Junagadh: ભાજપના કોર્પોરેટર સામે ગુજસીટોક હેઠળ ગુનો, રાજકીય માહોલ ગરમાયો
- Junagadh: અબ્બાસ કુરેશી સહિત ચાર સામે સંગઠિત ગુનાનો કેસ
- છેલ્લા 10 વર્ષથી ગુનાહિત ટોળકી સક્રિય હોવાનો આરોપ
- ખંડણી, હત્યાની કોશિશ સહિતના ગંભીર ગુનાનો કેસ
Junagadh: જુનાગઢમાં ભાજપના કોર્પોરેટર સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ થયો છે. જેમાં અબ્બાસ કુરેશી સહિત ચાર સામે સંગઠિત ગુનાનો કેસ થયો છે. છેલ્લા 10 વર્ષથી ગુનાહિત ટોળકી સક્રિય હોવાનો આરોપ છે. તથા ખંડણી, હત્યાની કોશિશ સહિતના ગંભીર ગુના છે. સાયબર ફ્રોડ અને હથિયાર ધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. તથા ટોળકી સામે 28થી વધુ ગુનાઓ નોંધાયેલા છે.
રાજકીય અને ગુનાહિત વર્તુળોમાં ખળભળાટ મચાવનારી ઘટના
અબ્બાસ કુરેશી સહિત ચાર સામે ફરિયાદ દાખલ થઇ છે. જેમાં ભાજપના કોર્પોરેટર પર ગુજસીટોક કેસથી ચકચાર મચી છે. ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર ત્રણના વર્તમાન કોર્પોરેટર અબ્બાસ કુરેશી સહિત કુલ ચાર વ્યક્તિઓ વિરુદ્ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગંભીર કાર્યવાહી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) પોલીસ દ્વારા કરવામાં આવી છે અને હાલમાં એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે જુનાગઢમાં રાજકીય માહોલ ગરમાયો છે.
Junagadh: છેલ્લા દસ વર્ષથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સક્રિય
કોર્પોરેટર અબ્બાસ કુરેશી જે ટોળકીનો ભાગ છે, તે છેલ્લા દસ વર્ષથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સક્રિય હોવાનું બહાર આવ્યું છે. આ સંગઠિત ગુનાહિત ટોળકી દ્વારા 28થી વધુ ગંભીર ગુનાઓ આચરવામાં આવ્યા હતા. આ ગુનાઓમાં હત્યા, હત્યાના પ્રયાસો, ખંડણી ઉઘરાવવી, બળજબરીપૂર્વક મિલકતો પચાવી પાડવી, અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવા જેવા સંગીન આરોપોનો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં આ ટોળકી દ્વારા આચરવામાં આવેલા ગુનાઓની સંખ્યા 26થી વધુ હોવાનું પણ સામે આવ્યું છે, જે તેમની ગુનાહિત ગતિવિધિઓની ગંભીરતા દર્શાવે છે.
જેલ વોરંટ દ્વારા ગુજસીટોકના ગુનામાં પણ આરોપી તરીકે દર્શાવશે
GUJCTOC હેઠળ ગુનો દાખલ થયા બાદ પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એલસીબી પોલીસ દ્વારા વોર્ડ નંબર ત્રણના કોર્પોરેટર અબ્બાસ કુરેશીની ધરપકડ કરવામાં આવશે. આ કેસના અન્ય ત્રણ આરોપીઓ હાલમાં અન્ય એક ગુનામાં જેલહવાલે છે. એલસીબી પોલીસ તેમને જેલ વોરંટ દ્વારા ગુજસીટોકના ગુનામાં પણ આરોપી તરીકે દર્શાવશે.
આ પણ વાંચો: Gujarat: પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલને લઈ જાહેરાત


