Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Junagadh માં ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કરતાં પહેલા આ વાંચજો, સગીરા સાથે જે થયું તે ધ્રુજાવી દેશે!

જૂનાગઢમાં ત્રણ શખ્સોએ સગીરાને ઈન્સ્ટાગ્રામ પર ધમકી આપી, ભાઈનું અપહરણ કરવાની બીક બતાવી તેનું અપહરણ કર્યું અને બદકામ કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે અર્પિત વઘાસીયા સહિત ત્રણ સામે પોક્સો (POCSO) હેઠળ ગુનો નોંધી બે આરોપીઓની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી કાયદેસરની તપાસ  હાથ ધરી છે.
junagadh માં ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કરતાં પહેલા આ વાંચજો  સગીરા સાથે જે થયું તે ધ્રુજાવી દેશે
Advertisement
  • Junagadh માં સગીરાનું અપહરણ કરી બદકામ કરવાનો પ્રયાસ
  • Instagram અને મોબાઈલ દ્વારા સગીરાને અપાતી હતી ધમકી
  • સગીરાના ભાઈનું અપહરણ અને સગાઈ તોડવાની આપતા ધમકી

Junagadh: જૂનાગઢ શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક સગીરાનું અપહરણ (Abduction) કરી તેની સાથે બદકામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ કિસ્સામાં આરોપીઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ (Instagram) અને મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને સગીરાને માનસિક રીતે ટોર્ચર (Torture) કરી હોવાનું બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે. આ મામલે પોલીસે આરોપીઓ સામે ગુનો દાખલ બે આરોપીઓને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Junagadh: ધમકી આપી સગીરાને ફસાવવાનું કાવતરું

મળતી જાણકારી અનુસાર આરોપીઓ ઈન્સ્ટાગ્રામમાં સગીરા સાથે સંપર્કમાં આવ્યા હતા. જે બાદ સગીરાને ફસાવવાનું કાવતરું ઘડ્યું હતુ. પોતાનો બદઈરાદો પાર પાડવા સગીરાને ધમકીઓ આપવાનું શરું કર્યું હતુ. સગીરાના ભાઈનું અપહરણ કરવાની અને તેની સગાઈ (Engagement) તોડાવી નાખવાની ધમકીઓ આપતા હતા. આ પ્રકારના માનસિક દબાણથી સગીરાને તેના ઘરેથી ફોસલાવીને ભગાડી જવાનું પૂર્વયોજિત કાવતરું (Conspiracy) ઘડવામાં આવ્યું હતું. સગીરાના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપીને આરોપીઓ તેને પોતાની જાળમાં ફસાવવા માંગતા હતા.

Advertisement

પોલીસ ફરિયાદ બાદ સકંજો

આ સમગ્ર મામલે સગીરાના પરિવારને જાણ થતાં તેઓ પણ હચમચી ગયા હતા. બાદમાં ભોગ બનનારના પરિવાર હિંમત દાખવી ભેસાણ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જૂનાગઢ પોલીસે આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને તુરંત જ ગુનો દાખલ કર્યો છે. આરોપીઓ સામે અપહરણની કલમો અને ખાસ કરીને પોક્સો (POCSO) એક્ટ હેઠળ કડક ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસમાં અર્પિત વઘાસીયા, પરેશ રાદડિયા અને મીત ઉધાડ નામના શખ્સો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ છે.

Advertisement

બે આરોપીઓની ધરપકડ

ઘટનાની જાણ થતા જ જૂનાગઢ પોલીસની વિવિધ ટીમો કાર્યરત થઈ હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી પોલીસે ગણતરીના કલાકોમાં જ મુખ્ય બે આરોપીને દબોચી લીધા છે. ઝડપાયેલા આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે વાલીઓ માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે.

આ પણ વાંચોઃ Surat નો વિદ્યાર્થી નીકળ્યો ઈન્ટરનેશનલ ખેલાડી! લોકોને બાટલીમાં ઉતારી કરોડોનું કરી નાખ્યું

Tags :
Advertisement

.

×