Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat : વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીને લઈ માર્ગ મોકળો

સુનાવણી પૂર્ણ થતા હાઇકોર્ટે ચૂંટણી પીટીશન પર અંતિમ નિર્ણય જાહેર કર્યો
gujarat   વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીને લઈ માર્ગ મોકળો
Advertisement
  • પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ હાઈકોર્ટમાંથી અરજી ખેંચી
  • આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીની જીતને પડકારી હતી
  • ખાલી બેઠક કોર્ટમાં અરજી પેન્ડિંગ હોવાથી નહોતી થઈ ચૂંટણી

ગુજરાતમાં વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીને લઈ માર્ગ મોકળો થયો છે. જેમાં પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ હાઈકોર્ટમાંથી અરજી ખેંચી છે. અગાઉ આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીની જીતને પડકારી હતી. ભૂપત ભાયાણીએ રાજીનામું આપતા બેઠક ખાલી પડી હતી. ખાલી બેઠક કોર્ટમાં અરજી પેન્ડિંગ હોવાથી ચૂંટણી થઈ શકી ન હતી. હવે અરજી પરત ખેંચાતા પેટાચૂંટણી યોજવા માર્ગ મોકળો થયો છે.

Advertisement

Advertisement

કાયદાકીય ચુંગાલમાં ફસાયેલી પેટા ચૂંટણીનો માર્ગ હવે મોકળો

ઉલ્લેખનીય છે કે વિસાવદર બેઠકમાં ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડીને હારેલા હર્ષદ રીબડીયાએ પરિણામ બાદ જે તે સમયે વિજેતા બનેલા આપના ઉમેદવાર ભુપત ભાયાણીની ચૂંટણી પરિણામને રાજ્યની વડી અદાલતમાં પડકાર ફેંક્યો હતો. જેમાં હર્ષદ રીબડીયાએ ઇલેક્શન પિટિશન પરત ખેંચતા અંતે વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનો માર્ગ મોકળો થયો છે. જેમાં એક વર્ષ કરતા વધુ સમયથી જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પૈકી ખાલી પડેલી વિસાવદર વિધાનસભા બેઠક પરની પેટા ચૂંટણી ક્યારે થશે તેને લઈને ચર્ચાએ જોર પકડ્યું હતું. રાજકીય અને કાયદાકીય ચુંગાલમાં ફસાયેલી પેટા ચૂંટણીનો માર્ગ હવે મોકળો થતો જોવા મળી રહ્યો છે.

Advertisement

સુનાવણી પૂર્ણ થતા હાઇકોર્ટે ચૂંટણી પીટીશન પર અંતિમ નિર્ણય જાહેર કર્યો

પૂર્વ ધારાસભ્ય અને વર્ષ 2022માં ભાજપના ઉમેદવાર તરીકે વિસાવદર વિધાનસભા બેઠક પર ચૂંટણી લડીને હારેલા હર્ષદ રીબડીયાએ ચૂંટણી પરિણામ બાદ વિજેતા થયેલા આપના ઉમેદવાર ભૂપત ભાયાણીએ ગેરરીતી કરીને ચૂંટણીમાં વિજય મેળવ્યો છે, તે પ્રકારની ચૂંટણી પીટીશન રાજ્યની વડી અદાલતમાં દાખલ કરી હતી. આ પીટીશનને ગઈકાલે મંગળવારે હર્ષદ રીબડીયાએ પાછી ખેંચતા વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનો માર્ગ મોકળો થયો છે. બે દિવસ પૂર્વે પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ ઇલેક્શન પિટિશન પરત ખેંચવાની અરજી રાજ્યની વડી અદાલતમાં કરી હતી, જેમાં ગઈકાલે મંગળવારે સુનાવણી પૂર્ણ થતા હાઇકોર્ટે ચૂંટણી પીટીશન પર અંતિમ નિર્ણય જાહેર કર્યો છે.

ફરી એક વખત ત્રિપાંખીયા જંગ ખેલાશે!

વિસાવદર વિધાનસભા બેઠક પર ફરી એક વખત ત્રિપાંખીયો જંગ ખેલાય તેવી શક્યતા પણ ઊભી થઈ શકે છે, વિસાવદર વિધાનસભા બેઠક જીતેલી આમ આદમી પાર્ટી આ સીટ પર પોતાનો ઉમેદવાર ઉભો રાખશે તો બીજી તરફ કોંગ્રેસ પણ પોતાની પરંપરાગત બેઠકને ફરી એક વખત જીતવા માટે ચૂંટણી મેદાનમાં ચોક્કસ જોવા મળશે, તેની વચ્ચે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્યો અને હાલ ભાજપના સક્રિય કાર્યકર તરીકે કામ કરતા હર્ષદ રીબડીયા અને આમ આદમી પાર્ટીમાંથી આવેલા ભુપત ભાયાણી સિવાય અન્ય કોઈને પણ ટિકિટ આપીને ઉમેદવાર બનાવી શકે છે.

આ પણ વાંચો: RIL : અચાનક પરિવારને ઘરમાં મળ્યો એક કાગળ અને થયા માલામાલ!

Tags :
Advertisement

.

×