Junagadh : સાબલપુરમાં પાણીમાં ડૂબી જવાથી 12 વર્ષનાં માસૂમ બાળકનું મોત
- Junagadh નાં સાબલપુરમાં પાણીમાં ડૂબી જતાં બાળકનું મોત
- ન્હાવા માટે પડેલ બાળકનું પાણીમાં ડૂબી જવાથી મોત
- ફાયર વિભાગે 12 વર્ષીય અમન ખેભરનાં મૃતદેહને બહાર કાઢ્યો
- બાળકને સિવિલ હોસ્પિટલ ખસેડતા તબીબે મૃત જાહેર કર્યો
જુનાગઢનાં (Junagadh) સાબલપુરમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. ગામ પાસે પાણી ભરેલા ખાડામાં ન્હાવા પડેલ બાળકનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતાં ટીમ ત્વરિત સ્થળે પહોંચી હતી અને બાળકને બહાર કાઢી સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો. સ્થાનિક પોલીસે બાળકનાં મૃતદેહને પીએમ અર્થે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી છે. લાડકવાયાને ગુમાવતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.ટ
આ પણ વાંચો - Bharuch : ધો. 8 માં ભણતી સગીરાને યુવક ભગાડી ગયો, મિત્રનાં ફાર્મ હાઉસમાં દુષ્કર્મ આચર્યાનો આરોપ
12 વર્ષીય યુવક પાણી ભરેલા ખાડામાં ન્હાવા પડ્યો, ડૂબી જતાં મોત
પ્રાપ્ત માહિતી અનુસાર, જુનાગઢ જિલ્લાનાં સાબલપુર ગામે (Sabalpur) રહેતો 12 વર્ષીય અમન ખેભર ગામ નજીક આવેલા પાણીથી ભરેલા ખાડામાં ન્હાવા માટે ગયો હતો. દરમિયાન, ઊંડાં પાણીમાં ખેંચાઈ જતાં અમન ડૂબ્યો હતો. સ્થાનિક લોકો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી. ફાયર બ્રિગેડની ટીમ (Junagadh Fire Brigade) ઘટના સ્થળે પહોંચી હતી અને બાળકની શોધખોળ આદરી હતી. બે કલાકની જહેમત બાદ બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો.
આ પણ વાંચો - Ahmedabad : સાણંદમાં પ્રેમ સબંધમાં યુવકની હત્યા, શું છે ફિલ્મી ઢબે થયેલી હત્યાનું કારણ
બાળકને સિવિલ હોસ્પિટલ ખસેડતા તબીબે મૃત જાહેર કર્યો
ફાયર બ્રિગેડની ટીમે બાળકનાં મૃતદેહને બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં હાજર તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ પણ પહોંચી હતી અને પીએમ સહીતની કાર્યવાહી હાથ ધરી હતી. પરિવારે તંત્રની ઘોર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. વ્હાલા દીકરાને ગુમાવતા પરિવાર પર દુ:ખનો પહાડ તૂટ્યો છે.
આ પણ વાંચો - Kutch : પાકિસ્તાન માટે જાસૂસી કરનારા શખ્સના રિમાન્ડ મંજૂર, પૂછપરછમાં મોટા ખુલાસા!