Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Junagadh: બાંટવા પ્રમુખ હુમલા કેસમાં 3 શખ્સો સામે પોલીસ ફરિયાદ, શું ખુલાસો થયો?

Junagadh: જૂનાગઢ (Junagadh) જિલ્લાના બાંટવા (Bantwa) પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉભા કરે તેવી એક ઘટના સામે આવી છે. બાંટવા નગરપાલિકાના પ્રમુખ સુનીલ જેઠવાણી (Sunil Jethwani) પર ત્રણ શખ્સોએ જાહેરમાં ધોકા અને પાઈપ વડે હિંસક હુમલો (Violent Attack) કર્યો છે.
junagadh  બાંટવા પ્રમુખ હુમલા કેસમાં 3 શખ્સો સામે પોલીસ ફરિયાદ  શું ખુલાસો થયો
Advertisement
  • Junagadh ના બાંટવા ન.પાના પ્રમુખ પર હુમલાનો મામલો
  • ત્રણ ઈસમો વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો
  • પ્રમુખ સુનીલ જેઠવાણીને પાઈપથી જાહેરમાં માર માર્યો
  • ખાડામાં દીકરો પડવાના ખારમાં હુમલો કર્યાનો આરોપ

Junagadh: જૂનાગઢ (Junagadh) જિલ્લાના બાંટવા (Bantwa) પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉભા કરે તેવી એક ઘટના સામે આવી છે. બાંટવા નગરપાલિકાના પ્રમુખ સુનીલ જેઠવાણી (Sunil Jethwani) પર ત્રણ શખ્સોએ જાહેરમાં ધોકા અને પાઈપ વડે હિંસક હુમલો (Violent Attack) કર્યો છે. આ સમગ્ર હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે, જેને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

Junagadh ના બાંટવા ન.પાના પ્રમુખ પર હુમલાનો મામલો

મળતી માહિતી મુજબ, નગરપાલિકા દ્વારા ખોદવામાં આવેલા એક ખાડામાં આરોપીનો દીકરો પડી ગયો હતો, જેમાં તેને ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાનો ખાર રાખીને આરોપીઓએ પ્રમુખ સુનીલ જેઠવાણીને નિશાન બનાવ્યા હતા. હુમલાખોરોએ પ્રમુખ પાસે દીકરાની સારવાર માટે રૂ. 60,000 ની માંગણી (Money Demand) કરી હતી અને ત્યારબાદ તેમના પર તૂટી પડ્યા હતા.

Advertisement

Advertisement

ત્રણ ઈસમો વિરુદ્ધ ફરિયાદ

આ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ તેજ કરી છે. પોલીસે કુલ ત્રણ ઈસમો વિરુદ્ધ ફરિયાદ (Police Complaint) નોંધી છે, જેમાં નીચેના શખ્સોના નામ સામે આવ્યા છે:
1. રામભાઈ રાજાભાઈ ગળચર
2. લખમણ ઉર્ફે ગોગો રાજાભાઈ ગળચર
3. અભિષેક રામાભાઈ ગળચર

ઈજાગ્રસ્ત પ્રમુખ હોસ્પિટલમાં

હુમલાખોરોએ પાઈપ અને ધોકા વડે જાહેરમાં આડેધડ માર મારતા પ્રમુખ સુનીલ જેઠવાણીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલ (Junagadh Hospital) ખસેડવામાં આવ્યા છે. હાલમાં તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.

પોલીસે હાથ ધરી તપાસ

ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને હુમલાખોરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે વાયરલ વીડિયોના આધારે અને પ્રમુખની ફરિયાદના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી (Legal Action) હાથ ધરી છે.

આ પણ વાંચો:  Operation Sindoor Anniversary: પૂર્વ એર માર્શલ સુજીત ધારકરે સમજાવ્યા ઓપરેશન સિંદૂરના ચાર મોટા પાઠ

Tags :
Advertisement

.

×