Gujarat: શું ખરેખર ગીરનો સિંહ ઉત્તરાખંડમાં દેખાયો? આચાર્ય બાલકૃષ્ણના દાવા પર નિવૃત્ત ACF ની પ્રતિક્રિયા!
- Gujarat: ગીરનો સિંહ ઉત્તરાખંડમાં દેખાયો હોવાનો આચાર્ય બાલકૃષ્ણના દાવો
- દાવા અંગે નિવૃત્ત એસીએફએ આપી પ્રતિક્રિયા
- "સિંહો સૌરાષ્ટ્રના 30 હજાર ચોરસ કિમીમાં કરે છે વસવાટ"
Gujarat: સોશિયલ મીડિયા પર હાલમાં એક એવો દાવો વાયરલ થઈ રહ્યો છે જેણે વન્યજીવ પ્રેમીઓ અને પર્યાવરણવિદોમાં ભારે ચર્ચા જગાવી છે. પતંજલિ યોગપીઠના આચાર્ય બાલકૃષ્ણે (Acharya Balkrishna) ઉત્તરાખંડમાં એશિયાઈ સિંહ દેખાયો હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દાવો કર્યો છે. જોકે, આ દાવા સામે ગીર (Gir) ના જંગલમાં 33 વર્ષ સુધી ફરજ બજાવનાર નિવૃત્ત એસીએફ (ACF) સી. પી. રાણપરીયા (C. P. Ranpariya) એ તાર્કિક દલીલો સાથે મોટું પ્રશ્નાર્થ ચિન્હ મૂક્યું છે.
ભૌગોલિક દ્રષ્ટિએ આ અશક્ય: સી. પી. રાણપરીયા
ગીરના જંગલો અને સિંહોના વર્તનથી પરિચિત નિવૃત્ત અધિકારી સી. પી. રાણપરીયાએ જણાવ્યું હતું કે, એશિયાઈ સિંહ માત્ર ગુજરાતના સૌરાષ્ટ્રમાં જોવા મળે છે. હાલમાં સિંહો સૌરાષ્ટ્રના આશરે 30 હજાર ચોરસ કિલોમીટર વિસ્તારમાં વસવાટ કરે છે. આ સિંહ ચાલીને કે અન્ય કોઈ રીતે ઉત્તરાખંડ (Uttarakhand) સુધી પહોંચે તે વાત ભૌગોલિક દ્રષ્ટિએ તદ્દન અશક્ય છે. તેમણે વધુમાં કહ્યું કે, જો કોઈ સિંહે ગુજરાતથી ઉત્તરાખંડ જવું હોય તો તેણે રાજસ્થાન, હરિયાણા અને ઉત્તર પ્રદેશ જેવા ચાર મોટા રાજ્યો પસાર કરવા પડે. હજારો કિલોમીટરનું અંતર, માનવ વસ્તી ધરાવતા વિસ્તારો અને બદલાતું વાતાવરણ જોતા સિંહ આપમેળે ત્યાં પહોંચી શકે નહીં.
ગીરનો સિંહ ઉત્તરાખંડમાં દેખાયો હોવાના આચાર્ય બાલકૃષ્ણના દાવો
આચાર્ય બાલકૃષ્ણના દાવાને લઈને નિવૃત્ત એસીએફની પ્રતિક્રિયા
"સિંહો સૌરાષ્ટ્રના 30 હજાર ચોરસ કિમીમાં કરે છે વસવાટ"
એશિયાઈ સિંહ ઉત્તરાખંડ પહોંચે તે શક્ય જ નથી: સી. પી. રાણપરીયા #Gujarat #Gir #AsiaticLion #Uttarakhand… pic.twitter.com/6EbHHvDhm9— Gujarat First (@GujaratFirst) January 10, 2026
"આચાર્ય બાલકૃષ્ણને કદાચ કોઈ ભ્રમ થયો હોઈ શકે"
આચાર્ય બાલકૃષ્ણની પોસ્ટ અંગે પ્રતિક્રિયા આપતા રાણપરીયાએ ઉમેર્યું કે, "આચાર્ય બાલકૃષ્ણને કદાચ કોઈ ભ્રમ થયો હોઈ શકે છે. સિંહ જેવું દેખાતું અન્ય કોઈ પ્રાણી અથવા પર્વતીય સિંહ (Cougar) જેવો ભાસ થયો હોય તેવી શક્યતા છે. પરંતુ તે ગીરનો એશિયાઈ સિંહ જ હોય તે માનવું ગળે ઉતરે તેમ નથી." તેમણે સ્પષ્ટ કર્યું હતું કે વન્યજીવ બાબતે આવા દાવા કરતા પહેલા ઊંડી તપાસ જરૂરી છે.
આ પણ વાંચોઃ Somnath: અડીખમ સ્વાભિમાન! શંખ સર્કલથી હમીરજી ગોહિલ સર્કલ સુધી ભવ્ય રવેડી યોજાઈ
Gujarat: વન વિભાગની ભૂમિકા
સમગ્ર મામલે હવે લોકોમાં ભારે કુતૂહલ જોવા મળી રહ્યું છે. સી. પી. રાણપરીયાએ કહ્યું કે આટલા મોટા દાવા બાદ વન વિભાગે તાત્કાલિક પુષ્ટિ કરવી જોઈએ. જો ખરેખર ત્યાં સિંહ હોવાની વાત હોય તો તે ગંભીર તપાસનો વિષય છે.
આ પણ વાંચોઃ Vav-Tharad: મૈત્રી કરારથી કજિયો! યુવક સાથે રહેતી યુવતીને ઉઠાવી ગયો પરિવાર!
આ પણ વાંચોઃ Narmada: મહારાજ માધવાનંદનો પાસપોર્ટ મળ્યો! શું 1977 માં USA ગયા હતા?


