Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Jamnagar મનપાની ચૂંટણી માટે કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા, આટલા ઉમેદવાર ઉતારશે કોંગ્રેસ!

જામનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા શહેર કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પ્રભારી લલિત વસોયાની અધ્યક્ષતામાં તમામ 64 બેઠકો માટે ઉમેદવારોની પસંદગીની કામગીરી શરૂ થઈ છે. મોટી સંખ્યામાં દાવેદારોએ પોતાની ઉત્સુકતા દર્શાવી છે, જ્યાં કોંગ્રેસ વિકાસના મુદ્દે એકજૂથ થઈ ચૂંટણી લડવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે.
jamnagar મનપાની ચૂંટણી માટે કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા  આટલા ઉમેદવાર ઉતારશે કોંગ્રેસ
Advertisement
  • Jamnagar મનપા માટે કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા શરૂ
  • શહેર કાર્યાલય પર પ્રભારી સેન્સ લેવા પહોંચ્યા
  • પ્રભારી લલીત વસોયા સહિતની ટીમ સેન્સ લેવા બેઠી

Jamnagar: આગામી જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આજે શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રભારી લલિતભાઈ વસોયા (Lalit Vasoya) અને તેમની નિરીક્ષકોની ટીમ દ્વારા સેન્સ પ્રક્રિયા (Sense Process) શરૂ કરવામાં આવી છે. મનપાની તમામ 64 બેઠકો પર મજબૂત ઉમેદવારો ઉતારવા માટે પક્ષના નેતાઓએ સંભવિત દાવેદારોને વ્યક્તિગત રીતે સાંભળવાની શરૂઆત કરી છે. આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ જમીની સ્તરના કાર્યકરોનો અભિપ્રાય જાણીને જનતામાં લોકપ્રિય હોય તેવા ચહેરાઓને તક આપવાનો છે.

Jamnagar: પ્રભારીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક

જામનગર શહેરના કોંગ્રેસ કાર્યાલય પર સવારથી જ કાર્યકરો અને નેતાઓનો જમાવડો જોવા મળ્યો. પ્રભારી લલિતભાઈ વસોયા સહિતની ઉચ્ચ સ્તરીય ટીમ સેન્સ લેવા માટે બેઠી છે. ચૂંટણી લડવા માંગતા અનેક દાવેદારોએ પોતપોતાના બાયોડેટા સાથે હાજરી આપી છે. પ્રભારીઓએ દરેક વોર્ડના અને અન્ય સમીકરણોને ધ્યાને રાખીને દાવેદારો સાથે ચર્ચા કરી છે.

Advertisement

jamanagar_gujarat_fisrt11

Advertisement

તમામ 64 બેઠકો પર ઉમેદવાર ઉતારવાની જાહેરાત

લલિતભાઈ વસોયાએ કહ્યું કે જામનગર (Jamnagar) ની તમામ 64 બેઠકો પર પક્ષ પોતાના અધિકૃત ઉમેદવારો ઉતારશે. કાર્યકરોનો ઉત્સાહ જોતાં લાગે છે આ વખતે કોંગ્રેસનો ઝંડો લહેરાશે. વિકાસના મુદ્દાઓને જનતાની વચ્ચે લઈ જઈશું. કોંગી કાર્યકરો એકજૂથ થઈ મનપા ચૂંટણી લડશે. આગામી દિવસોમાં સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આખરી નામોની જાહેરાત કરવામાં આવશે. જામનગરમાં સત્તાધારી પક્ષને પછાડવા માટે કોંગ્રેસે અત્યારથી જ એડીચોટીનું જોર લગાવ્યું છે.

 આ પણ વાંચોઃ Jamnagar: જિલ્લા અને તાલુકા પંચાયતોમાં આજથી ચૂંટાયેલી પાંખની વિદાય, શું પક્ષોના સમીકરણો બગડશે?

Tags :
Advertisement

.

×