શું ગુજરાતમાં હવે 'ભાગેડું લગ્ન' અટકશે? Indrabharti Bapu એ સરકારની જાહેરાત અંગે આપી પ્રતિક્રિયા
- લગ્ન નોંધણી સુધારા પર Indrabharti Bapu નું નિવેદન
- હર્ષભાઈ સંઘવીની જાહેરાતને વધાવીએ છીએ: ઇન્દ્રભારતી બાપુ
- ભોળપણનો શિકાર બનતી દીકરીઓને મળશે સુરક્ષા: ઇન્દ્રભારતી બાપુ
Marriage Registration New Rules: ગુજરાત વિધાનસભા (Gujarat Legislative Assembly) ના ચાલુ સત્ર દરમિયાન રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (DyCM Harshbhai Sanghavi) દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને સામાજિક રીતે સંવેદનશીલ જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકાર હવે 'ગુજરાત રજીસ્ટ્રેશન ઓફ મેરેજ એક્ટ' (Gujarat Registration of Marriage Act) માં સુધારો કરવા જઈ રહી છે. આ પ્રસ્તાવિત સુધારા મુજબ, લગ્નની નોંધણી માટે હવે માતા-પિતાની પરવાનગી ફરજિયાત બનાવવાની જોગવાઈ પર ગંભીર વિચારણા હાથ ધરવામાં આવી છે.
Indrabharti Bapu સરકારના સમર્થનમાં
સરકારના આ પ્રગતિશીલ નિર્ણયને જૂનાગઢ (Junagadh) ના જાણીતા સંત ઇન્દ્રભારતી બાપુ (Indrabharti Bapu) એ ઉમળકાભેર વધાવ્યો છે. તેમણે DyCM હર્ષભાઈ સંઘવીની આ જાહેરાતને સમાજ હિતમાં ગણાવી છે. ઇન્દ્રભારતી બાપુએ જણાવ્યું હતું કે, "અમે હર્ષભાઈ સંઘવીની આ જાહેરાતને હૃદયપૂર્વક વધાવીએ છીએ. આજની પેઢીમાં ઘણી વખત દીકરીઓ અજાણતા કે ભોળપણમાં એવા નિર્ણયો લેતી હોય છે જેનાથી તેમનું ભવિષ્ય જોખમાય છે. આ કાયદાકીય સુધારાથી ભોળપણનો શિકાર બનતી દીકરીઓને સુરક્ષા (Security) મળશે."
Junagadh: "ભોળપનો શિકાર બનતી દીકરીઓને મળશે સુરક્ષા" | Gujarat First
લગ્ન નોંધણી સુધારા પર ઇન્દ્રભારતી બાપુનું નિવેદન
હર્ષભાઈ સંઘવીની જાહેરાતને વધાવીએ છીએ: ઇન્દ્રભારતી બાપુ
ભોળપનો શિકાર બનતી દીકરીઓને મળશે સુરક્ષા: ઇન્દ્રભારતી બાપુ
લગ્ન માટે માતા પિતાની મંજૂરી ખૂબ જરૂરી:… pic.twitter.com/oWE4yDjgsU— Gujarat First (@GujaratFirst) February 20, 2026
માતા-પિતાની જરુરી બનશે!
બાપુએ વધુમાં ઉમેર્યું કે, લગ્ન એ માત્ર બે વ્યક્તિઓનું મિલન નથી, પરંતુ બે પરિવારોનું જોડાણ છે. સંતાનોના જીવનના આટલા મોટા નિર્ણયમાં માતા-પિતા (Parents) ની મંજૂરી ખૂબ જ જરૂરી છે. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendrabhai Patel) અને નાયબ મુખ્યમંત્રીના આ સંયુક્ત પ્રયાસને એક સારો અને દૂરોગામી નિર્ણય ગણાવ્યો છે. તેમના મતે, આ સુધારાથી સામાજિક માળખું વધુ મજબૂત બનશે અને કૌટુંબિક વિખવાદોમાં ઘટાડો થશે.
વિધાનસભામાં પ્રક્રિયા અને જનતાના સૂચનો
વિધાનસભા ગૃહમાં નિયમ 44 (Rule 44) હેઠળ આ બાબતની જાહેરાત કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સ્પષ્ટ કર્યું હતું કે, સરકાર લોકશાહી ઢબે આગળ વધવા માંગે છે. આ લગ્ન નોંધણીના નવા સુધારા અંગે આગામી 30 દિવસ સુધી જનતા (Public) ના વાંધા અને સૂચનો મંગાવવામાં આવશે. આ સમયગાળા દરમિયાન રાજ્યના નાગરિકો, સામાજિક સંસ્થાઓ અને કાયદાકીય નિષ્ણાતો પોતાના પ્રતિભાવો આપી શકશે. પ્રાપ્ત થયેલા યોગ્ય અને રચનાત્મક સૂચનોને ધ્યાને લઈ કાયદાના અંતિમ મુસદ્દામાં જરૂરી સુધારા-વધારા કરવામાં આવશે.
આ સુધારો ખાસ કરીને એવા કિસ્સાઓને રોકવા માટે લાવવામાં આવી રહ્યો છે જ્યાં લગ્નના નામે છેતરપિંડી કે મરજી વિરુદ્ધના લગ્નો થતા હોય છે. હવે જોવાનું એ રહેશે કે 30 દિવસના અંતે જનતા તરફથી કેવા પ્રતિસાદ મળે છે અને કાયદો કયા નવા સ્વરૂપે અમલમાં આવે છે.


