ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Junagadh : કેશોદમાં વકીલ યુવકે ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું, આપઘાત પહેલા લખી સુસાઇડ નોટ

જુનાગઢ જિલ્લાનાં (Junagadh) કેશોદ તાલુકાનાં રાણિંગપરા ગામે અવાવરું જગ્યાએ જઈ વકીલ યુવકે ઝેરી દવા પી આપઘાત કર્યો હતો.
08:31 PM Jul 07, 2025 IST | Vipul Sen
જુનાગઢ જિલ્લાનાં (Junagadh) કેશોદ તાલુકાનાં રાણિંગપરા ગામે અવાવરું જગ્યાએ જઈ વકીલ યુવકે ઝેરી દવા પી આપઘાત કર્યો હતો.
Junagadh_Gujarat_first main 2
  1. જુનાગઢનાં કેશોદમાં વકીલ યુવકે અવાવરું જગ્યાએ જઈ ઝેરી દવા પી આપઘાત કર્યો (Junagadh)
  2. મૃતક યુવક પાસેથી પોલીસને સહી-સિક્કા કરેલી સુસાઇડ નોટ મળી
  3. સુસાઇડ નોટમાં પત્ની, માતા-પિતા, સબંધી, મિત્રો વિરુદ્ધ કાર્યવાહી ન કરવા ઉલ્લેખ
  4. મૃતક યુવકના પિતાએ પુત્રવધૂ અને તેનાં પરિવાર સામે લગાવ્યા ગંભીર આરોપ

Junagadh : જુનાગઢ જિલ્લાના કેશોદનાં એડવોકેટ યુવાનને ઝેરી દવા પી આપઘાત કર્યો હોવાની ચકચારી ઘટના બની છે. અવાવરૂં વિસ્તારમાં જઈ ઝેરી દવા પી લેતાં એડવોકેટ યુવાનને સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તબીબે યુવાનને મૃત જાહેર કર્યો હતો. પોલીસને યુવકના મૃતદેહ પાસેથી સહી-સિક્કા સાથેની સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં પત્ની, માતા-પિતા, સબંધી, સમાજ કે મિત્રો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી ન કરવા જણાવ્યું છે. જો કે, મૃતક યુવાનના પિતાએ પુત્રવધૂ અને તેના પરિવારજનો સામે ગંભીર આક્ષેપ કર્યા છે.

આ પણ વાંચો - Sabarkantha : ચિઠોડા પંચાયતનાં મહિલા સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત, સભ્યોનાં ગંભીર આરોપ

રાણિંગપરા ગામે વકીલ યુવકે ઝેરી દવા પી આપઘાત કર્યો

પ્રાથમિક માહિતી અનુસાર, જુનાગઢ જિલ્લાનાં (Junagadh) કેશોદ તાલુકાનાં રાણિંગપરા ગામે અવાવરું જગ્યાએ જઈ વકીલ યુવકે ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. યુવાનને 108 એમ્બ્યુલન્સ મારફતે સરકારી હોસ્પિટલ (Keshod Government Hospital) લઈ જવાયો હતો, જયાં હાજર તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના અંગે જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ પહોંચી હતી અને યુવકના મૃતદેહને પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. માહિતી મુજબ, પોલીસને યુવકના મૃતદેહ પાસેથી સહીં-સિક્કા કરેલી સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં પત્ની, માતા-પિતા, સબંધી, સમાજ કે મિત્રો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી ન કરવા જણાવ્યું છે.

આ પણ વાંચો - Junagadh : જુનાગઢ બાર એસો.ની માગ, જેના ઇશારે આ બધું થયું, તેની સામે..!

મૃતક યુવકના પિતાનો પૂત્રવધુ અને તેના પરિવાર સામે ગંભીર આક્ષેપ

આ કેસમાં મૃતક યુવકના પિતાએ પૂત્રવધુ અને તેના પરિવાર સામે ગંભીર આક્ષેપ કરાયા છે. આ લોકો દ્વારા તેમના પુત્રને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાથી આપધાતનું પગલું ભર્યાનો પિતાએ આરોપ કર્યો છે. આ મામલે મૃતકના પિતા પોલીસ ફરિયાદ નોંધાવશે એવી પણ માહિતી છે. વકીલ પુત્રના આપઘાત બાદ પિતાએ આક્ષેપ કરતા કહ્યું કે, તેમના પુત્રે સમાજની જ યુવતી સાથે 1 મહિના પહેલાં સિવિલ મેરેજ કર્યા હતાં. મેરેજ બાદ કપલ ટુર પર ગોવા (Goa) ગયા હતા. ગોવાથી પરત ફર્યા બાદ યુવતી અને તેનો પરિવાર પુત્રને માનસિક ત્રાસ આપતાં હતા. આ મામલે પોલીસે (Keshod Police) વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Jamnagar : બે માસ પહેલા ફિનાઇલ પીધું, બચી જતા હવે ફાંસો ખાદ્યો, 32 વર્ષીય યુવતીનો આપઘાત

Tags :
Advocate harm his selfGUJARAT FIRST NEWSJunagadhJunagadh Crime NewsJunagadh PolicekeshodKeshod Government HospitalKeshod PoliceTop Gujarati News
Next Article