Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Junagadh: ભવનાથ તળેટી અને ગિરનાર પર્વત પર ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર

Junagadh: 'હર હર મહાદેવ' અને 'જય ગિરનારી'ના નાદ સાથે આજે જૂનાગઢ (Junagadh)  ની પવિત્ર ગિરનાર તળેટી ગુંજી ઉઠી છે. મહાશિવરાત્રી (Mahashivratri) ના પાવન પર્વ નિમિત્તે જૂનાગઢમાં ભક્તોનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ ભવનાથ તળેટીમાં માનવ મહેરામણ ઉભરાયું છે.
junagadh  ભવનાથ તળેટી અને ગિરનાર પર્વત પર ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર
Advertisement
  • જૂનાગઢમાં (Junagadh) મહાશિવરાત્રી (Mahashivratri) ના મેળાનો અંતિમ દિવસ
  • મહાશિવરાત્રીએ ભવનાથમાં ઉમટ્યું માનવ મહેરામણ
  • ગિરનાર પર્વત પર પણ ભક્તોની ભારે ભીડ જામી
  • મૃગી કુંડમાં સાધુ સંતોના સ્નાન બાદ મેળાની પૂર્ણાહુતિ થશે

Junagadh: 'હર હર મહાદેવ' અને 'જય ગિરનારી'ના નાદ સાથે આજે જૂનાગઢ (Junagadh)  ની પવિત્ર ગિરનાર તળેટી ગુંજી ઉઠી છે. મહાશિવરાત્રી (Mahashivratri) ના પાવન પર્વ નિમિત્તે જૂનાગઢમાં ભક્તોનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ ભવનાથ તળેટીમાં માનવ મહેરામણ ઉભરાયું છે, જાણે આખું શિવભક્ત સમુદાય ભોળાનાથના શરણોમાં શીશ ઝુકાવવા ઉમટી પડ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.

junagadh- bhavnath- shivratri-Gujarat first

Advertisement

ભવનાથ મહાદેવના દ્વારે આસ્થાનું ઘોડાપૂર

મહાશિવરાત્રીના આ મેળામાં ભવનાથ મહાદેવના દર્શનનું વિશેષ મહત્વ છે. વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે. શિવાલયોમાં અભિષેક અને પૂજન-અર્ચન માટે શ્રદ્ધાળુઓમાં અનેરો થનગનાટ છે. તળેટીનો વિસ્તાર ભક્તોની ભીડથી ચિક્કાર ભરાઈ ગયો છે, જેના કારણે ચારેબાજુ ભક્તિમય વાતાવરણ પ્રસરી ગયું છે.

Advertisement

ગિરનારના પગથિયાં ખૂંદતા શ્રદ્ધાળુઓ

માત્ર તળેટી જ નહીં, પરંતુ ગિરનાર પર્વત પર પણ ભક્તોની ભારે ભીડ જામી છે. અંદાજે 5500 પગથિયાં ચડીને માઈભક્તો શક્તિપીઠ મા અંબાના દર્શને પહોંચ્યા છે. આકરી ચઢાણ હોવા છતાં ભક્તોના ઉત્સાહમાં કોઈ કમી જોવા મળી નથી. મા અંબાના દર્શન બાદ શ્રદ્ધાળુઓ ગુરુ દત્તાત્રેયના શિખર પર પણ શીશ ઝુકાવવા જઈ રહ્યા છે, જ્યાં સવારથી જ ભારે ભીડ જોવા મળી રહી છે.

junagadh- bhavnath- shivratri-Gujarat first3

મૃગી કુંડમાં સાધુ સંતોના સ્નાન બાદ મેળાની પૂર્ણાહુતિ થશે

આજે જૂનાગઢ મહાશિવરાત્રીના મેળાનો અંતિમ દિવસ છે. ત્યારે ભવનાથ મંદિરમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે. ભવનાથ મંદિરના વહીવટદાર અને અધિકારીઓએ પ્રથમ પૂજામાં ભાગ લીધો હતો. અધિકારીઓ દ્વારા ભવનાથ મહાદેવનો શણગાર કરવામાં આવ્યો
આજે રાત્રે ત્રણ અખાડાના દેવોની પાલખી નીકળશે અને મધ્ય રાત્રે મૃગી કુંડમાં સાધુ સંતોના સ્નાન બાદ મેળાની પૂર્ણાહુતિ થશે.

junagadh- bhavnath- shivratri-Gujarat first

ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને વ્યવસ્થા

લાખોની સંખ્યામાં ઉમટી પડેલા યાત્રિકોની સુરક્ષા અને સુવિધા માટે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સજ્જ તૈયારીઓ કરવામાં આવી છે. ભીડને નિયંત્રિત કરવા અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તળેટીથી લઈને પર્વત પરના વિવિધ પોઈન્ટ્સ સુધી ચુસ્ત પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે.

ભજન, ભોજન અને ભક્તિના આ મહાપર્વમાં સાધુ-સંતોના આશીર્વાદ અને રવેડીના દર્શન કરવા માટે દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ જૂનાગઢ આવી પહોંચ્યા છે. ગિરનારની ગોદમાં આજે ભક્તિનો સાગર છલકાયો છે.

આ પણ વાંચો:  Ahmedabad ના શિવાલયોમાં હર હર ભોળેના નાદ, પારમેશ્વર મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપૂર

Tags :
Advertisement

.

×