Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Rain: હવામાન વિભાગે આગામી 7 દિવસ જાણો કયા વિસ્તારમાં વરસાદની આગાહી કરી

Gujarat Rain: અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થતાં વરસાદ પડશે 27 ઓક્ટોબરે ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતના પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું Gujarat Rain: હવામાન વિભાગે આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે. જેમાં અરબી સમુદ્રમાં ડિપ્રેશન...
gujarat rain  હવામાન વિભાગે આગામી 7 દિવસ જાણો કયા વિસ્તારમાં વરસાદની આગાહી કરી
Advertisement
  • Gujarat Rain: અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થતાં વરસાદ પડશે
  • 27 ઓક્ટોબરે ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી
  • દક્ષિણ ગુજરાતના પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું

Gujarat Rain: હવામાન વિભાગે આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે. જેમાં અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થતાં વરસાદ પડશે. રાજ્યમાં આગામી 4 દિવસ ભારે વરસાદી હવામાનની આગાહી છે. જેમાં 26 ઓક્ટોબરે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તથા 26 અને 27 ઓક્ટોબરે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે.

અરબસાગરમાં એક્ટિવ સિસ્ટમના કારણે ગુજરાતમાં ફરી વરસાદની આગાહી

Advertisement
Advertisement

27 ઓક્ટોબરે ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ દક્ષિણ ગુજરાતના પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને હાલ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. અરબસાગરમાં એક્ટિવ સિસ્ટમના કારણે ગુજરાતમાં ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે.

Advertisement

હવામાન વિભાગે આગામી 7 દિવસ વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. આ દરમિયાન ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદી ઝાપટા વરસ્યાં છે. હાલ ખેડૂતનો પાક તૈયાર થવાના આરે હોય છે અને લલણીનું કામ ચાલતું હોય છે આવા સમયે વરસાદ આવતા ધરતીપુત્ર મુશ્કેલીમાં મૂકાયા છે.

Gujarat Rain: અમરેલી જિલ્લામાં વરસાદથી ખેડૂતો ચિંતામાં વધારો થયો

અમરેલી જિલ્લામાં વરસાદથી ખેડૂતો ચિંતામાં વધારો થયો છે. ધારીના સરસીયા અને ગોવિંદપુરમાં કમોસમી વરસાદ વરસ્યો. ખેતરોમાં પડેલા તૈયાર પાકને બચાવવા ખેડૂતોમાં અહીં દોડધામ મચી ગઇ. અમરેલી જિલ્લાના ધારી અને ખાંભા પંથક અને ત્રંબકપુર અને ગોવિંદપુર ગામે માવઠાથી ખેડૂતોને મુશ્કેલીમાં મૂક્યાં છે. ગીર સોમનાથના વેરાવળના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે એકાએક ધોધમાર વરસાદ આવ્યો છે. સવારથી અસહ્ય બફારા વચ્ચે બપોરના ધોધમાર વરસાદ વરસતાં તૈયાર થયેલા પાકને નુકસાન થાય તેવી ભીતિ સેવાઇ રહી છે.

આ પણ વાંચો: Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 71 તાલુકામાં માવઠુ, જાણો ક્યા કેટલો ખાબક્યો વરસાદ

Tags :
Advertisement

.

×