Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Junagadh: ભાજપ નેતાનો કમિશનરને સણસણતો પત્ર: "આ કંપનીને તાત્કાલિક Blacklist કરો"

BJP Corporate Letter: જૂનાગઢ મનપાના વોર્ડ 6 ના ભાજપના કોર્પોરેટર પ્રવિણ વાઘેલા (Pravin Vaghela) એ કમિશનરને પત્ર લખી GIPL એજન્સી (GIPL Agency) નો 6 કરોડનો કોન્ટ્રાક્ટ રદ કરવા માગ કરી છે. તેમનો આક્ષેપ છે કે 3 વર્ષમાં એજન્સી એક પણ મોડ્યુલ બનાવી શકી નથી અને ટેક્સ-રેવન્યુ સોફ્ટવેરમાં મોટા છબરડાને લીધે મનપાની તિજોરીને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે.
junagadh  ભાજપ નેતાનો કમિશનરને સણસણતો પત્ર   આ કંપનીને તાત્કાલિક blacklist કરો
Advertisement
  • Blacklist: જૂનાગઢમાં ભાજપના કોર્પોરેટરે કમિશનરને લખ્યો પત્ર
  • વોર્ડ 6ના કોર્પોરેટર પ્રવિણ વાઘેલાએ મોરચો માંડ્યો
  • GIPL એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરવા માટેની કરી માગ
  • એજન્સીના સોફ્ટવેરમાં અનેક પ્રકારની ક્ષતિઓ જોવા મળી
  • મનપાની મુખ્ય શાખાઓના સોફ્ટવેરમાં મોટા છબરડા
  • ટેક્સ અને રેવન્યુના પોર્ટલમાં અનેક ગંભીર ક્ષતિઓ
  • કંપનીને દૂર કરીને તાત્કાલિક બ્લેકલિસ્ટ કરવાની માગ

GIPL Agency Blacklist Demand: જૂનાગઢ (Junagadh) મહાનગરપાલિકા (Junagadh Municipal Corporation - JMC) માં સત્તાધારી પક્ષના એક કોર્પોરેટરે વહીવટી તંત્ર સામે મોરચો માંડતાં રાજકારણ ગરમાયું છે. વોર્ડ નંબર 6 ના ભાજપના કોર્પોરેટર પ્રવિણ વાઘેલા (Pravin Vaghela) એ જૂનાગઢ મનપાના કમિશનર (Commissioner) ને એક સણસણતો પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે મનપાની કામગીરી પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું છે કે, કેન્દ્ર સરકારના "ડિજિટલ ઈન્ડિયા" (Digital India) ના મોટા-મોટા દાવાઓ સામે જૂનાગઢ મનપાનું તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયું છે. ભાજપના જ નગરસેવકે મનપાની પારદર્શિતા સામે સવાલો ઉઠાવતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી છે.

6 કરોડનું ટેન્ડર છતાં GIPL એજન્સીની ઘોર બેદરકારી

પત્રમાં કરવામાં આવેલા આક્ષેપો મુજબ, જૂનાગઢ મહાનગરપાલિકાની તમામ શાખાઓને સંપૂર્ણપણે ઓનલાઈન (Online) અને પેપરલેસ (Paperless) બનાવવાના હેતુથી આશરે 6 કરોડ રૂપિયા (Rs 6 Crore) નું મોટું ટેન્ડર પાસ કરવામાં આવ્યું હતું. આ ડિજિટલાઈઝેશનનો કોન્ટ્રાક્ટ GIPL એજન્સી (GIPL Agency) ને સોંપવામાં આવ્યો હતો. પરંતુ કોર્પોરેટરનો આરોપ છે કે છેલ્લા ત્રણ વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં આ એજન્સી મનપા માટે એક પણ યોગ્ય મોડ્યુલ (Module) બનાવી શકી નથી. મનપાની મુખ્ય શાખાઓના સોફ્ટવેરમાં અત્યારે મોટા છબરડાઓ જોવા મળી રહ્યા છે.

Advertisement

Advertisement

ટેક્સ અને રેવન્યુ પોર્ટલમાં ગંભીર ક્ષતિઓ: તિજોરીને નુકશાન

કોર્પોરેટર પ્રવિણ વાઘેલાએ પત્રમાં ખાસ ઉલ્લેખ કર્યો છે કે, સામાન્ય જનતા સાથે સીધા જોડાયેલા ટેક્સ (Tax) અને રેવન્યુ (Revenue) ના ઓનલાઈન પોર્ટલમાં અનેક પ્રકારની ગંભીર ક્ષતિઓ અને ખામીઓ સામે આવી છે. એજન્સીના નબળા સોફ્ટવેર અને ટેકનિકલ ખામીઓના કારણે સ્થાનિક નાગરિકો તો પરેશાન થઈ જ રહ્યા છે, પરંતુ તેની સાથે-સાથે મનપાની સરકારી તિજોરીને પણ મોટું આર્થિક નુકસાન (Financial Loss) વેઠવાનો વારો આવ્યો છે. કરોડો રૂપિયા ચૂકવવા છતાં ઓનલાઈન સિસ્ટમ ધબડકો સાબિત થઈ છે.

કોન્ટ્રાક્ટ રદ કરી કંપનીને બ્લેકલિસ્ટ કરવાની માગ

અંતમાં, ભાજપના કોર્પોરેટરે કમિશનર સમક્ષ આકરી વલણ અપનાવતા માગ કરી છે કે પ્રજાના પૈસાનો વેડફાટ કરતી અને કામમાં અક્ષમ સાબિત થયેલી GIPL એજન્સીનો કોન્ટ્રાક્ટ તાત્કાલિક ધોરણે રદ (Cancel) કરવામાં આવે. એટલું જ નહીં, આ કંપનીને તાકીદે બ્લેકલિસ્ટ (Blacklist) કરીને તેની સામે કડક કાનૂની પગલાં ભરવામાં આવે તેવી સ્પષ્ટ ચીમકી પણ પત્ર દ્વારા આપવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે મનપા કમિશનર પોતાની જ પાર્ટીના કોર્પોરેટરના આ પત્ર પર કેવા પગલાં લે છે.

આ પણ વાંચો: Hotel Check-In Rules : બપોરે 2 વાગ્યે રૂમમાં પ્રવેશ પાછળના આ રહ્યા કારણો

Tags :
Advertisement

.

×