Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Junagadh માં મહાશિવરાત્રી લઘુ કુંભ મેળાને લઈને સાધુઓમાં મતભેદ, અલગ-અલગ બેઠકો યોજાઈ

Junagadh: ગિરનારની તળેટીમાં યોજાનારા પ્રખ્યાત ભવનાથ મહાશિવરાત્રી મેળાને 'લઘુ કુંભ' તરીકે ભવ્ય બનાવવા માટેની તૈયારીઓ વચ્ચે સાધુ-સંતોમાં મતભેદ સપાટી પર આવ્યા છે. એક જ મેળાના આયોજન માટે અલગ-અલગ બેઠકો યોજાતા જૂનાગઢના ભાવિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
junagadh માં મહાશિવરાત્રી લઘુ કુંભ મેળાને લઈને સાધુઓમાં મતભેદ  અલગ અલગ બેઠકો યોજાઈ
Advertisement
  • જૂનાગઢમાં મહાશિવરાત્રી લઘુ કુંભ મેળાને લઇને બેઠક
  • એક જ મેળાને લઇને સાધુઓની અલગ અલગ બેઠક
  • અલગ અલગ બેઠકને લઈ જૂનાગઢના ભાવિકોમા ચર્ચાઓ
  • પ્રથમ બેઠક મળ્યા બાદ કાલે ફરી સાધુઓની યોજાઇ બેઠક
  • ગાંધીનગરમાં થયેલી પ્રથમ બેઠકમાં કેટલાક સાધુઓ હતા ગેરહાજર
  • ગઇકાલે ફરી ગાંધીનગર ખાતે ગેરહાજર સાધુઓની મળી બેઠક
  • જૂનાગઢ શહેરના પૂર્વ તેમજ વર્તમાન ભાજપ પ્રમુખ બેઠકમાં જોડાયા
  • લઘુ કુંભ મેળામા બે ભાગ પડયા હોય તેવી હાલની સ્થિતિ

Junagadh: ગિરનારની તળેટીમાં યોજાનારા પ્રખ્યાત ભવનાથ મહાશિવરાત્રી મેળાને 'લઘુ કુંભ' તરીકે ભવ્ય બનાવવા માટેની તૈયારીઓ વચ્ચે સાધુ-સંતોમાં મતભેદ સપાટી પર આવ્યા છે. એક જ મેળાના આયોજન માટે અલગ-અલગ બેઠકો યોજાતા જૂનાગઢના ભાવિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Advertisement

જૂનાગઢમાં મહાશિવરાત્રી લઘુ કુંભ મેળાને લઇને બેઠક

મળતી માહિતી મુજબ ગાંધીનગરમાં મહાશિવરાત્રી લઘુ કુંભ મેળાને લઇને પ્રથમ બેઠક યોજાઈ હતી, જેમાં મેળાને રાષ્ટ્રીય સ્તરે રજૂ કરવા અને શ્રદ્ધાળુઓની સુવિધા-સુરક્ષા માટે ચર્ચા થઈ. આ બેઠકમાં સાધુ-સંતો, પ્રવાસન વિભાગના અધિકારીઓ અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ હાજર રહ્યા હતા. જોકે, કેટલાક મહત્વના સાધુઓ આ બેઠકમાં ગેરહાજર રહ્યા હતા.ગેરહાજર સાધુઓને સામેલ કરવા ગઇકાલે ગાંધીનગરમાં જ ફરી એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જૂનાગઢ શહેરના પૂર્વ તેમજ વર્તમાન ભાજપ પ્રમુખ પણ જોડાયા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મેળાના આયોજનમાં સાધુઓની ભૂમિકા, પરંપરાઓનું જતન અને વહીવટી વ્યવસ્થા અંગે મતભેદ છે.આ અલગ-અલગ બેઠકોને કારણે લઘુ કુંભ મેળામાં જાણે બે ભાગ પડ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

Advertisement

Mahashivratri Laghu Kumbh Mela in Junagadh2

અલગ અલગ બેઠકને લઈ જૂનાગઢના ભાવિકોમા ચર્ચાઓ

જૂનાગઢના ભાવિકોમાં આ અંગે વ્યાપક ચર્ચા ચાલી રહી છે. ઘણા ભાવિકોને આશા છે કે ટૂંક સમયમાં આ મતભેદો દૂર થશે અને મેળો પરંપરાગત ભવ્યતા સાથે યોજાશે.ભવનાથ મેળો દેશમાં મહાશિવરાત્રીએ યોજાતો સૌથી મોટો મેળો છે, જેમાં લાખો શ્રદ્ધાળુઓ અને નગા સાધુઓની રવાડી મુખ્ય આકર્ષણ છે. આ વર્ષે પણ મેળાને મિની કુંભ તરીકે વધુ ભવ્ય બનાવવાની યોજના છે.

આ પણ વાંચો: Surat: મગદલ્લા દરિયામાં કોલસો ભરેલી બોટ પલટી, 6 લોકોનું રેસ્ક્યું

Tags :
Advertisement

.

×