્સ્ટ સેવાકાર્યમાં પણ જોડાયું છે. ગુજરાત ફર્સ્ટ દ્વારા શિવ મહોત્સવના ભાગરુપે 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' દ્વારા સાધુ-સંતો, મહંતો, રાજકીય અગ્રણીઓ અને કલાકારો સાથે સતત સંવાદ કરીને મેળાની ક્ષણે-ક્ષણની વિગતો પ્રેક્ષકો સુધી પહોંચાડવામાં આવી રહી છે.
આ પણ વાંચો: STUDIO ON WHEELS: શહેરના ઘોંઘાટથી દૂર ભુજ-અંજાર રોડ પર આવેલું આ ફાર્મ હાઉસ છે ખાસ!


