ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Junagadh: વંથલીમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન, સાંસદ મનસુખ માંડવિયા રહ્યા ઉપસ્થિત

Junagadh: જુનાગઢ જિલ્લાના વંથલી નગરપાલિકામાં ચૂંટણી અંતર્ગત આજરોજ ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય મંત્રી અને આ વિસ્તારના સાંસદ મનસુખ માંડવિયા ઘાસ ઉપસ્થિત રહ્યા હતાં.
11:41 PM Feb 08, 2025 IST | VIMAL PRAJAPATI
Junagadh: જુનાગઢ જિલ્લાના વંથલી નગરપાલિકામાં ચૂંટણી અંતર્ગત આજરોજ ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય મંત્રી અને આ વિસ્તારના સાંસદ મનસુખ માંડવિયા ઘાસ ઉપસ્થિત રહ્યા હતાં.
Junagadh
  1. વંથલી નગરપાલિકામાં 6 વોર્ડમાં ભાજપે 24 ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા
  2. આ ઉમેદવારોને મનસુખ માંડવિયાએ શુભકામના પાઠવી
  3. પોતાના પ્રવચનમાં દિલ્હીમાં ભાજપની જીત થઈ તેની ખુશી વ્યક્ત કરી

Junagadh: જુનાગઢ જિલ્લાના વંથલી નગરપાલિકામાં ચૂંટણી અંતર્ગત આજરોજ ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય મંત્રી અને આ વિસ્તારના સાંસદ મનસુખભાઈ માંડવીયા ઘાસ ઉપસ્થિત રહ્યા હતાં. વંથલી નગરપાલિકામાં 6 વોર્ડમાં ભાજપે 24 ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે. તમામ ઉમેદવારોને મનસુખભાઈ માંડવીયાએ શુભકામના પાઠવી હતી. દિલ્હીમાં આજે ભાજપની જીત થઈ તેમ અમને પણ ખુશી વ્યક્ત પોતાના પ્રવચનમાં કરી હતી.

આ પણ વાંચો: Jetpur: છૂટાછેડાનો ખાર રાખી સાઢુભાઇ ઉપર પાવડા વડે હુમલો, મામલો પોલીસ મથકે પહોંચ્યો

દિલ્હી ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત અંગે ખુશીઓ પણ વ્યક્ત

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે હાજર રહ્યાં હતાં. વંથલી નગર પાલિકા ચૂંટણી અંતર્ગત અહીં તેઓના મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરાયો હતો. આ તકે તેઓએ દિલ્હી ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત અંગે ખુશીઓ પણ વ્યક્ત કરી હતી. કેન્દ્રીય મંત્રી માંડવીયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, અમારી સરકારે દરેક સમાજ અને સમુદાયને સમાન અધિકાર મળવો જોઈએ એ બાબતને પ્રાધાન્ય આપેલ છે. દિલ્હીની જીત બાદ ભાજપ અને એન ડી એ સરકાર સાશિત રાજ્યની સંખ્યા હવે 24 થઇ છે એ બાબતે પણ પ્રકાશ પાડ્યો હતો.

આ પણ વાંચો: શું તમે માનશો કે CIBIL સ્કોર કોઈના લગ્નમાં બાધા બની શકે? વાંચો આ ચોંકાવનારી ઘટના

લોકો ભાજપને મત આપવા માંગે છેઃ મનસુખ માંડવિયા

આ સાથે સાથે દિલ્હીના પરિણામ દર્શાવે છે કે લોકો ભાજપને મત આપવા માંગે છે તેવું પણ મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું. જો કે પોતાના વંથલીના ટૂંકા પ્રવાસ દરમિયાન તેઓએ મીડિયા સમક્ષ કે પછી પોતાના સંબોધનમાં વંથલીને લઈને સ્થાનિક મુદ્દાઓ પર કોઈ પણ જાતનો પ્રકાશ પાડેલ નહીં. મહત્વનું છે કે, ગત વંથલી નગર પાલિકા ચૂંટણીમાં કોંગ્રેસને 20 બેઠક મળેલ જ્યારે ભાજપને 4 બેઠક મળેલ. વંથલીના 6 વોર્ડ અંતર્ગત કુલ 24 બેઠકનો સમાવેશ થાય છે.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
BJP central officeBJP central office VanthaliGujaratGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarat PoliceGujarati NewsGujarati Top NewsJunagadhLatest Gujarati NewsMansukh L. MandaviyaMP Mansukh L. Mandaviya
Next Article