Junagadh : માંગરોળ નપામાં BJP નાં શિરે સત્તાનો તાજ, BSP એ આપ્યો ટેકો
- માંગરોળ નપામાં BSP નાં વિજેતા ઉમેદવારોએ BJP ને જાહેર કર્યો ટેકો (Junagadh)
- વોર્ડ- 1 નાં તમામ વિજેતા ઉમેદવારોએ ભાજપને આપ્યું સમર્થન
- માંગરોળ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસને 15-15 બેઠક મળી છે
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનાં (Sthanik Swaraj Election) ગઈકાલ પરિણામ જાહેર થયાં હતા. સત્તારૂઢ ભાજપે (BJP) સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ જબરદસ્ત પ્રદર્શન કરીને રાજ્યભરમાં ભગવો લહેરાવ્યો છે. જો કે, નપાની અમુક બેઠકો પર ભાજપને અન્ય પક્ષથી જબરદસ્ત ટક્કર પણ મળી હતી. જુનાગઢમાં (Junagadh) ભાજપની હેટ્રિક હોવા મળી. સતત ત્રીજીવાર જુનાગઢ મનપામાં ભાજપ સત્તા પર આવી છે. ત્યારે માંગરોળ નપામાં (Mangrol) પરિણામ બાદ BSP એ ભાજપને સમર્થન આપ્યું છે.
આ પણ વાંચો - Rajkot શહેરમાં એક ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો
માંગરોળ નપામાં BSP નો BJP ને ટેકો
માહિતી અનુસાર, સ્થાનિક સ્વરાજની ચૂંટણીનાં પરિણામ બાદ માંગરોળ નપાને (Mangrol) લઈ મોટા સમાચાર આવ્યા છે. માંગરોળ નપામાં BSP એ ભાજપને સમર્થન જાહેર કર્યું છે. ચૂંટણીમાં BSP નાં વોર્ડ નં 1 નાં તમામ ઉમેદવાર વિજયી થયા છે. માહિતી અનુસાર, BSP માંથી ચૂંટાયેલા અબ્દુલ્લા મિયાં સૈયદ, મહમ્મદ મુસા હાજીબા, શકિના સર્વદી અને શબાના રાઠોડે હવે ભાજપને ટેકો જાહેર કર્યો છે.
આ પણ વાંચો - Gujarat : વડોદરામાં સમરસ હોસ્ટેલના ભોજનમાં નીકળ્યા કીડા
ભાજપ અને કોંગ્રેસને 15-15 બેઠક મળી હતી
જણાવી દઈએ કે, જુનાગઢની (Junagadh) માંગરોળ નપામાં કુલ 36 બેઠકનો સમાવેશ થાય છે, જેમાંથી ભાજપ અને કોંગ્રેસને 15-15 બેઠક મળી હતી. આથી, માંગરોળ નપાની સત્તા કોના ફાળે જશે તેને લઈને ચર્ચાનો માહોલ ગરમાયો હતો. જો કે, BSP નાં તમામ વિજેતા ઉમેદવારોએ ટેકો જાહેર કરતા ભાજપ સત્તામાં આવશે તે લગભગ હવે સુનિશ્ચિત થઈ ગયું છે. જણાવી દઈએ કે માંગરોળ નપા ચૂંટણીમાં અપક્ષને 1 અને AAP 1 બેઠક પર જીત મળી છે. હવે, 25 વર્ષ બાદ માંગરોળ (Mangrol) નગરપાલિકામાં ભાજપનાં પ્રમુખ કમાન સંભાળશે. ભાજપમાંથી વેલજી મસાણી માંગરોળ નગરપાલિકાનાં છેલ્લા પ્રમુખ હતા.