Junagadh : સૌરાષ્ટ્રની 18 નગરપાલિકામાં પ્રમુખ માટે ભાજપ સહિત પક્ષોની કવાયત શરૂ
- Junagadh મા ઉપપ્રમુખની સેન્સ પ્રક્રિયા લેવાઈ રહી છે
- પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ મહિલા મોરચાની અધ્યક્ષતામા સેન્સ પ્રક્રિયા
- આવતીકાલે જૂનાગઢ જિલ્લા પંચાયત સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે
- જિલ્લા પંચાયતની કુલ 30 બેઠકો
- 30 માથી 23 બેઠકો પર ભાજપનો વિજય
Junagadh : જૂનાગઢ જિલ્લામાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. જિલ્લાની કુલ 9 તાલુકા પંચાયતમાંથી 7 તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે. સાથે જ કેશોદ નગરપાલિકા (keshod nagarpalika) પણ ભાજપ (bjp) શાસિત બની છે, જે પાર્ટી માટે મહત્વપૂર્ણ જીત માનવામાં આવે છે. આવતીકાલે જૂનાગઢ જિલ્લા પંચાયત માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જિલ્લા પંચાયતની કુલ 30 બેઠકોમાંથી ભાજપે 23 બેઠકો જીતેલી છે, જ્યારે AAPએ 7 બેઠકો પર વિજય મેળવ્યો છે. તમામ સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અંતિમ યાદી પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડને મોકલવામાં આવશે.
સૌરાષ્ટ્રની 18 નગરપાલિકાની ચૂંટણી બાદ હવે સત્તા ગઠનની પ્રક્રિયા તેજ બની રહી છે
પ્રમુખપદ માટે કોને પસંદ કરવામાં આવે છે તે મુદ્દે રાજકીય વર્તુળો ભારે ઉત્સુકતા જણાઈ રહી છે.દ્વારકા, અમરેલી, મોરબી જિલ્લામાં આજે ભાજપ દ્વારા પ્રમુખ સહિતના મહત્વના પદોની પસંદગી માટે મેરેથોન બેઠકનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે જયારે ગીર સોમનાથ જિલ્લામાં સંભવત: રવિવારે ભાજપની સેન્સ પ્રક્રિયા કરવામાં આવશે. અમરેલી જિલ્લામાં અમરેલી પાલિકામાં પ્રમુખ પદ માટે મહિલા અનામત હોય પ્રમુખ પદ માટે વૈશાલીબેન માંગરોળીયા પ્રબળ દાવેદાર મનાઈ રહ્યા છે. જયારે સાવરકુંડલા પાલિકામાં પણ પ્રમુખ પદ માટે ત્રણ મહિલા દાવેદારો નામ ચર્ચાઈ રહ્યા છે. જેમા નયનાબેન કાપડીયા, નુતનબેન તન્ના અને ગૌરીબેન નાકરાણીના નામ સામે આવી રહ્યા છે. તેમજ ધારી નગરપાલિકા બની ગયા. બાદ આ વખતે પ્રથમ વખત ચૂંટણી યોજાઈ છે પાલિકામાં પ્રમુખ માટે બક્ષીપંચ પુરૂષની અનામત બેઠક હોય પ્રથમ પ્રમુખ બનવા હાલ જીતુભાઈ જોષી, મનસુખભાઈ ભુવા, અને પરેશભાઈ પટ્ટણી સહિતના નામો ચર્ચાઈ રહ્યા છે.
આગામી સમયમાં પાલિકા પ્રમુખ પદ માટે નિર્ણય થશે
દ્વારકા જિલ્લાની ખંભાળિયા પાલિકામા પ્રમુખ પદ બક્ષીપંચ અનામત હોય પ્રમુખ પદ માટે અનેક દાવેદારો પોતાની દાવેદારો પરંતુ ભાજપ દ્વારાસેન્સ પ્રક્રિયા બાદ આખરી મહોર લગાવાશે. જામ રાવલ પાલિકા પ્રમુખ પદ માટે બક્ષીપંચ અનામત હોય અહીં પણ ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા બાદ નિર્ણય આવશે.જામનગર જિલ્લાની સિક્કા નગરપાલિકામાં કોંગ્રેસને ૧૬ જયારે ભાજપને ૯ બેઠક મળી છે. જેની આગામી સમયમાં પાલિકા પ્રમુખ પદ માટે નિર્ણય થશે.
આ પણ વાંચો : Junagadh Politics: માળિયા હાટીનામાં પૂર્વ સરપંચ સહિત 50 કાર્યકરોએ ધારણ કર્યો કેસરીયો


