Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Junagadh: કરોડોની સરકારી જમીન પર તંત્રનું બુલડોઝર, ગેરકાયદેસર દબાણોનો સફાયો!

Junagadh ના સરદાર બાગ વિસ્તારમાં દબાણકારો દ્વારા સરકારી જમીન પર કરાયેલા ગેરકાયદેસર કાચા-પાકા દબાણો પર તંત્રએ બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. 6 માસ અગાઉ નોટિસ આપવા છતાં દબાણ ન હટતા મનપા, પોલીસ અને PGVCLના સંયુક્ત ઓપરેશન દ્વારા 630 ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી રહી છે. જેની બજાર કિંમત 1.27 કરોડ રૂપિયા છે.
junagadh  કરોડોની સરકારી જમીન પર તંત્રનું બુલડોઝર  ગેરકાયદેસર દબાણોનો સફાયો
Advertisement
  • Junagadh  ની સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણો પર તંત્રનુ બુલડોઝર
  • સરદાર બાગમાં વિસ્તારમાં 6 માસ પહેલા અપાઈ હતી નોટીસ!
  • આજે સવાર થી દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી

Junagadh Demolition: જૂનાગઢ શહેરમાં સરકારી જમીન પર થતા ગેરકાયદેસર દબાણો સામે તંત્રએ લાલ આંખ કરી છે. શહેરના પ્રખ્યાત સરદાર બાગ (Sardar Baag) વિસ્તારમાં વર્ષોથી જામી પડેલા ગેરકાયદેસર દબાણો પર આજે વહેલી સવારથી જ વહીવટી તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ અને વહીવટી તંત્રના સંયુક્ત ઓપરેશન દ્વારા અંદાજે 1.27 કરોડની બજાર કિંમત ધરાવતી જમીનને ખુલ્લી કરાવવામાં આવી હોવાનું કહ્યું છે.

6 મહિના અગાઉ નોટીસ આપી હતી!

Junagadh Demolition_gujaratfirst

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર જૂનાગઢ (Junagadh) ના સરદાર બાગ વિસ્તારમાં આવેલી સરકારી કિંમતી જમીન પર છેલ્લા ઘણા સમયથી 16 જેટલા દબાણકારોએ કાચા-પાકા મકાનો બનાવીને ગેરકાયદેસર કબજો જમાવ્યો હતો. આ અંગે તંત્રને જાણ થતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.  તંત્ર દ્વારા છ માસ અગાઉ જ તમામ 16 આસામીઓને કાયદેસરની નોટિસ ફટકારવામાં આવી હતી. નોટિસમાં સૂચના આપવામાં આવી હતી કે તેઓ પોતાની રીતે જ આ દબાણો દૂર કરી લે, પરંતુ સમયમર્યાદા પૂર્ણ થયા બાદ પણ દબાણો યથાવત રહેતા આજે કડક કાર્યવાહીનો નિર્ણય લેવામાં આવ્યો.

Advertisement

આ પણ વાંચોઃ Junagadh: ગીરમાં સફારી બુકિંગ કૌભાંડનો પર્દાફાશ, જાણો

Junagadh માં સવારથી જ કાફલો ખડેપગે

Junagadh Demolition_gujaratfirst. 22

આજ રોજ વહેલી સવારથી જ સરદાર બાગ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.  આ ઓપરેશનમાં જૂનાગઢ મનપાના અધિકારીઓ, PGVCLની ટીમ અને મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા છે.

કરોડોની જમીન થઈ ખુલ્લી

તંત્રના જણાવ્યા અનુસાર આ ડિમોલિશન ડ્રાઈવ અંતર્ગત કુલ 630 ચોરસ મીટર જગ્યા પરથી દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. આ જમીનની વર્તમાન બજાર કિંમત અંદાજે 1 કરોડ 27 લાખ રૂપિયા જેટલી આંકવામાં આવી રહી છે. આ કામગીરીને પગલે અન્ય દબાણકારોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

આ પણ વાંચો: Junagadh: 'મારો દિકરો ગળે ફાંસો ખાઈ ગયો' યુવાનને મરવા કોણે મજબૂર કર્યો?

Tags :
Advertisement

.

×