Junagadh : વિસાવદરમાં કોંગ્રેસનું સ્વાભિમાન સંમેલન, શક્તિસિંહ ગોહીલની Gujarat First News સાથે ખાસ વાતચીત
ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે, ઉમેદવારને અંતિમ ઘડી સુધી જાહેર ન કરવા એ રણનીતિનો એક ભાગ છે.
Advertisement
- Junagadh ની વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીને લઈ માહોલ જામ્યો
- ગુજરાત કોંગ્રસ દ્વારા વિસાવદરમાં સ્વાભિમાન સંમેલનનું આયોજન
- પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહીલ, પરેશ ધાનાણી, લલિત વસોયા ઉપસ્થિત રહ્યા
- પૂર્વ ધારાસભ્યો, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા
- શક્તિસિંહ ગોહિલ સાથે ગુજરાત ફર્સ્ટની ખાસ વાતચીત
- 'ઉમેદવારને અંતિમ ઘડી સુધી જાહેર ન કરવા એ રણનીતિનો એક ભાગ'
જુનાગઢ જિલ્લાની (Junagadh) વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીની તારીખો જાહેર થયા બાદથી દરેક રાજકીય પક્ષ ચૂંટણી જંગની તૈયારીઓમાં લાગ્યો છે. ત્યારે ગુજરાત કોંગ્રસ (Gujarat Congress) દ્વારા વિસાવદરમાં સ્વાભિમાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહીલ (Shaktisinh Gohil), અનેક મોટા નેતાઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. દરમિયાન, શક્તિસિંહ ગોહિલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First News) સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે, ઉમેદવારને અંતિમ ઘડી સુધી જાહેર ન કરવા એ રણનીતિનો એક ભાગ છે.

