Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Junagadh: પાલીતાણાનો શખ્સ સ્પર્મ વ્હેલની ઉલટી સાથે પકડાયો, વેચવાનો મનસૂબો નકામ!

જૂનાગઢના (Junagadh) વિજાપુર પાટિયા પાસે પોલીસે ઓપરેશન હાથ ધરી 1.02 કિલો એમ્બર્ગિસ (Ambergris) સાથે પાલીતાણાના (Palitana) પંકજ કુબાવતની ધરપકડ કરી છે. જપ્ત કરાયેલ સ્પર્મ વ્હેલની ઉલટીની કિંમત 1.02 કરોડ રૂપિયા છે. આરોપી આ પ્રતિબંધિત પદાર્થ વેચવા માટે ગ્રાહક શોધતો હતો. હાલ મુદ્દામાલ વન વિભાગને સોંપી વધુ તપાસ હાથ ધરાઈ છે.
junagadh  પાલીતાણાનો શખ્સ સ્પર્મ વ્હેલની ઉલટી સાથે પકડાયો  વેચવાનો મનસૂબો નકામ
Advertisement
  • Junagadh માં Whale Vomit Smuggling નો મોટો પર્દાફાશ
  • અંદાજીત 1 કરોડ 2 લાખ 50 હજાર રૂપિયાનું એમ્બર્ગિસ ઝડપાયું
  • સ્પર્મ વ્હેલની ઉલટી એમ્બર્ગિસનું ગેરકાયદે વેચાણ કરતા શખ્સ પકડાયો

Junagadh Whale Vomit Smuggling: જૂનાગઢમાં એમ્બર્ગિસ સ્મગલિંગનો પર્દાફાશ જૂનાગઢ (Junagadh) શહેરમાં વન્યજીવ સંરક્ષણ ધારા હેઠળ પ્રતિબંધિત ગણાતા એમ્બર્ગિસ (Ambergris), જેને સામાન્ય ભાષામાં સ્પર્મ વ્હેલની ઉલટી (Sperm Whale Vomit) કહેવામાં આવે છે, તેના સ્મગલિંગનું મોટું નેટવર્ક ઝડપાયું છે. સ્થાનિક પોલીસ અને ગુપ્તચર એજન્સીઓને મળેલી બાતમીના આધારે હાથ ધરાયેલા ઓપરેશનમાં કરોડો રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સાથે જ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

Junagadh Whale Vomit Smuggling: વિજાપુર પાટિયા પાસેથી શખ્સની ધરપકડ

પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે એક શખ્સ ગેરકાયદેસર રીતે એમ્બર્ગિસનું વેચાણ કરવા માટે ગ્રાહક શોધી રહ્યો છે. આ બાતમીના આધારે વિજાપુરના પાટિયા (Vijapur Patiya) પાસે વોચ ગોઠવવામાં આવી હતી. તપાસ દરમિયાન ત્યાંથી પસાર થતો એક શખ્સ સફેદ થેલી સાથે શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે તેને અટકાવી થેલીની તલાશી લેતા તેમાંથી સફેદ અને પીળા રંગના અનિયમિત આકારના પથ્થર જેવા ટુકડાઓ મળી આવ્યા હતા.

Advertisement

Junagadh Whale Vomit Smuggling: 1.02 કરોડનો મુદ્દામાલ જપ્ત

પ્રાથમિક તપાસ અને એફએસએલ (FSL) ની મદદથી ખાતરી કરવામાં આવી કે આ પદાર્થ કિંમતી એમ્બર્ગિસ છે. પકડાયેલા શખ્સની ઓળખ પંકજ કુબાવત (Pankaj Kubavat) તરીકે થઈ છે, જે મૂળ પાલીતાણા (Palitana) નો રહેવાસી છે. તેની પાસેથી કુલ 1.02 કિલોગ્રામ (1.02 kg) એમ્બર્ગિસ મળી આવ્યું છે, જેની બજાર કિંમત અંદાજે 1 કરોડ 2 લાખ 50 હજાર (Rs. 1,02,50,000) રૂપિયા આંકવામાં આવી છે.

Advertisement

ગેરકાયદે વેચાણ અને આંતરરાષ્ટ્રીય બજારમાં માંગ

પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે તે આ જથ્થાના વેચાણ માટે યોગ્ય ગ્રાહકની શોધમાં હતો. એમ્બર્ગિસનો ઉપયોગ મોંઘા પરફ્યુમ (Perfumes) બનાવવા અને આયુર્વેદિક દવાઓમાં થતો હોવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત સોના કરતાં પણ વધુ હોય છે. વ્હેલ માછલી શિડ્યુલ-1 (Schedule-I) નું પ્રાણી હોવાથી તેનું વેચાણ ભારતમાં સખત ગુનો બને છે.

ફોરેસ્ટ વિભાગને તપાસ સોંપાઈ

પોલીસે આરોપી પંકજ કુબાવતની ધરપકડ કરી મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં વધુ ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે આરોપી અને મુદ્દામાલને ફોરેસ્ટ વિભાગ (Forest Department) ને સોંપવામાં આવ્યો છે. આ સ્મગલિંગ પાછળ કોઈ મોટી ગેંગ સક્રિય છે કે કેમ અને આ માલ ક્યાંથી લાવવામાં આવ્યો હતો તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે

આ પણ વાંચોઃ Junagadh: આ છે પાણીનું મૂલ્ય? ઝાંઝરડા ગામે ટાંકીનો વાલ્વ તૂટતા હજારો ગેલન પાણી વહી ગયું!

Tags :
Advertisement

.

×