Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Junagadh: પ્રેમ સંબંધના મન દુઃખથી ખેલાયો ખૂની ખેલ, વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

Junagadh: વંથલીના ઝાપા વિસ્તારમાં આવેલ એક દરગાહ નજીક ખૂની ખેલ ખેલાયો છે. જેમાં દીકરી સાથે પ્રેમ સંબંધ રાખનાર તાજીમ સોઢા પર યુવતીના પિતા રફીકશા કાસમશા સર્વદી તથા તેમનો પુત્ર અરબાજશા રફીકશા સર્વદી અને અકરમશા હનીફશા સર્વદીએ તાજીમ સોઢા પર લોખંડનો પાઈપ, છરી તેમજ લાકડાના ધોકા વડે મરણતોલ માર મારતા તાજીમ સોઢાનું સ્થળ પર મોત થયુ હતુ.
junagadh  પ્રેમ સંબંધના મન દુઃખથી ખેલાયો ખૂની ખેલ  વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત
Advertisement
  • Junagadh: યુવતીના પિતા ભાઈ સહીત ચાર ઈસમોએ યુવાનની કરી હત્યા
  • હુમલા વખતે વચ્ચે પડતા મૃતકના મિત્રને પણ ગંભીર ઈજા
  • કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત

Junagadh: વંથલીના ઝાપા વિસ્તારમાં આવેલ એક દરગાહ નજીક ખૂની ખેલ ખેલાયો છે. જેમાં દીકરી સાથે પ્રેમ સંબંધ રાખનાર તાજીમ સોઢા પર યુવતીના પિતા રફીકશા કાસમશા સર્વદી તથા તેમનો પુત્ર અરબાજશા રફીકશા સર્વદી અને અકરમશા હનીફશા સર્વદીએ તાજીમ સોઢા પર લોખંડનો પાઈપ, છરી તેમજ લાકડાના ધોકા વડે મરણતોલ માર મારતા તાજીમ સોઢાનું સ્થળ પર મોત થયુ હતુ. જ્યારે વચ્ચે પડેલ મૃતક તાજીમના મિત્ર પર હીચકારો હુમલો કરતા ગંભીર હાલતમાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

મનદુઃખ છેલ્લે હત્યા સુધી પહોચ્યું

હત્યાના કારણમાં પ્રેમ સંબંધનુ મનદુઃખ સામે આવ્યુ છે. રફીકશા કાસમશા સર્વદીની દીકરીને મૃતક તાજીમ સોઢા સાથે પ્રેમ હતો અને અવારનવાર આ બાબતે બન્ને વચ્ચે માથાકુટ ચાલતી હતી. પણ આ મનદુઃખ છેલ્લે હત્યા સુધી પહોચ્યું છે. વંથલી દરગાહમા ધાર્મિક કાર્યક્રમ હોય મૃતક તાજીમ અને તેનો મિત્ર ત્યાં ગયા હતા.

Advertisement

Advertisement

Junagadh: તિક્ષ્ણ હથીયાર વડે જીવલેણ હુમલો કરી તાજીમનુ ઢીમ ઢાળી દીધુ

અગાઉના પ્લાન મુજબ યુવતીના પિતા રફીકશા તેમનો દીકરો અરબાજશા અને અકરમશા સ્થળ પર પહોંચ્યા હતા અને તાજીમ પર તિક્ષ્ણ હથીયાર વડે જીવલેણ હુમલો કરી તાજીમનુ ઢીમ ઢાળી દીધુ હતુ. તેમજ ત્યા હાજર તાજીમના મિત્ર શકીલ જેઠવા પર હુમલો કરી નાસી છુટયા હતા.

Ahmedabad, Cigarette, Police, Gujarat

કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત

બનાવને પગલે વંથલી પોલીસ દોડી ગઈ હતી અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તથા ઘટના સ્થળ પર વંથલી પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં સ્થળ પરથી હત્યાના ઉપયોગમા લેવાયેલ હથિયાર મળી આવ્યા હતા. તથા મૃતકના પિતાએ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે અગતરાય નજીક એક પોલ્ટ્રી ફાર્મમા છૂપાયા હોવાની બાતમી મળતા પોલીસે રફીકશા તેમના પુત્ર અરબાજશા અને અકરમશાની ધરપકડ કરી છે. તેમજ હત્યાનો ચોથો શકમંદ આરોપી ઈરફાનશા બાનવા ફરાર છે. જેમાં પોલીસે તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: Surat: શહેરમાં જાણો કેવા પ્રકારના મોડીફાય વાહન સામે થશે કાર્યવાહી

Tags :
Advertisement

.

×