Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Junagadh News: યુવાને ટાવર પર ચઢીને મચાવ્યો હોબાળો, કલાકો પછી માંડ માંડ કરાયું રેસ્ક્યૂ

Junagadh: જૂનાગઢ (Junagadh) જિલ્લાના કેશોદ શહેરમાં ગત મોડી સાંજે એક યુવાને મોબાઈલ ટાવર પર ચઢી જઈને ભારે હોબાળો મચાવ્યો હતો. ટાવર પર ચઢેલા યુવાનની જાણ થતાં જ લોકોના મોટા ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.
junagadh news  યુવાને ટાવર પર ચઢીને મચાવ્યો હોબાળો  કલાકો પછી માંડ માંડ કરાયું રેસ્ક્યૂ
Advertisement
  • Junagadh ના કેશોદમાં યુવાન ટાવર પર ચડ્યો
  • યુવાન ટાવર પર ચડતા સમગ્ર વિસ્તારમાં હોબાળો
  • યુવાનને નીચે ઉતારવા લોકોએ અનેક પ્રયાસ કર્યા
  • યુવાન નીચે ન ઉતરતા પોલીસને જાણ કરાઈ

Junagadh: જૂનાગઢ (Junagadh) જિલ્લાના કેશોદ શહેરમાં ગત મોડી સાંજે એક યુવાને મોબાઈલ ટાવર પર ચઢી જઈને ભારે હોબાળો મચાવ્યો હતો. ટાવર પર ચઢેલા યુવાનની જાણ થતાં જ લોકોના મોટા ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.

Junagadh માં યુવાન મોબાઈલ ટાવર પર ચઢી જતાં દોડધામ

પ્રાપ્ત વિગતો અનુસાર, કોઈ અગમ્ય કારણોસર એક યુવાન અચાનક મોબાઈલ ટાવર (Mobile Tower) પર છેક ઉપર સુધી ચઢી ગયો હતો. આસપાસના લોકોએ તેને નીચે ઉતરવા માટે અનેક વિનંતીઓ અને પ્રયાસો (Efforts) કર્યા હતા, પરંતુ યુવાન નીચે ઉતરવા તૈયાર નહોતો. મામલો ગંભીર જણાતા સ્થાનિકોએ તાત્કાલિક પોલીસ (Police) અને ફાયર બ્રિગેડને (Fire Brigade) જાણ કરી હતી.

Advertisement

Junagadh News- High Voltage Drama- Keshod-Gujarat first2

Advertisement

પોલીસ અને ફાયર બ્રિગેડે સફળતાપૂર્વક કર્યું રેસ્ક્યુ

ઘટનાની ગંભીરતા જોઈ કેશોદ પોલીસ અને ફાયર ફાઈટરોની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે જરૂરી સાધનો સાથે ટાવર પર ચઢીને યુવાનને સુરક્ષિત રીતે નીચે ઉતારવા માટે રેસ્ક્યૂ ઓપરેશન (Rescue Operation) શરૂ કર્યું હતું. ભારે જહેમત અને સમજાવટ બાદ યુવાનને સફળતાપૂર્વક નીચે ઉતારવામાં આવ્યો હતો, જેના પગલે તંત્ર અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Junagadh News- High Voltage Drama- Keshod-Gujarat first2

તપાસનો ધમધમાટ શરુ

યુવાન શા માટે ટાવર પર ચઢ્યો હતો અને તેની પાછળ કોઈ પારિવારિક વિવાદ (Family Dispute) કે અન્ય કોઈ માનસિક તણાવ હતો કે કેમ, તે દિશામાં કેશોદ પોલીસે તપાસ (Investigation) હાથ ધરી છે. હાલ યુવાનને સુરક્ષિત રીતે તેના પરિવારને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: NEET 2026 Leak બાદ પરીક્ષા રદ: ફરી લેવાશે પરીક્ષા, CBI કરશે તપાસ

Tags :
Advertisement

.

×