Junagadh: "35 લાખ આપો તો જ મીટિંગ, બાકી રામ-રામ", ભાજપના ધારાસભ્ય અને તાલુકા પ્રમુખનો ઓડિયો વાયરલ
- જૂનાગઢ (Junagadh) જિલ્લા ભાજપમાં આંતરિક વિખવાદ સામે આવ્યો
- MLAઅરવિંદ લાડાણી (Arvind Ladani) અને જિ.પંચાયત પ્રમુખ ઠુંમર (Haresh Thummar) સામસામે
- જિલ્લા પંચાયત પ્રમુખ પર કામમાં અવરોધ કરવાનો આરોપ
- ખટરાગને લઈ મેંદરડા તાલુકા પંચાયત પ્રમુખે રાજીનામું આપ્યું
- MLA અને તાલુકા પ.પ્રમુખના વાયરલ ઓડિયોની ગુજરાત ફર્સ્ટ પુષ્ટિ કરતું નથી
Junagadh : જૂનાગઢ (Junagadh) જિલ્લા ભાજપમાં હાલ ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. પક્ષના આંતરિક વિખવાદ અને ખટરાગના કારણે સ્થાનિક રાજકારણમાં મોટો વંટોળ ઊભો થયો છે. માણાવદર (Manavadar) ના ધારાસભ્ય અરવિંદ લાડાણી (Arvind Ladani) અને જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુંમર (Haresh Thummar) વચ્ચેનો વિવાદ હવે જાહેરમાં આવ્યો છે.
જૂનાગઢ (Junagadh) જિલ્લા ભાજપમાં આંતરિક વિખવાદ સામે આવ્યો
આ વિવાદના પરિણામે મેંદરડા (Mendarda) તાલુકા પંચાયતના પ્રમુખ જયકીશનભાઈ માંડવીયા (Jaykishanbhai Mandaviya) એ પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું છે. તેમણે રાજીનામા પાછળ જ્ઞાતિ આધારિત ભેદભાવ અને કામમાં થતા અવરોધના ગંભીર આક્ષેપો કર્યા છે.
વિવાદના મુખ્ય કારણો અને વાયરલ ઓડિયો
આ સમગ્ર મામલે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં મેંદરડા તાલુકા પંચાયત પ્રમુખ ધારાસભ્ય અરવિંદ લાડાણીને ગ્રાન્ટ મુદ્દે રડતા-રડતા આજીજી કરતા સંભળાય છે. ઓડિયોમાં તે કહી રહ્યા છે કે, "મને 35 લાખ રૂપિયા આપો તો મીટિંગ કરવી છે, બાકી રામ રામ." જોકે, MLA અને તાલુકા પ.પ્રમુખના વાયરલ ઓડિયોની ગુજરાત ફર્સ્ટ પુષ્ટિ કરતું નથી.
MLAઅરવિંદ લાડાણી અને જિ.પંચાયત પ્રમુખ ઠુંમર સામસામે
ધારાસભ્ય અરવિંદ લાડાણીએ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુંમર પર કામમાં અવરોધ ઊભો કરવાનો આરોપ લગાવતા જણાવ્યું હતું કે આયોજનની બેઠકમાં તેમને બોલાવવાની જરૂર હોતી નથી. બીજી તરફ, મેંદરડાના આગેવાનો વિનુભાઈ રાજાણી (Vinubhai Rajani) અને ચિરાગ રાજાણી (Chirag Rajani) સામે પણ તાલુકા પંચાયત પ્રમુખે રોષ વ્યક્ત કર્યો છે.
પક્ષ માટે ખતરાની ઘંટી
જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુંમરે આ સમગ્ર ઘટનાને પક્ષ માટે શરમજનક ગણાવી છે. તેમણે જણાવ્યું કે પાર્ટીમાં એકબીજાની અવગણના કરવી એ પક્ષ માટે ખતરાની ઘંટી સમાન છે. તેમણે તાલુકા પંચાયત પ્રમુખના રાજીનામાને એક પ્રકારનું નાટક પણ ગણાવ્યું હતું, કારણ કે તેમની મુદત પૂરી થવાના આરે હતી.
આ આંતરિક જૂથબંધી અને ગ્રાન્ટ ફાળવણીના વિવાદને લઈને હરેશ ઠુંમર હવે પ્રદેશ કક્ષાએ ઉચ્ચકક્ષાની રજૂઆત કરવાની તૈયારી કરી રહ્યા છે. માર્ચ મહિના પહેલા આયોજનની મીટિંગ બોલાવવાની હોય છે, પરંતુ ધારાસભ્ય દ્વારા એપ્રિલ મહિનામાં મીટિંગ બોલાવવા દબાણ કરવામાં આવતું હોવાના આક્ષેપો પણ ચર્ચાના કેન્દ્રમાં છે.
આ પણ વાંચો : Studio on Wheels: સાંસદ Miteshbhai Patel સાથે ખાસ સંવાદ, જાણો કેવી રીતે નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે આણંદ જિલ્લો


