શ્રાવણના બીજા સોમવારે શિવાલયમાં ભક્તોની ભારે ભીડ, પ્રથમ જ્યોતિર્લિંગ Somnath મંદિરથી Live આરતી
- શ્રાવણના બીજા સોમવારે સોમનાથમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી
- સોમનાથ મંદિર હર હર ભોલેના નાદથી ગૂંજી ઉઠ્યું છે
- ભોળાનાથની આરતીનો લ્હાવો લેવા ભક્તો ઉમટ્યા છે
Somnath Temple: શ્રાવણના બીજા સોમવારે સોમનાથમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી છે. જેમાં સોમનાથ મંદિર હર હર ભોલેના નાદથી ગૂંજી ઉઠ્યું છે. ભોળાનાથની આરતીનો લ્હાવો લેવા ભક્તો ઉમટ્યા છે. બિલીપત્ર, દૂધ અને ફળ લઈને ભક્તો આવી રહ્યા છે. જેમાં સોમનાથ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથથી LIVE આરતી શરૂ છે. ઘરે બેઠા સોમનાથ દાદાના દર્શન કરો. જેમાં ગુજરાત ફર્સ્ટ પર આરતીના LIVE દર્શન કરો.
આજે પવિત્ર શ્રાવણ માસનો બીજો સોમવાર
આજે પવિત્ર શ્રાવણ માસનો બીજો સોમવાર છે, વહેલી સવારથી રાજ્યના વિવિધ શિવમંદિરોમાં ભક્તોનો પ્રવાહ દેવાધિદેવ મહાદેવના દર્શન માટે ઉમટતો જોવા મળી રહ્યો છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિર સહિત રાજ્યના વિવિધ શિવાલયો વહેલી સવારથી હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા. શ્રાવણમાસના બીજા સોમવાર નિમિત્તે અમદાવાદ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. વહેલી સવારથી ભક્તોની લાંબી કતાર મંદિર પરિસરમાં જોવા મળી હતી. ભાવિકોએ પણ ભોળાનાથના દર્શન અને પૂજા કરીને ધન્યતા અનુભવી હતી.
સોમનાથ મહાદેવના દર્શને દર વર્ષે કરોડો શ્રદ્ધાળુઓ આવતા હોય છે
સોમનાથ મહાદેવના દર્શને દર વર્ષે કરોડો શ્રદ્ધાળુઓ આવતા હોય છે. તેમજ સોમનાથ ટ્રસ્ટ અતિથિ દેવો ભવ: સૂત્રને અનુસરીને શ્રદ્ધાળુઓને ઉત્તમ સેવા અને સુરક્ષા પૂરી પાડવા સતત પ્રયત્નશીલ રહ્યું છે. વર્તમાન સમયમાં તીર્થયાત્રા સ્થળોની આસ્થાનો દુરૂપયોગ કરીને ઓનલાઈન હોટલ બુકિંગના બહાને અનેક યાત્રાળુઓ આવી ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. જેમાં હોટલ ચેઇનના નામે બોગસ વેબસાઈટો કે ફોન UPI દ્વારા સાયબર ફ્રોડના ગુનાઓ વધી રહ્યા છે. આનાથી યાત્રીઓની વ્યક્તિગત માહિતી અને નાણાંની નુકસાની થતી હોય છે.
આયોજન સોમનાથ રામમંદિર ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું
આવા બનાવોને ટાળવા માટે સોમનાથ ટ્રસ્ટે ભારત સરકારના ગૃહ મંત્રાલયના સાયબર સુરક્ષા વિભાગના તજજ્ઞો સાથે મળીને એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જે આયોજન સોમનાથ રામમંદિર ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું હતુ. આ વર્કશોપમાં હોટલ વ્યવસ્થાપકો, યાત્રાધામના સેવકો અને સ્થાનિક સંચાલકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમને સમજાવવામાં આવ્યું હતું કે કેવી રીતે આ ઓનલાઈન ફ્રોડના કેસો અટકાવી શકાય. તેમજ સંલગ્ન વ્યવસ્થાઓમાં કઈ પ્રકારની સાવચેતી જરૂરી હોય છે.
આ પણ વાંચો: Chatgpt Privacy Alert: શું તમે ChatGPTનો ઉપયોગ કરો છો? તો થઇ જાવ સાવધાન....