Junagadh: અખિલ ગુજરાત ગિરનાર આરોહણ સ્પર્ધા શરૂ, 1115 સ્પર્ધકોએ દોટ લગાવી
- Junagadh: અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો પ્રારંભ થયો
- રાજ્યના મંત્રી તેમજ જુનાગઢ જિલ્લાના પ્રભારી પ્રદ્યુમન વાજાના હસ્તે આરંભ
- 40 મી આ સ્પર્ધામાં સ્પર્ધકોમા અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો
Junagadh: અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો પ્રારંભ રાજ્યના મંત્રી તેમજ જુનાગઢ જિલ્લાના પ્રભારી પ્રદ્યુમન વાજાના હસ્તે કરવામાં આવ્યો હતો. કડકડતી ઠંડીમાં વહેલી સવારે 1115 સ્પર્ધક ભાઈ બહેનોએ ગિરનારને આંબવા દોટ લગાવી હતી.
40 મી આ સ્પર્ધામાં સ્પર્ધકોમા અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો
40 મી આ સ્પર્ધામાં સ્પર્ધકોમા અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. તથા સીનિયર ભાઈઓ માટે ગિરનારના અંબાજી મંદિરના 5500 પગથીયા તેમજ સીનિયર જુનીયર બહેનો અને જુનીયર ભાઈઓ માટે ગિરનાર પર આવેલ માળી પરબ સુધીના 2200 પગથીયા ચડવા તેમજ ઉતરવાના હોય છે.
વીજેતા ભાઈ બહેનોને રોકડ તથા સર્ટિફિકેટ તેમજ ટ્રોફી એનાયત કરવામાં આવશે
કઠીન એવી આ સ્પર્ધાનો હજુ કોમ્પિટિશનમા સમાવેશ નહી થતા આ સ્પર્ધાના સર્ટિફિકેટનું કોઈ સરકારી નોકરીમાં મહત્વ હોતુ નથી ત્યારે આ બાબતે રાજ્યના મંત્રી તેમજ જુનાગઢ જિલ્લાના પ્રભારી પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતુ કે તમામ આયામોને ધ્યાને લઈ આ દિશામા પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. બપોર બાદ સ્પર્ધક વીજેતા ભાઈ બહેનોને રોકડ તથા સર્ટિફિકેટ તેમજ ટ્રોફી એનાયત કરવામાં આવશે.
Junagadh: ભાઈઓ માટે અંબાજી સુધીની આ સ્પર્ધાનું આયોજન
તમામ સ્પર્ધકો ગિરનારને આંબવા માટે હરણફાળ ભરી છે. આ સ્પર્ધાને સફળ બનાવવા જુનાગઢ જિલ્લા યુવા વિકાસ અધિકારી એન.ડી. વાળાના માર્ગદર્શનમાં કામગીરી કરવામાં આવી રહી છે. આ સ્પર્ધામાં બહેનો માટે માળી પરબની જગ્યા સુધી અને ભાઈઓ માટે અંબાજી સુધીની આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે પસંદગી પામેલા 1115 સ્પર્ધકો પૈકી જે સ્પર્ધકો વિજેતા થશે તેમને વિજેતા શ્રેણી મુજબ ઈનામ વિતરણ કરવામાં આવશે. જુનાગઢમાં અખિલ ગુજરાત ગિરનાર આરોહણ સ્પર્ધા યોજાઇ છે. જેમાં 11 જિલ્લામાંથી 1115 સ્પર્ધક સ્પર્ધામાં ભાગ લઇ રહ્યાં છે. તથા 1377માંથી ડોક્યુમેન્ટની અપૂર્તતાને લીધે 259 ફોર્મ રદ થયા છે.
આ પણ વાંચો: Mount Abu જતા હોય તો આ સમાચાર ખાસ વાંચો, પ્રવાસીઓને મોજ આવી ગઇ


