Junagadh : કોંગ્રેસ ઉમેદવાર નીતિન રાણપરિયાએ ઉમેદવારી નોંધાવી, BJP-AAP અંગે આપ્યું મોટું નિવેદન!
- કોંગ્રેસ ઉમેદવાર નીતિન રાણપરિયાની નામાંકન બાદ પ્રતિક્રિયા (Junagadh)
- વિસાવદરનાં મતદારો બહારનાં ઉમેદવારો સ્વીકારતી નથી : નીતિન રાણપરિયા
- 'હું સામાન્ય પરિવારમાંથી આવું છું, પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂક્યો છે'
- આપ અને ભાજપના ઉમેદવાર જતા રહેશે : નીતિન રાણપરિયા
Junagadh : જિલ્લાની વિસાવદર વિધાનસભા પેટાચૂંટણી (Visavadar Assembly by-Election) માટે કોંગ્રેસ દ્વારા નીતિન રાણપરિયાના નામ પર મહોર લગાવી છે. ત્યારે નામાંકન બાદ નીતિન રાણપરિયાની (Nitin Ranpariya) પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, વિસાવદરનાં મતદારો બહારના ઉમેદવારોને સ્વીકારતા નથી. હું સામાન્ય પરિવારમાંથી આવું છું, પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂક્યો છે. AAP અને ભાજપનાં (BJP) ઉમેદવાર જતા રહેશે અને મતદારો મને જંગી બહુમતીથી જીત અપાવશે.
આ પણ વાંચો - Gujarat By-Election: કડી અને વિસાવર વિધાનસભાની પેટાચૂંટણી માટે જંગ જામ્યો
Gujarat By Election। Kadi અને Visavadar પેટાચૂંટણીમાં જામશે ખરાખરીનો જંગ@BJP4Gujarat @INCGujarat @AAPGujarat #gujarat #byelection #byelection #Mehsana #kadi #KadiByElection #visavadarByElection #gujaratfirst pic.twitter.com/2zhwElDVBO
— Gujarat First (@GujaratFirst) June 2, 2025
વિસાવદરનાં મતદારો બહારનાં ઉમેદવારો સ્વીકારતી નથી : નીતિન રાણપરિયા
જુનાગઢ જિલ્લાની (Junagadh) વિસાવદર વિધાનસભા પેટાચૂંટણી માટે કોંગ્રેસે (Gujarat Congress) નીતિન રાણપરિયાને ટિકિટ આપી છે. આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હોવાથી નીતિન રાણપરિયાએ નામાંકન કરી ઉમેદવારી નોંધાવી છે. દરમિયાન, તેમણે જીતનો વિશ્વાસ દાખવ્યો હતો અને ગુજરાત ફર્સ્ટ (Gujarat First News) સાથે વાતચીત કરતા કહ્યું કે, 'વિસાવદરનાં મતદારો બહારનાં ઉમેદવારો સ્વીકારતી નથી. હું સામાન્ય પરિવારમાંથી આવું છું, પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂક્યો છે.'
આ પણ વાંચો - Gujarat By-Election : BJP એ કડી-વિસાવદર પેટાચૂંટણી માટે ઉમેદવાર જાહેર કર્યા, જાણો તેમના વિશે
'ભાજપ અને આપ પાસે સ્થાનિક ઉમેદવાર નથી'
કોંગ્રેસ ઉમેદવાર નીતિન રાણપરિયાએ (Nitin Ranpariya) વધુમાં જણાવ્યું કે, ભાજપ અને આપ પાસે સ્થાનિક ઉમેદવાર નથી એટલે આપ અને ભાજપનાં ઉમેદવાર જતા રહેશે. મતદારો મને જંગી બહુમતીથી જીત અપાવશે. આ સાથે નીતિન રાણપરિયાએ પાર્ટીનો આભાર માનતા કહ્યું કે, હાઇ કમાન્ડે અને સ્થાનિક અગ્રણી નેતાઓએ મારા જેવા સામાન્ય કાર્યકર્તા પર વિશ્વાસ મૂક્યો તે બદલ હું તેમનો આભારી છું. કોંગ્રેસે મારા પર મૂકેલા ભરોસાને લોકો સાર્થક કરી બતાવશે એવો મને વિશ્વાસ છે.
આ પણ વાંચો - Mehsana : કડી વિધાનસભા પેટાચૂંટણી અંગે મોટા સમાચાર, કોંગ્રેસનાં ઉમેદવાર જાહેર