Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Junagadh : વાલીઓ માટે ચેતવણી સમાન કિસ્સો! 14 વર્ષનાં સગીરે ફાંસો ખાઈ આપઘાત કર્યો

માળીયા પોલીસે વિદ્યાર્થીના મૃતદેહને પીએમ અર્થે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
junagadh   વાલીઓ માટે ચેતવણી સમાન કિસ્સો  14 વર્ષનાં સગીરે ફાંસો ખાઈ આપઘાત કર્યો
Advertisement
  1. Junagadh નાં માળીયા હાટીનામાં સગીર વિદ્યાર્થીએ આપઘાત કર્યો
  2. 14 વર્ષના સગીરે માતા-પિતાનાં ઠપકાનાં કારણે આપઘાત કર્યાનો પ્રાથમિક અહેવાલ
  3. ભણતર બાબતે ઠપકો આપતા વિદ્યાર્થીએ જીવન ટુંકાવ્યું!
  4. હર્ષ નામનો સગીર ધોરણ-9 માં કરતો અભ્યાસ હતો

જુનાગઢનાં (Junagadh) માળીયાહાટીમાં એક વિદ્યાર્થીએ જીવન ટુંકાવ્યું છે. 14 વર્ષનાં સગીરે ભણતર બાબતે માતા-પિતાનાં ઠપકાનાં કારણે મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની પ્રાથમિક માહિતી છે. આ મામલે માળીયા પોલીસે (Maliya Police) વિદ્યાર્થીના મૃતદેહને પીએમ અર્થે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Rajkot : ન્યૂડ વીડિયો કોલમાં વાત કરતા ઝડપાયા મારવાડી યુનિ.નાં પ્રોફેસર, ઓળખ છતી થઈ!

Advertisement

Advertisement

ભણતર બાબતે ઠપકો આપતા વિદ્યાર્થીએ જીવન ટુંકાવ્યું!

પ્રાથમિક અહેવાલ અનુસાર, જુનાગઢ જિલ્લાનાં (Junagadh) માળીયા હાટીનામાં (Maliya Hatina) રહેતો એક સગીર ધોરણ 9 માં અભ્યાસ કરતો હતો. દરમિયાન, પિતાએ 10 નું બોર્ડ આવતું હોવાથી તેની તૈયારી કરવા અને અભ્યાસમાં ધ્યાન આપવા અંગે ઠપકો આપ્યો હતો. આ વાતનું મનમાં લાગી આવતા સગીરે ગત મોડી રાતે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યા હતો. ઘટનાની જાણ થતાં માળીયા પોલીસ સ્થળે પહોંચી હતી અને સગીરનાં મૃતદેહને પીએમ અર્થે સામૂહિક આરોગ્ય કેન્દ્ર (Collective Health Centre) ખાતે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - માનવતા હજુ જીવે છે, કૉન્સ્ટેબલ અને બે યુવકો મધરાતે ભૂલા પડેલા વયોવૃદ્ધનું ઘર શોધતા હતા

વાલીઓએ બાળકો પર બિનજરૂરી દબાણ ન કરવું જોઈએ : DYSP માંગરોળ

માંગરોળ DYSP એ (DYSP Mangrol) જણાવ્યું કે, મૃતક સગીરનું નામ હર્ષ હતું. હાલ આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરાઈ છે. સાથે જ ડીવાયએસપીએ વાલીઓને પણ અપીલ કરતા કહ્યું કે, વાલીઓએ બાળકો પર અભ્યાસ માટે બિનજરૂરી દબાણ ન કરવું જોઈએ. બાળકોને પ્રેમથી સમજાવવા જોઈએ, જેથી આ પ્રકારની ઘટનાઓ અટકી શકે.

આ પણ વાંચો - Oparation Sindoor : ભારત માતા કી જય… ભુજ એરફોર્સ સ્ટેશન પર રાજનાથ સિંહ સાથે સૈનિકોએ લગાવ્યા નારા

Tags :
Advertisement

.

×