Junagadh : ગાદી વિવાદમાં મહેશગીરી બાપુ અને ગિરીશ કોટેચા વચ્ચે વાકયુદ્ધ છેડાયું! જાણો કોણે શું કહ્યું ?
- Junagadh ગાદી વિવાદ મામલે ફરી એકવાર આરોપ-પ્રત્યારોપ
- મહેશગીરી બાપુ અને ગિરીશ કોટેચા વચ્ચે વાકયુદ્ધ છેડાયું!
- મહેશગીરી બાપુએ ગિરીશ કોટેચા પર લગાવ્યા ગંભીર આક્ષેપ
- ગિરીશ કોચેટાએ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા
જુનાગઢમાં (Junagadh) ચાલી રહેલા ગાદી વિવાદ મામલે ફરી વખત મહેશ ગીરીબાપુએ (Mahant Maheshgiri) ગીરીશ કોટેચાને આડે હાથે લીધા છે. ધાર્મિક જગ્યાઓનાં પરાણે ટ્રસ્ટી બનીને કબજો કર્યાનાં ગંભીર અક્ષેપ મહેશગીરી દ્વારા કરવામાં આવ્યા છે. આ મામલે હવે ગિરીશ કોટેચાએ પ્રેસ કોન્ફરન્સ કરી ખુલાસો કર્યા છે. તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે અને મહેશગીરી બાપુ સામે આરોપ લગાવ્યા છે.
આ પણ વાંચો - Junagadh : મહંત મહેશગીરીના હરિગીરી બાપુ પર આકરા પ્રહાર, પૂર્વ ડે. મેયર ગિરીશ કોટેચાને પણ લીધા આડે હાથ!
મહેશગીરી બાપુ અને ગિરીશ કોટેચા વચ્ચે વાકયુદ્ધ છેડાયું!
જૂનાગઢમાં (Junagadh) ગાદી વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. ફરી એકવાર ભૂતનાથ મહાદેવ મંદિરનાં (Bhootnath Mahadev Temple) મહંત મહેશગીરી બાપુએ પૂર્વ ડેપ્યૂટી મેયર ગિરીશ કોટેચા (Girish Kotecha) પર ગંભીર આક્ષેપ કર્યા છે. મહેશગીરીબાપુએ પ્રેસ કોન્ફરન્સ કરી આક્ષેપ કરતા કહ્યું કે, તેમના દ્વારા મયારામ આશ્રમ નામની ધાર્મિક સંસ્થાના ટ્રસ્ટી બની કબજો કર્યો છે. તેમ જ તેમના નિવાસસ્થાન પર આવેલ વ્યાસ ભુવનનાં પણ ટ્રસ્ટી બનીને કબજો કર્યો છે. જે અંગે જરૂરી ડોક્યુમેન્ટ પણ રજૂ કર્યા છે. મહેશગીરી બાપુએ કહ્યું કે, મયારામ આશ્રમમાં (Mayaram Ashram) ટ્રસ્ટી બનવા માટે તેમણે અરજી કરી હતી. કોટેચાની અરજી સામે વાંધા અરજી પણ રજૂ કરાઈ હતી. વાંધા અરજી છતાં 10 દિવસમાં ટ્રસ્ટ બનાવી દેવાયું. મહેશગીરી બાપુએ એક અધિકારી સામે પણ ગેરરીતિનાં આક્ષેપ કર્યા હતા.
મયારામ આશ્રમના ટ્રસ્ટી કાયદેસર હોવાનો Girish Kotecha નો જવાબ
Maheshgiri Bapu ના આક્ષેપ સામે ગિરીશ કોટેચાના જવાબ
મહેશ ગીરી ભૂતનાથ અને અંબાજી મંદિરમાં ઘૂસી ગયા છે:કોટેચા#JunagadhGadiVivad #GirishKotecha #MaheshgiriBapu #BhutnathMahadev #Junagadh #GujaratFirst pic.twitter.com/FIIlOh0hyD— Gujarat First (@GujaratFirst) December 26, 2024
આ પણ વાંચો - મહંત હરિગીરીબાપુ સામે આક્ષેપોની તપાસ માટે સમિતિ રચાઈ, પ્રયાગરાજથી 11 સંત Junagadh આવશે
વ્યાસ ભુવનની જમીન વેચવા ટ્રસ્ટીઓની મંજૂરી હતી : કોટેચા
જુનાગઢનાં મહેશગીરી બાપુનાં આક્ષેપોનો જવાબ આપતા ગિરીશ કોટેચાએ (Girish Kotecha) તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે, વ્યાસ ભુવનની (Vyas Bhuvan) જમીન વેચવા ટ્રસ્ટીઓની મંજૂરી હતી. વ્યાસ ભુવનનાં ટ્રસ્ટીએ પણ ગિરીશ કોટેચાની વાતને ટેકો આપ્યો હતો. સાથે ટ્રસ્ટીઓએ પણ ગિરીશ કોટેચા પર લગાવેલા આક્ષેપોને ખોટા ગણાવ્યા હતા. ગિરીશ કોટેચાએ કહ્યું કે, મહંત મહેશગીરી બાપુ ભૂતનાથ અને અંબાજી મંદિરમાં ઘૂસી ગયા છે. આ સાથે મયારામ આશ્રમનાં કાયદેસરનાં ટ્રસ્ટી હોવાનો ગીરીશ કોટેચાએ જણાવ્યું હતું. જુનાગઢમાં ગાદી વિવાદ મામલે ફરી એકવાર મહેશગીરી બાપુ અને ગિરીશ કોટેચા વચ્ચે વાકયુદ્ધ છેડાયું છે.
આ પણ વાંચો - સતાધારનાં મહંત વિજય બાપુના વિવાદમાં Junagadh ખાખી મઢીનાં મહંતની Entry, જાણો શું કહ્યું ?