Junagadh Crime: રીક્ષા રિવર્સ લેવા જેવી વાતમાં લોહિયાળ ખેલ! CCTV આવ્યા સામે
- Junagadh Crime: સામાન્ય તકરારમાં લોહિયાળ હુમલાના CCTV
Junagadh Crime:ગઢ ગિરનારની તળેટીમાં વસેલા જૂનાગઢ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરે તેવી એક ઘટના સામે આવી છે. શહેરના LCB પોલીસ સ્ટેશનની બિલકુલ સામે જ ધોળા દિવસે બે શખ્સોએ એક યુવક પર જીવલેણ હુમલો (Attack) કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ સમગ્ર ઘટનાના લાઈવ CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ મામલે પોલીસે આરોપી વિરુધ્ધ કાર્યવાહી કરી છે.
સામાન્ય બોલાચાલી અને લોહિયાળ અંજામ
મળતી જાણકારી અનુસાર આ વિવાદનું કારણ માત્ર રિક્ષા રિવર્સ (Rickshaw reverse) લેવા જેવી અત્યંત સામાન્ય બાબત હતી. ફરિયાદી યુવક જ્યારે પોતાની રિક્ષા રિવર્સ લઈ રહ્યો હતો, ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા શખ્સો સાથે તેને સામાન્ય બોલાચાલી થઈ હતી. જો કે, આ મામૂલી વાત આટલી હિંસક બનશે તેની કલ્પના કોઈએ કરી ન હતી. રિક્ષા રિવર્સ લેવા જેવી નાની વાતમાં આરોપીઓએ ઉશ્કેરાઈ જઈને આતંક મચાવવાનું શરૂ કર્યું હતું.
Junagadh : જૂનાગઢમાં સામાન્ય તકરારમાં લોહિયાળ હુમલાના CCTV
LCB પોલીસ સ્ટેશન સામે જ બની મારામારીની ઘટના
રીક્ષા રિવર્સ લેવા જેવી વાતમાં યુવક પર પાઇપ વડે હુમલો
નવાઝ ઉર્ફે બમ્પ પઠાણ અને સાથીદાર સુલતાને મચાવ્યો આતંક
હુમલાની લાઈવ તસવીરોના CCTV સામે આવતા ચકચાર#Gujarat #Junagadh… pic.twitter.com/d7JlKcetpH— Gujarat First (@GujaratFirst) January 16, 2026
Junagadh Crime: CCTVમાં કેદ થયો 'બમ્પ પઠાણ'નો આતંક!
હુમલાખોરોની ઓળખ નવાઝ ઉર્ફે 'બમ્પ પઠાણ' (Nawaz Pathan) અને તેના સાથીદાર સુલતાન તરીકે થઈ છે. CCTV ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે, શરૂઆતમાં આરોપીઓએ ફરિયાદીને ગાળો આપી હતી અને ત્યારબાદ પાસે પડેલા પ્લાસ્ટિકના પાઈપ વડે હુમલો કર્યો હતો. પરંતુ આટલાથી મન ન ભરાતા, નવાઝ ઉર્ફે બમ્પે પોતાની એક્ટિવા પાસે જઈ તેમાંથી તીક્ષ્ણ છરી કાઢી હતી. ત્યારબાદ બંને શખ્સોએ યુવક પર તૂટી પડીને તેના માથા અને પગના ભાગે છરીના જીવલેણ ઘા ઝીંક્યા હતા. લોહીલુહાણ હાલતમાં યુવક જીવ બચાવવા પ્રયાસ કરી રહ્યો હતો, છતાં આરોપીઓ સતત તેના પર વાર કરતા રહ્યા હતા.
Junagadh Crime: પોલીસ કાર્યવાહી
આ હિંસક હુમલા બાદ ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ મામલે ભોગ બનનાર પક્ષ દ્વારા જૂનાગઢના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે CCTV ફૂટેજના આધારે નવાઝ ઉર્ફે બમ્પ પઠાણ અને સુલતાન વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીઓની ધરપકડ છે. સાથે જ આ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું છે.
આ પણ વાંચોઃ Junagadh: નાંદરખી ગામે મહિલા સહિત 3 ઈજાગ્રસ્ત, સોશિયલ મીડિયાની પોસ્ટથી હિંસક અથડામણ!


