ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Junagadh : વાહનચેકિંગ સમયે બાઇકચાલકે ટ્રાફિક SI ને જ મારી દીધી ટક્કર!

જિલ્લા ટ્રાફિક (Junagadh Traffic Police) દ્વારા રૂટિન વાહન ચેકિંગની પ્રક્રિયા દરમિયાન ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે.
02:21 PM Apr 04, 2025 IST | Vipul Sen
જિલ્લા ટ્રાફિક (Junagadh Traffic Police) દ્વારા રૂટિન વાહન ચેકિંગની પ્રક્રિયા દરમિયાન ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે.
Junagadh_Gujarat_first main
  1. Junagadh માં વંથલી હાઇવે પર સર્જાયો અકસ્માત
  2. બાઇકચાલકે ટ્રાફિક SI રવિદાન ગઢવીને અડફેટે લીધા
  3. અકસ્માતમાં ટ્રાફિક SI ગઢવીને પગમાં ઇજા પહોંચી
  4. અકસ્માત સર્જનાર બાઈકચાલકને પણ પહોંચી સામાન્ય ઇજા

જુનાગઢનાં (Junagadh) વંથલી હાઇવે પર એક બાઇકચાલકે ટ્રાફિક SI ને અડફેટે લેતા પગમાં ઇજા પહોંચી છે. ટ્રાફિક SI ને સારવાર અર્થે નજીક ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ બાઇકચાલકને પણ સામાન્ય ઇજાઓ પહોંચી હોવાની માહિતી છે. જિલ્લા ટ્રાફિક (Junagadh Traffic Police) દ્વારા રૂટિન વાહન ચેકિંગની પ્રક્રિયા દરમિયાન ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો - Surat : પોલીસને મળી સફળતા, કતારગામ વિસ્તારમાંથી કરોડપતિ ચોર ઝડપાયો

બાઇકચાલકે ટ્રાફિક SI રવિદાન ગઢવીને અડફેટે લીધા

પ્રાપ્ત માહિતી અનુસાર, જુનાગઢ જિલ્લાનાં (Junagadh) વંથલી હાઇવે પર જિલ્લા ટ્રાફિક દ્વારા રૂટિન વાહન ચેકિંગની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. દરમિયાન, ટ્રાફિક SI રવિદાન ગઢવી (Traffic SI Ravidan Gadhvi) ફરજ પર હતા. ત્યારે એક બાઇકચાલકે ટ્રાફિક SI રવિદાન ગઢવીને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં ટ્રાફિક SI ને પગનાં ભાગે ઇજા થતાં નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ અકસ્માત સર્જનાર બાઇકચાલકને પણ સામાન્ય ઇજા થઈ હોવાની માહિતી સામે આવી છે. આ મામલે ટ્રાફિક પોલીસ (Junagadh Traffic Police) દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

આ પણ વાંચો - Bhavnagar : મહુવામાં કળિયુગી માતાનું કૃત્ય જાણી તમે પણ ચોંકી જશો!

નવસારીનાં જલોલપોરમાં ટેમ્પો અને બાઇક વચ્ચે અકસ્માત

નવસારીનાં (Navsari) જલોલપોરમાં પણ અકસ્માતનો બનાવ બન્યો હતો. માહિતી અનુસાર, ધમધમીયા પુલ પાસે સામસામે આવતા ટેમ્પો અને બાઇક એકબીજા સાથે ધડાકાભેર અથડાયા હતા. અકસ્માતમાં બાઇકચાલક અને ટેમ્પોચાલકને સામાન્ય ઇજાઓ થઈ હતી. આ અકસ્માતનાં cctv ફૂટેજ પણ સામે આવ્યા છે.

આ પણ વાંચો - Mineral Mafia : ખેડા જિલ્લામાં ખનીજ માફિયા બન્યા બેફામ, વાત્રક નદી પર બનાવી દીધો ગેરકાયદેસર બ્રિજ

Tags :
Cctv FootageGUJARAT FIRST NEWSJalolporeJunagadhJunagadh Traffic PoliceNavsariroad accidentTop Gujarati NewsTraffic SITraffic SI Ravidan GadhviVanthali Highway
Next Article