Bhutnath Temple Controversy: અંબાજી મંદિર બાદ હવે ભૂતનાથ મંદિરનો વિવાદ, કોણ સાચું અને કોણ ખોટું?
- જુનાગઢમાં કેમ મંદિરોના વિવાદ વધી રહ્યાં છે?
- ભૂતનાથ મંદિર ખાતે મારી ચાદર વિધિ કરવામાં આવેલીઃ શિવગીરી
- મહેશગીરીએ મંદિરમાં કબજો કરી લીધો છે - શિવગીરીનો આક્ષેપ
Bhutnath Temple Controversy, junagadh: જુનાગઢ અંબાજી મંદિરનો વિવાદ અત્યારે ખુબ જ આગળ વધી રહ્યો છે. મહેશ ગીરી વિવાદ મામલે ગિરીશ કોટેચાએ પત્રકાર પરિષદ યોજીને આક્ષેપ પ્રતિઆક્ષેપ કર્યાં છે. આખરે આ વિવાદ ક્યારે થંભશે તે એક મોટો સવાલ બની રહ્યો છે. ધર્મમાં હવે ક્યાક રાજનીતિ પ્રવેશતી હોય તેવું પણ સ્પષ્ટ પણ લાગી રહ્યું છે. મહેશગીરી અને ભૂપનાથ મંદિરનો વિવાદ અત્યારે વધી રહ્યો છે. એટલું જ નહીં પરંતુ મહેશગીરી પર અત્યારે શિવગીરીએ અનેક આરોપો પણ લગાવ્યાં છે.
વર્ષ 2023માં મારી ચાદર વિધિ કરાવમાં આવેલીઃ શિવગીરી
મહંત શિવગીરીએ મીડિયા સામે આવ્યાં છે અને પોતાની વાત રજૂ કરી છે. તેમણે કહ્યું કે, ‘વર્ષ 2023માં મારી ચાદર વિધિ કરાવમાં આવી હતી. જુનાગઢના ભૂતનાથ મંદિર ખાતે મારી ચાદર વિધિ કરવામાં આવી હતી.’ શિવગીરીએ વધુમાં કહ્યું કે, આ ચાદર વિધિ બાદ વિધિવત રીતે હું ત્યાં રહેતો અને બાપુની સેવા-પૂજા કરતો હતો.’ વર્ષ 2023માં તેમની ચાદર વિધિ કરવામાં આવી હોવાનું શિવગીરીએ જણાવ્યું છે.
આ પણ વાંચો: હત્યાના આરોપીઓનો વરઘોડો કાઢવાની માગ કરનારા AAP નેતાની કેમ થઈ ધરપકડ ?
અંબાજી મંદિર બાદ હવે ભૂતનાથ મંદિર વિવાદ પણ શરૂ
મહંત શિવગીરીએ વધુમાં મીડિયા સમક્ષ કહ્યું કે, બાપુની તબિયતને લઈને મને ખુબ જ ચિંતાઓ રહેતી હતી. મહેશગીરીએ અડધા કલાકમાં જ મંદિરમાં કબજો કરી લીધો હોવાનું પણ શિવગીરી જણાવી રહ્યાં છે. નોંધનીય છે કે, અંબાજી મંદિર બાદ હવે ભૂતનાથ મંદિર વિવાદ પણ શરૂ થયો છે. અને ભૂતનાથ મંદિરમાં મહેશગીરીએ ગેરકાયદેસર રીતે કબજો કરી લીધો હોવાનું શિવગીરીએ મીડિયા સમક્ષ જણાવ્યું છે.
આ પણ વાંચો: વાવ-થરાદ જિલ્લો જાહેર થયા બાદ પ્રથમ SC/ST સેલના DySP ની નિમણૂક
મે ડ્રાઈવર તરીકે કામ કરી ગુજરાત ચલાવ્યું છેઃ શિવગીરી
વધુમાં શિવગીરીએ કહ્યું કે, ‘આજે મારી પાસે રોટલા માટે કઈ પણ બચ્યું નથી. હું ખાનગી કંપનીનો ડ્રાઈવર તરીકે કામ કરીને ગુજરાન ચલાવી રહ્યો છે. આવા સમય ધાકધમકી અને વાતાવરણને પગલે હું શું કરી શકું?’ પોતાનો બળાપો કાઢતા શિવગીરીએ કહ્યું કે, હું મારું મોઢું બંધી ફરી રહ્યો છું કે મને મહેશ ગીરી તરફ થી જીવનનું જોખમ છે, આજે તમારી સામે આવ્યો છું ત્યારે મને ખબર છે મારા જીવનું જોખમ છે.’ હવે આ મામલો વધારે ઉગ્ર બને તેવું પણ લાગી રહ્યું છે.
આ પણ વાંચો: Payal Gotti: જજ સામે હેરાનગતિ ના થઈ હોવાની કબૂલાત અને મીડિયા સમક્ષ પોલીસ પર આક્ષેપ!
હેમાબેન શુક્લાએ જુનાગઢ અંબાજી મંદિર વિવાદ પ્રેસ યોજી
નોંધનીય છે કે, આ મામલે વકીલ હેમાબેન શુક્લાએ પણ મીડિયા સાથે વાત કરી છે. હેમાબેન શુક્લાએ જુનાગઢ અંબાજી મંદિર વિવાદ મામલે ભોગ બનનારાને સાથે રાખીને પ્રેસ કરી હતી. હેમાબેન શુક્લાએ મીડિયાને જણાવ્યું કે, ગિરીશ કોટેચા, ‘મને અને શિવ ગીરીને એસ પી પાસે લઈ ગયા હતા.એસ પી હર્ષદ મહેતા બહાર હતા ત્યારે તેઓએ પોલીસ મોકલી અને શિવગીરી પાસેથી વિગત મેળવી અને વિલ સાચવી રાખવા જણાવ્યું હતું. 2 વાગ્યે જુનાગઢ પોલીસ ખાતે 4 કલાક અને 15 મિનિટ નિવેદન લીધેલું છે.’
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો